‘અમૂલે’ રણવીર સિંહની ફિલ્મ 83ને સમર્પિત કર્યું ડૂડલ, ફોટો જોઈને ચાહકો પણ થશે ખુશ

|

Dec 25, 2021 | 2:27 PM

રણવીર સિંહની ફિલ્મ 83 રિલીઝ થઈ ગઈ છે. મોસ્ટ અવેઇટેડ ફિલ્મની રિલીઝ પછી, અમૂલે ફિલ્મ વિશે એક ડૂડલ શેર કર્યું છે.

અમૂલે રણવીર સિંહની ફિલ્મ 83ને સમર્પિત કર્યું ડૂડલ, ફોટો જોઈને ચાહકો પણ થશે ખુશ
special doodle from amul

Follow us on

Film 83 : અમૂલ (Amul)તેની બ્રાન્ડ સાથે મળીને ઘણી ફિલ્મો માટે પોસ્ટર બનાવે છે. હવે આ બ્રાન્ડે રણવીર સિંહ (ranveer singh)ની ફિલ્મ 83 વિશે એક નવું પોસ્ટર શેર કર્યું છે. આમાં, ફિલ્મનું પોસ્ટર  (Film poster)કાર્ટૂનની રીતે બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં અમૂલ ગર્લ (Amul Girl) પણ જોવા મળી રહી છે. આ સાથે આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે કપિલ ટૂ એવરીવન, રણવીરે પણ શેર કરતા લખ્યું, Utterly Butterly Devlicious બધાને આ પોસ્ટ ખૂબ જ પસંદ આવી રહી છે.

રણવીર (ranveer singh)ની ફિલ્મ 83 (film 83)ની વાત કરીએ તો તે શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે. તે જ સમયે, દર્શકો દ્વારા પણ આ ફિલ્મની પ્રશંસા કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 15 કરોડની કમાણી કરી લીધી છે. અત્યારે ક્રિસમસ અને વીકએન્ડ દરમિયાન ફિલ્મની કમાણી વધુ વધી શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે. તે કપિલ દેવની પત્ની રોમીનું પાત્ર ભજવી રહી છે. આ બંને ઉપરાંત ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની, તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, હાર્ડી સંધુ, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, આદિનાથ કોઠારે, ધૈર્ય કર્વા પણ છે. આ સિવાય કપિલ દેવ, મોહિન્દર અમરનાથ અને નીના ગુપ્તા છે.

તમને જણાવી દઈએ કે અગાઉ આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડને કારણે ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ચાહકો આ ફિલ્મ જોઈને ખૂબ જ ખુશ છે.

દીપિકાએ પ્રાર્થના કરી હતી

જો કે દીપિકા હંમેશા તેની ફિલ્મની રિલીઝ પહેલા સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લે છે, પરંતુ આ વખતે તે પતિ રણવીર સિંહની ફિલ્મ 83ની રિલીઝ પહેલા મંદિરમાં ગઈ હતી અને ત્યાં ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી. તમને જણાવી દઈએ કે દીપિકા આ ​​ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. તેના માટે આ ફિલ્મ ઘણી ખાસ છે.

રણવીરનું શ્રેષ્ઠ કામ

સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક સોશિયલ મીડિયા પર રણવીરના કામના વખાણ કરી રહ્યા છે. રણવીરને કપિલ દેવના અવતારમાં જોઈને દરેક કોમેન્ટ કરી રહ્યા છે કે તેને ઓળખવો મુશ્કેલ હતો. તેણે અદ્ભુત કામ કર્યું છે.

 

આ પણ વાંચો : Omicron Cases: એક જ મહિનામાં 108 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, વિશ્વભરમાં 1.50 લાખથી વધુ કેસ, જાણો જુદા-જુદા દેશોની સ્થિતિ

Next Article