‘Radhe Shyam’ સ્ટાર પ્રભાસ શું આ વર્ષે લગ્ન કરશે? જ્યોતિષે લગ્નની કરી ભવિષ્યવાણી

|

Mar 08, 2022 | 2:34 PM

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 42 વર્ષીય અભિનેતા પ્રભાસને લઈને એવા અહેવાલો છે કે અભિનેતાના લગ્નની યોજના આ વર્ષે બની રહી છે.

Radhe Shyam સ્ટાર પ્રભાસ શું આ વર્ષે લગ્ન કરશે? જ્યોતિષે લગ્નની કરી ભવિષ્યવાણી
Radhe Shyam સ્ટાર પ્રભાસ આ વર્ષે લગ્ન કરશે
Image Credit source: Instagram

Follow us on

Radhe Shyam: ‘બાહુબલી’ (Bahubali) સુપરસ્ટાર પ્રભાસ (South Superstar Prabhas) કરોડો મહિલા ચાહકોના દિલ પર રાજ કરે છે પ્રભાસ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ‘રાધે શ્યામ’ અભિનેતા લગ્નના બંધનમાં બંધાશે. આ દિવસોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 42 વર્ષીય અભિનેતા પ્રભાસPrabhasને લઈને એવા અહેવાલો છે કે અભિનેતાના લગ્નની યોજના આ વર્ષે બની રહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલો અનુસાર જ્યોતિષ આચાર્ય વિનોદ કુમારે (Vinod Kumar) સાઉથ સુપરસ્ટાર વિશે ભવિષ્યવાણી (Prabhas Marriage Prediction) કરી છે કે તે આ વર્ષમાં ‘લગ્ન’ કરશે.

એક ઈન્ટરવ્યુમાં પણ પ્રભાસે પોતે કહ્યું હતું કે તેણે તેના પરિવારને કહ્યું હતું કે તે બાહુબલી પછી લગ્ન કરશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

જો કે આ પહેલા પ્રભાસની લવ લાઈફની પણ ભવિષ્યવાણી થઈ ચૂકી છે જે ખોટી સાબિત થઈ છે. પરંતુ હવે પ્રભાસના લગ્નને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર વાત કરતા વિનોદ કુમારે કહ્યું- ‘2022 પ્રભાસ માટે ખૂબ જ ખાસ રહેશે. બાહુબલી એક્ટર પ્રભાસના લગ્ન થઈ રહ્યા છે. પ્રભાસ ઓક્ટોબર 2022થી ઓક્ટોબર 2023 વચ્ચે લગ્ન કરી શકે છે.

આ વીડિયો શેયર કરતા જ્યોતિષીએ કહ્યું- પ્રભાસ બહુ જલ્દી લગ્ન કરી શકે છે. મારી ભવિષ્યવાણી ભારતના સૌથી હેન્ડસમ એક્ટર વિશે, જે ફિલ્મ રાધે-શ્યામમાં જોવા મળશે.

પ્રભાસ બિગ બી સાથે સ્ક્રીન શેયર કરતો જોવા મળશે

તમને જણાવી દઈએ કે પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પછી પ્રભાસ અમિતાભ બચ્ચન સાથે પણ એક પ્રોજેક્ટ કરતો જોવા મળશે. આ દિવસોમાં પ્રભાસ બિગ બી અને ફિલ્મ K પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રભાસે કહ્યું હતું કે તે અમિતાભ બચ્ચન સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે અને પોતાને નસીબદાર માને છે.

આ પણ વાંચો : Kareena Kapoor Khan Post On Women’s Day: વુમન્સ ડે પર બેબોનો છોકરીઓને ખાસ સંદેશ, કહ્યું હંમેશા તમારો નિર્ણય જ મહત્વપૂર્ણ છે

Next Article