Raj Kundra Case: રાજ અને શિલ્પા શેટ્ટી વચ્ચે થયો મોટો ઝઘડો, દરોડા દરમિયાન પોલીસ સામે રડી પડી અભિનેત્રી

|

Jul 25, 2021 | 11:39 PM

રાજ કુન્દ્રા (Raj Kundra) ના આ પોનોગ્રાફી કેસમાં હવે તેની પત્ની શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નું નામ પણ સામે આવી રહ્યું છે, જ્યાં 23 જુલાઈના રોજ પોલીસે અભિનેત્રીની પણ તેમના ઘરે આ વિશે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન અભિનેત્રીનો તેમના પતિ સાથે મોટો ઝઘડો પણ થયો હતો.

Raj Kundra Case: રાજ અને શિલ્પા શેટ્ટી વચ્ચે થયો મોટો ઝઘડો, દરોડા દરમિયાન પોલીસ સામે રડી પડી અભિનેત્રી
Raj Kundra, Shilpa Shetty

Follow us on

બોલિવૂડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેમના પતિ રાજ કુંદ્રા (Raj Kundra) આ દિવસોમાં ચર્ચામાં છે. જ્યાં તાજેતરમાં જ રાજની અશ્લીલતા મામલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. રાજ કુંદ્રાને 23 જુલાઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કોર્ટે તેના રિમાન્ડ 27 જુલાઇ સુધી વધાર્યા હતા. દરમિયાન પોલીસે શિલ્પા શેટ્ટીના ઘરની પણ તલાશી લીધી હતી. જ્યાં ટીમ સાથે રાજ કુંદ્રા પણ ઘરે પહોંચ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માનવામાં આવે તો શિલ્પા શેટ્ટીની ક્રાઈમ બ્રાંચ દ્વારા તેમના ઘરે કડક પૂછપરછ કરી હતી. જ્યાં શિલ્પા અને રાજને એક બીજાની બાજુમાં બેસાડવામાં આવ્યા હતા. આ દરમિયાન શિલ્પા અને રાજ વચ્ચે જોરદાર દલીલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે.

એક સમાચાર અનુસાર, શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા સાથે ઘણો ઝઘડો કર્યો હતો. રાજને ત્યાં આખી પોલીસની ટીમ સાથે લાવવામાં આવ્યો હતો. પોલીસ અને રાજને ઘરે જોઇને શિલ્પા શેટ્ટી સંપૂર્ણ રીતે હચમચી ઉઠી હતી. જ્યારે પોલીસે શિલ્પા શેટ્ટી સાથે સઘન પૂછપરછ કરી હતી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દરમિયાન અભિનેત્રી પોતાનું નિવેદન આપતી વખતે પણ રડી પડી હતી. શિલ્પાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમનું આ કેસ અને એપ સાથે કંઈ લેવા-દેવા નથી. તે પણ જાણતી ન હતી કે તેનો પતિ આવી એપ્લિકેશન બનાવી રહ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આવી સ્થિતિમાં હવે રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. મુંબઈ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે રાજની ઓફિસમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ હવે રાજ સામેના આ કેસમાં પોલીસનાં સાક્ષી બની ચુક્યા છે. જેના કારણે પોલીસનો આ કેસ હવે વધુ મજબુત બન્યો છે. રાજ કુંદ્રા હાલમાં જેલમાં છે. પોલીસ આ કેસને વધુ મજબુત બનાવવામાં વ્યસ્ત છે. જેના કારણે પોલીસ આ કેસમાં સતત કામ કરી રહી છે. કોર્ટની આગામી તારીખ પહેલાં, પોલીસ આ કેસનો વધુ ઉકેલ લાવવા માંગે છે જેથી તે રાજને સજા અપાવી શકે.

Published On - 11:33 pm, Sun, 25 July 21

Next Article