AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram kapoor networth: વાહનોના શોખીન છે રામ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ

રામ કપૂર લાંબા સમયથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. અભિનેતા હંમેશા તેમના ખાસ અભિનય માટે જાણીતા છે. આજે અમે તમને અભિનેતાની નેટવર્થ સાથે પરિચય કરાવીશું.

Ram kapoor networth: વાહનોના શોખીન છે રામ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ
Ram kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:53 PM
Share

Ram kapoor net worth: નાના પડદાના પ્રખ્યાત અભિનેતા રામ કપૂરને કોઈ ઓળખણની જરુર નથી. રામે અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી શાનદાર સિરિયલોમાં કામ કર્યું છે. આજે રામ કપૂર તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દરેક ઘરમાં પસંદ કરવામાં આવતા રામે આજે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે પોતાના દમ પર પ્રાપ્ત કર્યું છે.

કહેવાય છે કે રામ કપૂર (ram kapoor) ટીવી જગતના સૌથી મોંઘા અભિનેતાઓમાંના એક છે. રામે ટીવીની લોકપ્રિય સિરિયલ ‘કસમ સે’માં જય વાલિયાનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. આજે અમે તમને તેમના જન્મદિવસ પર અભિનેતાની નેટવર્થ સાથે પરિચય કરાવીશું.

રામ કપૂરની નેટવર્થ (Ram kapoor net worth)

એક અહેવાલ મુજબ, અભિનેતા રામ કપૂરની કુલ સંપત્તિ 14 કરોડ રુપિયા ( 2 મિલિયન ડોલર) છે. રામ કપૂરની કુલ સંપત્તિ ઘણા ટેલિવિઝન શો, ફિલ્મો અને વેબસીરીઝ દ્વારા એકત્રિત કરવામાં આવી છે.

રામ કપૂર કાર કલેક્શન

રામ કપૂરને વાહનોનો ખૂબ શોખ છે. તાજેતરમાં, અભિનેતાએ તેના ગેરેજમાં નવી પોર્શ 911 કેરેરા એસ (Porsche 911 Carrera S)ને ઉમેરી છે. આ સિવાય રામ કપૂર પાસે કારનું વિશાળ કલેક્શન છે. અભિનેતા પાસે અગાઉ પોર્શ 911 કેબ્રિઓલેટ પણ હતી. તેમજ મર્સિડીઝ-એએમજી જી 63, બીએમડબલ્યુ એક્સ 5, અને બીજી ઘણી કારો છે.

અભિનેતા રામ કપૂરની કારકિર્દીની શરૂઆત

ટીવી સિરિયલો ઉપરાંત રામ કપૂરે ઘણી ફિલ્મોમાં સાઇડ રોલ પણ કર્યા છે. રામ કપૂરને ઇન્ડિયન ટેલી એવોર્ડ્સ 2006, 2007, 2008 માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2000 માં રામ કપૂરને એકતા કપૂરની સિરિયલ ઘર એક મંદિર માં કામ મળ્યું અને અહીંથી તેમને મોટી ઓળખ મળી. અભિનેતા ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર, મેરે ડૈડ કી મારુતિ અને હમશકલ્સ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. રામ કપૂર વેબસીરીઝ દ્વારા પણ ધમાલ કરી રહ્યા છે. રામ કપૂરને અભય સિરીઝ માટે ખૂબ પસંદ કરવામાં આવ્યા છે.

સીરિયલ ઘર એક મંદિરમાં કામ કરતી વખતે પ્રખ્યાત અભિનેતા રામ કપૂર પ્રથમ વખત ગૌતમીને મળ્યા હતા. આ શો દરમિયાન બંનેનું અફેર શરૂ થયું અને બંનેએ 2003 માં લગ્ન કરી લીધા. અત્યારે રામની પત્ની ગૌતમી સિરિયલોથી લગભગ દૂર રહે છે.

આ પણ વાંચો :- Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન

આ પણ વાંચો :- Bharti Singhને ફોટોગ્રાફર્સે પૂછ્યું અમે મામા ક્યારે બનીશું? કોમેડિયને એવો જવાબ આપ્યો કે સાંભળીને પતિને પણ આવશે શરમ

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">