ફેનના હાથમાંથી ચાઈનીસ ફોન લઈ રણબીર કપૂરે ફેંકી દીધો ! જાણો શું હતું કારણ

|

Jan 28, 2023 | 4:33 PM

વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીરનો એક ફેન સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે બાદ રણબીર તેની સામે જુએ છે અને તેની હાથમાંથી સ્માર્ટ ફોન લઈને તેને ફેંકી દે છે.

ફેનના હાથમાંથી ચાઈનીસ ફોન લઈ રણબીર કપૂરે ફેંકી દીધો ! જાણો શું હતું કારણ
Ranbir Kapoor Throw Fans Phone

Follow us on

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ગણતરી ઈન્ડસ્ટ્રીના વર્સેટાઈલ એક્ટર્સમાં થાય છે. હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ દરમિયાન રણબીરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ચાહકોથી લઈને બધા ચોંકી ગયા છે. વાસ્તવમાં રણબીર તેની ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પહોંચ્યો હતો.

તેના એક પ્રશંસકે તેની સાથે સેલ્ફી લેવાની વિનંતી કરી, ત્યારે રણબીર સંમત થયો. પણ આ પછી તેણે ફેનના હાથમાંથી ચાઈનીસ ફોન લઈને સીધો ફેંકી દીધો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે રણબીરના આમ કરવા પાછળનું સત્ય કોઈ પ્રેન્ક કહી રહ્યા છે તો કોઈ રણબીરનો ગુસ્સો. ત્યારે તેની પાછળનું સત્ય શું છે તે જાણીએ.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

રણબીરના ફોન ફેંકવા પાછળ સત્ય શું છે?

વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીરનો એક ફેન સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે બાદ રણબીર તેની સામે જુએ છે અને તેની હાથમાંથી ચાઈનીસ ફોન લઈને તેને ફેંકી દે છે. સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા ફેનનો મોબાઈલ બરોબર કામ કરી રહ્યો ન હતો. ત્યારે આટલી રાહ જોયા બાદ રણબીર કપૂર ગુસ્સે થઈ જાય છે અને તે ચાઈનીસ ફોનને ફેન પાસેથી લઈ ફેંકી દે છે. આ જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જે બાદથી #AngryRanbirKapoor સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે.

https://twitter.com/upalakbr999/status/1618965775745957889?s=20&t=w35-4IYF438IJuiz5pEE6Q

શું રણબીરને ખરેખર આવ્યો ગુસ્સો?

આ વીડિયો સામે આવતાની સાથે જ ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. રણબીરનું આ પ્રકારનું વર્તન જોઈને ચાહકો પણ નારાજ છે. આ વીડિયો સામે આવતાની સાથે જ લોકોની અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ એક પ્લાન્ડ વીડિયો છે. અન્ય યુઝરે લખ્યું- કેમ એવું શું થયું હશે?, એક યુઝરે લખ્યું- તે તેને નવો ફોન લેવા માંગે છે. જો કે આ વીડિયોનું સત્ય શું છે, તે હજુ આવવાનું બાકી છે પણ ચાઈનીસ ફોનને ફેંકવા પાછળનું સત્ય દરેક ફેન જાણવા માંગે છે.

રણબીરના ફોન ફેંકી દેવા પાછળ આ તો સત્ય નથી?

રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ 8 માર્ચે રિલીઝ થવાની છે. તેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. તે લવ રંજન દ્વારા નિર્દેશિત છે. આ સિવાય સંદીપ રેડ્ડી વાંગાના એનિમલમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જે પહેલા રણબીરનો ફેનનો ચાઈનીસ ફોન ફેંકી દેતો વીડિયો વાઈરલ થયો છે.

ફેન્સ તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે કે, હંમેશા કુલ રહેતા રણબીર કપૂરને અચાનક એવું તો શું થયું કે તેણે ફેનનો ફોન જ ફેંકી દીધો. આ ફોન ચાઈનીસ કંપનીનો છે ત્યારે રણબીરના આમ કરવા પાછળ ચાઈનીસ કંપનીના પ્રોડક્ટને ન યુઝ કરવા પાછળનો પણ કોઈ મેસેજ હોઈ શકે છે એવી માહિતી મળી રહી છે. જોકે સત્ય શું છે તે હજુ રણબીરે જાતે કઈ કહ્યું નથી.

Published On - 3:21 pm, Sat, 28 January 23

Next Article