Raj Kaushal : નિધનના એક દિવસ પહેલા રાજ કૌશલની તબિયત લથડી હતી, પત્ની મંદિરાને કહ્યું હતું “મને હાર્ટ એટેક આવ્યો છે”

|

Jul 02, 2021 | 10:10 AM

Entertainment Update : મંદિરા બેદીના પતિનું બુધવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ત્યારે હાલ સામે આવ્યું છે કે, રાજ કૌશલના નિધનના એક દિવસ પહેલા તેમની તબિયત નાદુરસ્ત હતી.

Raj Kaushal : નિધનના એક દિવસ પહેલા રાજ કૌશલની તબિયત લથડી હતી, પત્ની મંદિરાને કહ્યું હતું મને હાર્ટ એટેક આવ્યો છે
ડાયરેક્ટર રાજ કૌશલ

Follow us on

Entertainment Update  : મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું 30 જૂનનાં રોજ આકસ્મિક નિધન થયું હતું. ત્યારે મળતા અહેવાલો મુજબ રાજ કૌશલની તબિયત એક દિવસ પહેલા જ બગડી હતી. જાણીતા ડાયરેક્ટરનું (Director) અચાનક અવસાન થવાથી સમગ્ર મનોરંજન જગતમાં શોકનું મોઝુ ફરી વળ્યું છે. રાજ કૌશલના મિત્ર અને મ્યુઝિક ડાયરેક્ટર (Music Director) સુલેમાન મર્ચન્ટે જણાવ્યું હતું કે, રાજને આ પહેલા પણ હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો.

મંદિરા બેદીના (Mandira bedi) પતિનું બુધવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ત્યારે હાલ સામે આવ્યું છે કે, કૌશલના નિધનના એક દિવસ પહેલા તેમની તબિયત નાદુરસ્ત હતી અને તેણે મંદિરાને કહ્યું કે, તેમને હાર્ટ એટેક આવ્યો છે. જો કે હોસ્પિટલ (Hospital) પહોંચતા પહેલા જ કૌશલનું નિધન થયું હતું.

એક મિડીયા ઈન્ટરવ્યુંમાં (Media Interview) વાત કરતાં સુલેમાને કહ્યું હતું કે, ‘મંગળવારની સાંજથી રાજની તબિયત સારી નહોતી, જે બાદ તેણે સૌ પ્રથમ એસિટિડીની દવા લીધી હતી. જ્યારે બીજા દિવસે સવારે 4 વાગ્યાની આસપાસ તેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ મંદિરાએ તેના મિત્ર આશિષ ચૌધરીની મદદથી રાજને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ રાજનું નિધન થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વધુમાં સુલેમાન (Shuleman) કહ્યું હતું કે, આ પહેલા પણ રાજને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે તેની ઉંમર 30-32 હતી. પરંતુ, હાર્ટ એટેક બાદ રાજે પોતાનું ખૂબ ધ્યાન રાખવાનું શરૂ કર્યું હતું, જેનાથી તેની તબિયતમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

રાજ સાથેની મારી મિત્રતા 25 વર્ષ જુની છે – સુલેમાન

રાજ સાથેની તેની મિત્રતા અંગે સુલેમાને કહ્યું હતું કે, “મેં મારો મિત્ર ગુમાવ્યો છે, રાજ સાથેની મારી મિત્રતા 25 વર્ષ જુની છે.” કોરોના કાળ દરમિયાન ઘણા મહિનાઓ પહેલા હું રાજના ઘરે ગયો હતો. મેં તેમની પહેલી ફિલ્મ પ્યાર મેં કભી કભી માટે સંગીત પણ આપ્યું હતું. જ્યારે અમે સંગીત આલ્બમ (Music Album)  ભૂમિ શરૂ કરી રહ્યા હતા, ત્યારે રાજે અમને તેના બંગલામાં રહેવાની ઓફર કરી હતી. જે તે શૂટિંગ માટે ભાડે આપે છે, પરંતુ અમે ત્યાં શૂટિંગ કરી શક્યા નહોતા.

ડાયરેક્ટરે કારકિર્દીની શરૂઆત લેખક તરીકે કરી હતી

રાજે 1989 માં લેખક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે પોતાની જાહેરાત પ્રોડક્શન કંપની ખોલી અને 800 જેટલી કમર્શિયલનું નિર્દેશન કર્યું હતું. આ સિવાય રાજે પ્યાર મેં કભી કભી અને શાદી કા લડ્ડુ જેવી ફિલ્મો પણ ડાયરેક્ટ કરી હતી.

Next Article