AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: રાજ કુંદ્રા કેસમાં મોટો ઘટસ્ફોટ, ક્રાઇમ બ્રાંચને મળ્યા મહત્વના પુરાવા, જાણો ચેટ રેકોર્ડમાં શું આવ્યું સામે

રાજ કુંદ્રાની સોમવાર રાત્રે 11 વાગે ધરપકડ કરવામાં આવી હતી. જે તે લગભગ ચાર કલાક સુધી મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં રહ્યો. રાત્રે મેડિકલ પ્રક્રિયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Breaking: રાજ કુંદ્રા કેસમાં મોટો ઘટસ્ફોટ, ક્રાઇમ બ્રાંચને મળ્યા મહત્વના પુરાવા, જાણો ચેટ રેકોર્ડમાં શું આવ્યું સામે
Raj Kundra to be produced in court on Tuesday (20 July, 2021)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 11:37 AM
Share

રાજ કુંદ્રાની ધરપકડ બાદ એક મોટો ખુલાસો થયો છે. મળેલી માહિતી અનુસાર વોટ્સએપ ચેટિંગનો રેકોર્ડ ક્રાઇમ બ્રાંચ પાસે આવ્યો છે. જેમાં ઘટસ્ફોટ થયો છે કે રાજ કુંદ્રાનો વોન્ટેડ આરોપી એવા પ્રદિપ બક્ષી સાથે સૌથી વધુ ચેટ રેકોર્ડ મળ્યો છે. માહિતી અનુસાર એચ એકાઉન્ટ્સ (H accounts) નામનું એક group બનાવવામાં આવ્યું હતું જેમાં તમામ વ્યવહારોની જાણ કરવામાં આવતી હતી.

આ ઉપરાંત રાજ કુંદ્રા સાથે નેરુલના અન્ય એક શખ્સની અશ્લીલ વિડીયો કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ નેરુલનો રહેવાસી રાયન જાર્ન થોર્પ જણાવવામાં આવી રહ્યું છે. તેની સામે માલવણી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસને આ કેસમાં તેની સંડોવણી હોવાની શંકા છે.

મુંબઈ ક્રાઇમ બ્રાંચે (Mumbai Crime Branch) સોમવારે મોડી રાત્રે ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી, જે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ છે. રાજ કુંદ્રા (Raj Kundra) પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે. રાજ કુંદ્રાની રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં રાખવામાં આવ્યો હતો. રાજ કુંદ્રા આજે એટલે કે મંગળવારે આ કેસમાં કોર્ટમાં હાજર થશે. હવે આ નિર્ણય કોર્ટ કરશે કે રાજ કુંદ્રાને કેટલા દિવસના રિમાન્ડ પર મોકલવો કે તેને જામીન આપવા.

રાજ કુંદ્રાની ધરપકડ બાદ તે લગભગ ચાર કલાક સુધી મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં રહ્યો. આ પછી રાજ કુંદ્રાને મોડીરાત્રે ત્રણ વાગ્યે ક્રાઇમ બ્રાંચમાંથી બહાર કાઢીને મુંબઇની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મેડિકલ થયું. જેજે હોસ્પિટલમાં મેડિકલ લીધા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજ કુંદ્રાને સાડા 4 વાગ્યે મુંબઇ પોલીસ કમિશનરની કચેરી લઈ ગઈ હતી. ત્યારથી રાજ કુંદ્રા મુંબઈ પોલીસ કમિશનરની કચેરીમાં છે.

મોડીરાત્રે કાનૂની ટીમ ક્રાઈમ બ્રાંચ પહોંચી હતી

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ તેની કાયદાકીય ટીમ પણ કામે લાગી. રાજ કુંદ્રાની કાનૂની ટીમ પણ મોડી રાત્રે ક્રાઈમ બ્રાંચની ઓફિસ પહોંચી હતી. રાજ કુંદ્રાની ધરપકડને અયોગ્ય ગણાવીને જામીન માંગવાની કુંદ્રાની કાનૂની ટીમનો પ્રયાસ હશે. હાલના સમયમાં તે જોવાનું રહ્યું કે કોર્ટ આ મામલે શું નિર્ણય લે છે.

પોર્ન ફિલ્મોનો ઉદ્યોગ ચલાવવાનો આરોપ

મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ કુંદ્રાએ આ ઉદ્યોગમાં (પોર્ન ફિલ્મોનો ઉદ્યોગ) આશરે 8 થી 10 કરોડનું રોકાણ કર્યું હતું. રાજ કુંદ્રા અને બ્રિટનમાં રહેતા તેના ભાઈએ મળીને કેનરિન નામની કંપની બનાવી. આ વિડીયો ભારતમાં શૂટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કેનરિન માટે વી ટ્રાન્સફર થકી યુકેમાં મોકલવામાં આવ્યા હતા.

રાજ સામે પૂરતા પુરાવા – CB

આપને જણાવી દઈએ કે સોમવારે મોડી રાત્રે રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા દર્શાવવા બદલ પૂછપરછ કરવામાં આવી હતી. અનેક કલાકોની પૂછપરછ બાદ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. રાજ કુંદ્રાની ધરપકડ અંગે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું કહેવું હતું કે તેમની પાસે રાજ સામે પૂરતા પુરાવા છે. ક્રાઇમ બ્રાંચનું માનવું છે કે રાજ કુંદ્રા મુખ્ય ષડયંત્રકાર છે.

આ પણ વાંચો: શું વાત છે! અસુરની સિઝન 2 માં અભિનય કરતો જોવા મળશે Indian Idol નો આ સિંગર, જાણો તેના વિશે

આ પણ વાંચો: Birthday Special: માત્ર 2 શર્ટમાં જ નસીરુદ્દીન શાહે પૂરું કરી દીધું હતું આ ફિલ્મનું શૂટિંગ, જાણો કારણ

g clip-path="url(#clip0_868_265)">