83 Trailer: રણવીર સિંહની ફિલ્મનું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, ક્રિસમસ પર સિનેમાઘરોમાં મચાવશે ધમાલ

|

Nov 24, 2021 | 9:40 PM

રણવીર સિંહ (Ranveer Singh)ની ફિલ્મ 83ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

83 Trailer: રણવીર સિંહની ફિલ્મનું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, ક્રિસમસ પર સિનેમાઘરોમાં મચાવશે ધમાલ
Ranveer Singh

Follow us on

કોરોના મહામારીને કારણે ઘણી ફિલ્મોની રિલિઝ પાછળ ધકેલવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં સિનેમા હોલ શરૂ થવાની સાથે જ આ ફિલ્મોને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂર્યવંશી (Sooryavanshi) પછી રણવીર સિંહ (Ranveer Singh)ની ફિલ્મ 83 પણ આખરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 83એ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે. જેનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે.

 

કબીર ખાનના નિર્દેશનમાં બનેલી 83 એક મહિના પછી 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ જાણ્યા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર ટ્રેલર રિલીઝ કરવાની માંગ કરી રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

 

ટ્રેલર આ તારીખે રિલીઝ થશે

મીડિયાના અહેવાલ મુજબ ચાહકોની રાહ આવતા અઠવાડિયે સમાપ્ત થવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર 83નું ટ્રેલર 1 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે. મેકર્સ ફિલ્મની રિલીઝના 24 દિવસ પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી રહ્યા છે.

 

ગયા વર્ષે ભવ્ય કાર્યક્રમ યોજાવાનો હતો

જો અહેવાલોનું માનીએ તો માર્ચ 2020માં 83નું ટ્રેલર રિલીઝ કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ અગાઉ 10 એપ્રિલ 2020ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસને કારણે તેને પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો તે કપિલ દેવની કપ્તાની હેઠળ ભારતે પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યાની આસપાસ ફરે છે. ચાહકો ફરી એકવાર તે ક્ષણો જીવતા જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં જોવા મળશે અને દીપિકા પાદુકોણ તેની પત્ની રોમી દેવના રોલમાં જોવા મળશે. લગ્ન બાદ બંને પહેલીવાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે. 83 ઘણી ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે.

 

83માં રણવીર અને દીપિકા ઉપરાંત હાર્ડી સંધુ, એમી વિર્ક, તાહિર રાજ ભસીન, સાહિલ ખટ્ટર, જીવા, પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની, સાકિબ સલીમ, ચિરાગ પાટિલ અને જતીન સરના મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

આ પણ વાંચો :  Maharashtra: ધોરણ 1 થી 4 સુધીના બાળકો માટે ખુલી શકે છે શાળાઓ, આવતીકાલની કેબિનેટની બેઠકમાં નિર્ણયની શક્યતા

 

Next Article