Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેમસ રેપરના 800 કરોડના ઘરમાં પૂરનું પાણી ભરાયું, જુઓ વીડિયો

કેનેડા ટોરન્ટોમાં આજે વાવાઝોડા અને મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય હતી. આ પૂરની ઝપેટમાં પોપ્યુલર રેપરના 800 કરોડના ઘરમાં પણ પાણી ભરાયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફેમસ રેપરના 800 કરોડના ઘરમાં પૂરનું પાણી ભરાયું, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Jul 18, 2024 | 3:28 PM

છેલ્લા કેટલાક દિવસોથી કેનેડાના ટોરેન્ટોમાં આવેલા વાવાઝોડાને કારણે ભારે વરસાદ થયો છે અને હાલમાં ત્યાંના લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શહેરમાં વિજળી પણ ગૂલ થઈ છે, લોકો ઘરની અંદર તેમજ બહાર પણ ફસાઇ ગયા છે. આવી જ હાલત પોપ્યુલર ઈન્ટરનેશનલ રેપર ડ્રેકની પણ છે, તેના અંદાજે 800 કરોડના ઘરની અંદર પાણી ભરાયા છે.

કેનેડિયન સિંગર રેપર ડ્રેક એ સિલેબ્રિટીસમાંથી એક છે. જેની પોપ્યુલારિટી દુનિયાભરમાં છે. રેપરે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના કરોડોના ઘરમાં પણ પૂરનું પાણી ભરાયું છે.

IPL 2025 : ટેટૂ પ્રેમી છે મુંબઈ ઈન્ડિયન્સનો આ ક્રિકેટર, જુઓ ફોટો
ઘરમાં પોપટ પાળવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
લોકો કેમ ઘરની બહાર કે બાલ્કનીમાં કાળી પોલીથીન લટકાવી રહ્યા છે?
આજનું રાશિફળ તારીખ : 04-04-2025
IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ

ઘરની અંદર માટીવાળુ પાણી

તમને જણાવી દઈએ કે, ડ્રેકનું આ ઘર ટોરેન્ટો કેનેડામાં આવેલું છે. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ પૂરના દર્શ્યો દેખાડ્યા છે. તેના ઘરની અંદર માટીવાળું પાણી ચારે બાજુ ફેલાય ચૂક્યું છે. તેમના ઘરની અંદરથી પાણી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ ફાયદો જોવા મળ્યો ન હતો.વિડીયોમાં કેપ્શન પણ લખ્યું છે.

800 કરોડથી પણ વધારે મોંઘુ છે આ ઘર

તમને જણાવી દઈએ કે, ડ્રેકે આ ઘર વર્ષ 2018માં ખરીદ્યું હતુ. તેમનું આ ઘર એવા વિસ્તારમાં છે. જેને કરોડપતિની લેન કહેવામાં આવે છે. તેમણે આ ઘર ખરીદ્યા બાદ રિનોવેશનમાં પણ ખુબ મોટો ખર્ચો કર્યો છે. તેની ડિઝાઈન પણ બદલી છે. તેમણે પોતાના આ ઘરનું નામ ધ એમ્બેસી રાખઅયું હતુ.

નદી, ઝરણા બે કાંઠે

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શહેરમાં માત્ર 3 કલાકમાં 25 ટકા વરસાદ થયો છે. જે આખા જુલાઈ મહિનામાં પડે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં આવેલી નદી, ઝરણા બે કાંઠે વહી રહ્યા છે. મુશળધાર વરસાદના કારણે હાઈવે અને ઘરોને ખુબ મોટું નુકસાન થયું છે. હજારો લોકો અલગ અલગ જગ્યાએ ફસાયા છે.

g clip-path="url(#clip0_868_265)">