Rashmi Rocket: શૂટિંગ દરમિયાન તાપસી પન્નુને થઈ હતી ઈજા, જાણો પછી કેવી રીતે પોતાને રેસ માટે કરી તૈયાર?

|

Oct 09, 2021 | 8:33 PM

આકર્ષ ખુરાના દ્વારા નિર્દેશિત 'રશ્મી રોકેટ' (Rashmi Rocket)માં તાપસી પન્નુ ઉપરાંત સુપ્રિયા પાઠક, અભિષેક બેનર્જી, મનોજ જોશી, પ્રિયાંશુ પેનયુલી અને સુપ્રિયા પીલગાંવકર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 15 ઓક્ટોબરે Zee5 પર પ્રિમિયર થશે.

Rashmi Rocket: શૂટિંગ દરમિયાન તાપસી પન્નુને થઈ હતી ઈજા, જાણો પછી કેવી રીતે પોતાને રેસ માટે કરી તૈયાર?
Taapsee Pannu

Follow us on

ઝી5 સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં એક આકર્ષક સ્પોર્ટ્સ ડ્રામા ઓરિજિનલ ફિલ્મ લઈને આવી રહ્યું છે, જેનું નામ છે – રશ્મિ રોકેટ (Rashmi Rocket). પ્રતિભાશાળી અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

 

આ ફિલ્મ રશ્મિ નામની છોકરી પર આધારિત છે, જે અતિ ઝડપી દોડવીર છે અને એક એથલીટ તરીકે અંતિમ રેખા પાર કરીને પોતાના દેશ માટે એક છાપ બનાવવાનું સપનું ધરાવે છે. જો કે, તે જલ્દી સમજી જાય છે કે ફિનિસ લાઈનની દોડમાં ઘણા અવરોધો છે અને જે એક એથલેટિક સ્પર્ધા જેવું લાગે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તે એક એવી સ્પર્ધા છે જે તેના સન્માન અને તેની વ્યક્તિગત ઓળખ માટે તેની વ્યક્તિગત લડાઈમાં ફેરવાય જાય છે. ફિલ્મનો કેન્દ્રીય વિષય રમતોમાં લિંગ પરીક્ષણ છે. આપણે બધાએ ઘણી વાર એવી વાર્તાઓ સાંભળી છે જ્યાં અભિનેતાઓ તેમના પ્રોજેક્ટ્સ માટે સખત કસરત કરે છે. અભિનેતાઓ ઘણી વખત પ્રશંસાને લાયક પ્રદર્શન કરવા માટે તેમની માનસિક અને શારીરિક મર્યાદાથી આગળ વધીને મહેનત કરતા જોવામાં આવે છે.

 

જાણો કેવી રીતે થઈ શૂટિંગ દરમિયાન તાપસીને ઈજા?

રશ્મી રોકેટના શૂટિંગ દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવનાર તાપસી પન્નુને કમનસીબે ઈજા થઈ હતી. પોતાના અનુભવને પોતાના શબ્દોમાં શેર કરતાં તાપસીએ કહ્યું “હું એક વખત ઘાયલ થઈ ગઈ હતી, કારણ કે પહેલા ત્રણ દિવસમાં હું દોડ લગાવવાવાળા ભાગ માટે ખૂબ ઉત્સાહીત થઈ ગઈ હતી. મેં ખરેખર આનો ખુબ આનંદ લીધો, તેથી મેં સતત બે સ્પ્રિન્ટ્સ વચ્ચે પૂરતો આરામ કર્યોં નહીં અને ત્રીજા દિવસે ઘાયલ થઈ ગઈ.

 

અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મારા સ્નાયુઓ મારો પગ ઉપાડવા માટે પણ સક્ષમ નહોતી રહી અને મારી જૂની તકનીકને દૂર કરવા અને નવી તકનીક શીખવા માટે મને થોડા અઠવાડિયા ઉપચાર અને વિવિધ પ્રકારના ફિઝિયો સેશન અને તાલીમની વિવિધ શૈલીનો સમય લાગ્યો કારણ કે ખાતરી થઈ જાય કે ચોક્કસ સ્નાયુ વધારે પડતા ખેંચાઈ ન જાય. હા, તેની ખાતરી કરવા માટે ઘણી વ્યૂહરચનાની જરુર હતી કે હું ચાર અઠવાડિયા પછી પુનરાગમન કરી શકું કારણ કે અમારે ચાર અઠવાડિયા પછી રશ્મિ રોકેટ માટે ફાઈનલ રેસની શૂટ કરવાની હતી.

 

આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા, નેહા આનંદ અને પ્રાંજલ ખંડડિયાએ કર્યું છે. તે જ સમયે આ ફિલ્મની વાર્તા નંદા પેરીયાસામી, અનિરુદ્ધ ગુહા અને કનિકા ઢિલ્લોને લખી છે. તાપસી પન્નુ ઉપરાંત આકર્ષ ખુરાના દ્વારા નિર્દેશિત ‘રશ્મી રોકેટ’માં સુપ્રિયા પાઠક (Supriya Pathak), અભિષેક બેનર્જી (Abhishek Banerjee), મનોજ જોશી (Manoj Joshi), પ્રિયાંશુ પેનયુલી અને સુપ્રિયા પિલગાંવકર (Supriya Pilgaonkar) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 15 ઓક્ટોબરે Zee5 પર પ્રિમિયર થશે.

 

 

આ પણ વાંચો:- Aryan Shahrukh Khan: શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો, NCB ઓફિસમાં પૂછપરછ શરૂ

 

આ પણ વાંચો:- Akshra Singh ના ગ્લેમરસ અવતારે લગાવી આગ, ચાહકોએ કહ્યું- ‘ક્વીન ઓફ ભોજપુરી’

Next Article