Movie Review: દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહી “રોકી ઔર રાની કી પ્રેમ કહાની” ? ફિલ્મની સ્ટોરીથી લઈને એક્ટિંગ જાણો કેવી છે ફિલ્મ
લાંબા વિરામ બાદ ફિલ્મનું દિગ્દર્શન કરનાર કરણ જોહરે આ વાર્તા દ્વારા દર્શકો સમક્ષ એક નવી માનસિકતા અને વિચારધારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે

કરણ જોહર સાત વર્ષ પછી એક દિગ્દર્શક તરીકે રોકી અને રાનીની પ્રેમ કહાની સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. કરણ જોહરનું આ કમબેક ઘણી હદ સુધી સફળ રહ્યું છે. ડ્રામા, કોમેડી, રોમાન્સથી ભરપૂર ફિલ્મ લોકોનું મનોરંજન કરતી આ ફિલ્મ સાથે દિગ્દર્શકે સમાજની રૂઢિચુસ્ત વિચારસરણી પર મોટી વાત કરી છે.
‘રોકી અને રાની’ની સ્ટોરી શું છે?
ફિલ્મ રોકી અને રાનીની પ્રેમ કહાનીમાં, તમે દિલ્હીનો પંજાબી છોકરો રોકી રંધાવાને મળો છો જેનું જીવન ડિઝાઇનર કપડાં, જિમ અને પ્રોટીન શેકની આસપાસ ફરે છે, જ્યારે બીજી તરફ, સ્માર્ટ ,બુદ્ધિશાળી લેડી રાની ચેટર્જી (આલિયા ભટ્ટ),ના રોલમાં જોવા મળી રહી છે. તેમના દાદા (ધર્મેન્દ્ર) અને દાદી (શબાના આઝમી) ની અધૂરી પ્રેમ કહાની પૂર્ણ કરવાનો પ્રયાસ કરતી વખતે, રોકી અને રાની એકબીજાના પ્રેમમાં પડે છે, જેઓ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. હવે એ જાણવા માટે કે રોકી અને રાની આ અનોખા અને વિચિત્ર સંબંધ માટે પરિવારના સભ્યોને મનાવી શકશે કે કેમ, તે જોવા માટે તમારે થિયેટર તરફ વળવું પડશે.
સ્ટોરી ડાયરેક્શન
લાંબા વિરામ બાદ ફિલ્મનું દિગ્દર્શન કરનાર કરણ જોહરે આ વાર્તા દ્વારા દર્શકો સમક્ષ એક નવી માનસિકતા અને વિચારધારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર કરણ જોહર ફરી એક વાર નવા અંદાજ સાથે બોલિવુડમાં કમબેક કર્યુ છે, પરંતુ તેમ છતાં તેણે તેની જૂની શૈલીમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. એક શાનદાર લવ સ્ટોરી રજૂ કરવાની સાથે, કરણ જોહર રોકી રાનીની પ્રેમ કહાનીમાં ઘણા સામાજિક સંદેશા આપવાનો પ્રયાસ કરે છે.
આ વાર્તા દ્વારા કરણ સમજાવે છે કે સમાજને આગળ લઈ જવા માટે, લોકોએ પહેલા તેમની વિચારસરણી પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી મુક્ત થવું જોઈએ, પછી તે પતિ-પત્ની સાથે મળીને કામ કરે છે,
એક્ટિંગ અને સંગીત
રણવીર સિંહની છેલ્લી બે ફિલ્મો ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’માં ક્યાંક દર્શકોને તેના પાત્રમાં સિમ્બાની ઝલક જોવા મળી હતી, પરંતુ રોકી અને રાનીની પ્રેમકહાનીમાં ‘ગલી બોય’ અભિનેતાએ રોકીનું પાત્ર ભજવ્યું છે. રણવીરે 13 વર્ષ પહેલા રીલિઝ થયેલી ફિલ્મ બેન્ડ બાજા બારાતમાં દિલ્હીના બિટ્ટુનું પાત્ર પણ ભજવ્યું હતું, પરંતુ આ ફિલ્મમાં રોકી બિટ્ટુથી સાવ અલગ છે. વાર્તામાં, અવિચારી ‘દિલ્લીવાલે’ થી સમજદાર ‘દિલવાલે’ સુધીની તેની સફર દર્શકોને પ્રભાવિત કરે છે. આલિયા ભટ્ટ હંમેશાની જબરદસ્ત ફોર્મમાં છે તેમજ ફિલ્મ રોકી રાનીમાં તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે.
ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી તેમની હાજરીથી ફિલ્મને વધુ સ્ટ્રેન્થ આપે છે. ધર્મેન્દ્ર અને શબાના આઝમીની કિસ અને તેમની સાથે ફિલ્માવાયેલા જૂના ગીતો વાર્તાને વધુ સુંદર બનાવે છે. ફિલ્મના ગીતોની સાથે, પૃષ્ઠભૂમિમાં વપરાયેલા જૂના ગીતો અથવા ધર્મેન્દ્ર અને શબાના આઝમી સાથે જોડાયેલા 70ના દાયકાના ગીતો વાર્તાને બોરિંગ થવાથી પણ બચાવે છે.
શા માટે જોવી જોઈએ આ ફિલ્મ?
આ કરણ જોહરની 2.0 ફિલ્મ છે. આ ફિલ્મમાં ડ્રામા છે. રોમાંસ છે. જેમાં ગીતોની સાથે સાથે સોશિયલ મેસેજ પણ છે. આખો પરિવાર સાથે મળીને આ ફિલ્મનો આનંદ માણી શકે છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહની કેમેસ્ટ્રી અને રોકીની બેજોડ એક્ટિંગ માટે તમે આ ફિલ્મ જોઈ શકો છો.