Profit Sharing: સૂર્યવંશી માટે મલ્ટિપ્લેક્સ ચેઈન્સ-રિલાયન્સની મગજમારી, રિલીઝની તૈયારીઓ વચ્ચે ક્યારે ઉકેલાશે વિવાદ?

|

Nov 04, 2021 | 9:52 PM

રિલાયન્સ આ તમામ ચેઈન્સમાંથી પ્રથમ સપ્તાહમાં 60 ટકા આવકની માંગ કરી રહી છે. રિલાયન્સનું માનવું છે કે તેઓએ સિનેમાને ટેકો આપવા માટે લાંબા સમયથી રાહ જોઈ છે. આવી સ્થિતિમાં તેમને સમર્થન મળવું જોઈએ પરંતુ આ ચેઈન્સ માત્ર 52.5 ટકા રકમ આપવા માટે રાજી છે.

Profit Sharing: સૂર્યવંશી માટે મલ્ટિપ્લેક્સ ચેઈન્સ-રિલાયન્સની મગજમારી, રિલીઝની તૈયારીઓ વચ્ચે ક્યારે ઉકેલાશે વિવાદ?
Sooryavanshi

Follow us on

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) રિલીઝ થવામાં માત્ર એક દિવસ બાકી છે. દર્શકોની લાંબી રાહ બાદ આ ફિલ્મ મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. લાંબા સમય બાદ દેશભરના સિનેમાઘરો ધમધમશે. આ ફિલ્મને લઈને મલ્ટિપ્લેક્સ નેશનલ ચેઈન PVR, INOX, Cinépolis અને ડિસ્ટ્રીબ્યુટર રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ વચ્ચે નફાની વહેંચણી અંગેનો મુદ્દો ઉકેલાયો નથી.

 

અહેવાલો અનુસાર રિલાયન્સ આ તમામ ચેઈન્સમાંથી પ્રથમ સપ્તાહમાં 60 ટકા આવકની માંગ કરી રહી છે. રિલાયન્સનું માનવું છે કે તેઓએ સિનેમાને ટેકો આપવા માટે લાંબા સમયથી રાહ જોઈ છે. આવી સ્થિતિમાં તેમને સમર્થન મળવું જોઈએ, પરંતુ આ ચેઈન્સ માત્ર 52.5 ટકા રકમ આપવા સંમત થયા છે. આવી સ્થિતિમાં રિલાયન્સે મોટો નિર્ણય લીધો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

ફિલ્મ ’83’માંથી રિલાયન્સ 60% આવક વસૂલ કરશે

સૂત્રોનું માનીએ તો આ વિવાદ બાદ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ કોઈપણ જોખમ વિના કામ કરવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ કબીર ખાનની સ્પોર્ટ્સ બાયોપિક ’83’ માટે 60 ટકા રેવન્યુ શેરની પણ માંગ કરી રહી છે.

 

ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી હોવાથી, રિલાયન્સે નક્કી કર્યું છે કે તેમને ડિસેમ્બરમાં ફરીથી પ્રદર્શકો સામે લડવાની કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે, તેથી તેઓ નેશનલ ચેઈન્સને 60% રેવન્યુ શેરિંગ એગ્રીમેન્ટ પર અત્યારથી હસ્તાક્ષર કરવા કહે છે. પરંતુ સાંભળવામાં આવી રહ્યું છે કે આ તમામ ચેઈનોએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

 

ચાહકોને આ ફિલ્મથી છે ઘણી આશાઓ

વર્ષ 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની વાર્તા પર આધારિત આ ફિલ્મ ગયા વર્ષથી જ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ મે 2020માં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે માર્ચ 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય ફિલ્મોની જેમ ’83’ની રિલીઝ પણ મોકૂફ રાખવામાં આવી હતી.

 

હવે આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે

આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh) ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં દીપિકા પદુકોણ (Deepika Padukone) કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવશે. લગ્ન પછી આ પહેલીવાર હશે, જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

 

ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મ વર્ષ 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલી વર્લ્ડ કપ ટ્રોફીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ક્રિકેટ અને ગ્લેમર વચ્ચેનો સંબંધ પણ ઘણો જૂનો રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઉંચું કરતી અમૂલ્ય ક્ષણોને ફિલ્મ દ્વારા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

 

આ પણ વાંચો :- અહાન શેટ્ટી – તારા સુતારિયાની ફિલ્મ તડપનું પહેલું ગીત Tumse Bhi Zyada રિલીઝ, અરિજીતના અવાજનો ચાલ્યો જાદુ

 

આ પણ વાંચો :- It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની ‘સુપરસ્ટાર’

Next Article