વિવાદ: RSS પર ટિપ્પણી બાદ BJP ના કાર્યકરોએ જાવેદ અખ્તરના ઘરની બહાર કર્યું પ્રદર્શન, જાણો વિગત

|

Sep 05, 2021 | 3:21 PM

જાવેદ અખ્તર પોતાના નિવેદનોને કારણે ઘણી હેડલાઇન્સમાં રહે છે. હવે તાજેતરમાં જ તેમણે આરએસએસ વિશે એવું નિવેદન આપ્યું છે, જેનાથી ભારે હંગામો મચી ગયો છે.

વિવાદ: RSS પર ટિપ્પણી બાદ BJP ના કાર્યકરોએ જાવેદ અખ્તરના ઘરની બહાર કર્યું પ્રદર્શન, જાણો વિગત
Ram Kadam Protest Outside Javed Akhtar House Says Apologize With Folding Hands For Cooperating RSS With Taliban

Follow us on

બોલિવૂડના પ્રખ્યાત લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) ફરી એકવાર વિવાદમાં છે. જાવેદે તાજેતરમાં તાલિબાનની સરખામણી આરએસએસ (RSS), વીએચપી (VHP) અને બજરંગ દળ (Bajrang Dal) સાથે કરી હતી, જે પછી ઘણો વિવાદ થયો છે. ભાજપના કાર્યકરો જાવેદ અખ્તરના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વિવાદ વધતા સાથે જ રામ કદમે કહ્યું છે કે જાવેદ અખ્તરે પોતાનું નિવેદન પાછું ખેંચી લેવું જોઈએ અને હાથ જોડીને માફી માંગવી જોઈએ.

આ પહેલા રામ કદમે ટ્વિટ કર્યું હતું કે જ્યાં સુધી જાવેદ અખ્તર સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કરોડો કાર્યકરોની સાથે હાથ જોડીને માફી નહીં માંગે ત્યાં સુધી તેમની અને તેમના પરિવારની કોઈ ફિલ્મ રિલીઝ થવા દેવામાં આવશે નહીં.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ રામ કદમની હતી ધમકી

રામ કદમ પહેલા ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે કહ્યું હતું કે જાવેદે અફઘાનિસ્તાન અથવા પાકિસ્તાન જવું જોઈએ અને તાલિબાન વિરુદ્ધ નિવેદન આપી બતાવવું જોઈએ. આ સિવાય તેમણે જાવેદ અખ્તરે પોતાનું નિવેદન પાછું ખેંચવાની માંગ કરી છે અન્યથા કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહોની ધમકી પણ આપી છે.

જાવેદે શું કહ્યું?

એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું હતું કે RSS, VHP અને બજરંગ દળ જેવા સંગઠનો તાલિબાન જેવા છે. ભારતનું બંધારણ તેમના માર્ગમાં અવરોધ બની રહ્યું છે. જો થોડી તક આપવામાં આવે તો તેઓ હદ પાર કરવામાં અચકાશે નહીં.

ભારતમાં લઘુમતીઓની મોબ લિંચિંગ વિશે તેમણે કહ્યું હતું કે આ તાલિબાનની જેમ બનતા પહેલા ડ્રેસ રિહર્સલ હતું. આ બધા લોકો એક જ પ્રકારના છે. માત્ર તેમના નામ અલગ છે.

જાવેદ અખ્તરે કહ્યું, ‘મને લાગે છે કે જેઓ RSS, વીએચપી, બજરંગ દળ જેવી સંસ્થાઓને ટેકો આપે છે, તેઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તાલિબાન મધ્યયુગીન માનસિકતા ધરાવે છે. તેમાં કોઈ શંકા નથી. તેઓ બર્બર, તોફાની છે. પરંતુ તમે જેમને ટેકો આપી રહ્યા છો એમનામાં અને તાલિબાન વચ્ચે ક્યાં ફરક છે. ઉલટું, આમ કરીને તમે માત્ર તાલિબાની માનસિકતાને મજબૂત કરી રહ્યા છો. તમે પણ એ જ રસ્તે આગળ વધી રહ્યા છો. તેમની અને આમની માનસિકતા સમાન છે.

 

આ પણ વાંચો: RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી, જાવેદ અખ્તરના આ નિવેદન બાદ વિવાદ

આ પણ વાંચો: મનોરંજન જગતને લાગી નજર: છેલ્લા 7 મહિનામાં આ 17 શાનદાર કલાકારોએ દુનિયાને કહી દીધું અલવિદા

Next Article