Rhea Kapoor એ શેર કરી કરણ સાથેની લગ્નની ફોટો, કહ્યું- 12 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી પણ, તે દિવસે…

|

Aug 16, 2021 | 6:08 PM

રિયા કપૂરે કરણ બુલાની સાથેના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ દરમિયાન બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Rhea Kapoor એ શેર કરી કરણ સાથેની લગ્નની ફોટો, કહ્યું- 12 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી પણ, તે દિવસે…
Rhea Kapoor, Karan Boolani

Follow us on

અનિલ કપૂર (Anil Kapoor) ની નાની પુત્રી રિયા કપૂરે (Rhea Kapoor) તાજેતરમાં બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કર્યા છે. બંનેએ શનિવારે અનિલ કપૂરના ઘરે સીક્રેટ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રિયાએ કરણ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. ફોટામાં રિયાએ ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી છે અને કરણે ઓફ વ્હાઇટ કુર્તા પાયજામા પહેરેલ છે. બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. રિયાનો લુક એકદમ અલગ લાગી રહ્યો છે અને કરણે રિયાને વીંટી પહેરાવે છે.

લગ્નના ફોટો શેર કરતી વખતે રિયાએ એક ખાસ સંદેશ લખ્યો છે. તેમણે લખ્યું, ’12 વર્ષ પછી મારે આટલું નર્વસ ન હોવું જોઈએ કારણ કે તમે મારા બેસ્ટ મિત્ર અને બેસ્ટ મેન છો. પરંતુ આ સમય દરમિયાન હું રડી અને મારા પેટમાં ઘણી ફ્લિપ્સ થઈ રહી હતી પરંતુ મને ખબર નહોતી કે આ અનુભવ એટલો સુખદ હશે. હું હંમેશા તે છોકરી રહી છું જે રાતે પોતાના પેરેન્ટ્સ સૂઈ જાય તે પહેલા રાત્રે 11 વાગ્યે ઘરે આવતી હતી. હું આશા રાખું છું કે આપણે તેવો પરિવાર બનાવીએ જેવા પરિવારમાં આપણે અત્યાર સુધી રહ્યા છીએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ચાહકો સાથે, સેલિબ્રિટીઝ પણ રિયાની આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. દરેક વ્યક્તિ રિયાને તેમની નવી જર્ની માટે અભિનંદન આપી રહા છે.

 

 

જણાવી દઈએ કે રિયા અને કરણના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. રિયાના પિતરાઈ ભાઈ અર્જુન કપૂર અને બહેનો જ્હાનવી, ખુશી અને શનાયા કપૂર પહોંચ્યા. લગ્ન બાદ અનિલ કપૂરે ફોટોગ્રાફર્સને મીઠાઈ વહેંચી હતી. રિયાએ પોતાના લગ્નને ખાનગી રાખ્યા હતા. તે પાપારાઝીને ખૂબ ટાળતી જોવા મળી હતી. એટલું જ નહીં, જ્યારે તે લગ્ન બાદ કારમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેમના ફોટા વાયરલ થયા હતા. ફોટામાં રિયાની માંગમાં સિંદૂર હતું.

વર્ષ 2009 થી રિલેશનશિપમાં

રિયા અને કરણ વર્ષ 2009 થી રિલેશનશિપમાં છે. આયેશા ફિલ્મ દરમિયાન બંને સેટ પર મળ્યા હતા. રિયાએ આ ફિલ્મ દ્વારા પોતાના નિર્માણની શરૂઆત કરી હતી અને કરણ આ ફિલ્મમાં સહાયક દિગ્દર્શક હતા. આ ફિલ્મ દરમિયાન બંને નજીક આવ્યા અને મિત્રો બન્યા. આ પછી, બંનેની મિત્રતા પછી પ્રેમમાં ફેરવાઈ. કરણ અને રિયા પણ એકબીજાના પરિવારની નજીક આવ્યા.

ગયા વર્ષે કરણના જન્મદિવસે રિયાએ તેમના માટે ખાસ પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, જન્મદિવસની શુભેચ્છા મારા ગ્રોઈન્ગ પાર્ટનર. તમને મારા જીવનમાં લાવીને, મેં મારા જીવનનો શ્રેષ્ઠ નિર્ણય લીધો છે. તમારી સાથે 13 વર્ષ પણ ઓછા લાગે છે.

 

આ પણ વાંચો :- Kareena Kapoor એ માલદીવમાં ઉજવ્યો સૈફ અલી ખાનનો જન્મદિવસ, તૈમુર અને જહાંગીર આ સ્ટાઇલમાં દેખાયા

આ પણ વાંચો :- Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે ‘ભૂત પોલીસ’

Next Article