AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની ‘સુપરસ્ટાર’

રાનીએ કહ્યું, “શરવરીની પ્રતિભા જોવા લાયક છે. તે સ્ક્રીન પર અદભૂત દેખાય છે. તેણે તેની કળાથી મને આશ્ચર્યચકિત કરી દિધી. હું માનું છું કે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. શરવરી એક નિશ્ચિત કલાકાર છે અને તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે.

It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની 'સુપરસ્ટાર'
Rani Mukerji
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 11:36 PM
Share

બંટી ઔર બબલી-2 (Bunty Aur Babli 2) ના ટ્રેલર સાથે લોકોની નજરમાં આવેલી અભિનેત્રી શરવરી વાઘ (Sharvari Wagh) માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. રાની મુખર્જી (Rani Mukerji) એ તેના વખાણ કરતા તેને આવનારા સમયની સુપરસ્ટાર ગણાવી છે.

બોલિવૂડ સ્ટાર રાની મુખર્જી ટૂંક સમયમાં સંપૂર્ણ રીબૂટેડ ફેમિલી એન્ટરટેઈનર, બંટી ઔર બબલી-2 માં વિમી ઉર્ફે બબલી તરીકે ફરીથી જોવા મળશે. આજકાલ તે નવી સુંદર અભિનેત્રી શરવરીના વખાણ કરતા થાકતી નથી. શરવરી ફિલ્મમાં નયી બબલીની ભૂમિકા ભજવી રહી છે. રાની કહે છે કે તેની ‘ટેલેન્ટ જોવા લાયક છે’ અને તે ‘સ્ક્રીન પર અદ્ભુત દેખાય છે’. રાની જેવી પ્રતિષ્ઠિત અભિનેત્રીની પ્રશંસા મેળવ્યા પછી, ઇન્ડસ્ટ્રીની તે ધારણા મજબુત થઈ ગઈ છે કે શરવરી આવનારા સમયની સ્ટાર છે.

શરવરીની ટેલેન્ટ ધમાકેદાર રાનીએ કહ્યું, “શરવરીની પ્રતિભા જોવા લાયક છે. તે સ્ક્રીન પર અદભૂત દેખાય છે. તેણે તેની કળાથી મને આશ્ચર્યચકિત કરી દિધી. હું માનું છું કે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. શરવરી એક સારી કલાકાર છે અને તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. જ્યારે તે શોટ આપી રહી હતી, ત્યારે તે સ્પષ્ટ દેખાતું હતું કારણ કે એક અભિનેત્રી તરીકે તેની કુશળતા ચમકી રહી હતી.

બંટી ઔર બબલી 2થી મળશે નવી ઓળખ તેમણે કહ્યું, “ઇન્ડસ્ટ્રીમાં નવી પ્રતિભાઓને જોઈને સારુ લાગે છે કારણ કે તેઓ આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રીને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવશે. શરવરી માટે બંટી ઔર બબલી 2 એક પરફેક્ટ લોન્ચપેડ છે. તે તેને હિન્દી ફિલ્મની હિરોઈન તરીકે મોટા પડદા પર રજૂ કરી રહી છે. સ્ક્રીન પર તેની હાજરી અદ્ભુત છે અને તે સ્ક્રીન પર ચમકી રહી છે.”

યશરાજ ફિલ્મ્સની બંટી ઔર બબલી 2 એક જબરદસ્ત કોમેડી ફિલ્મ છે, જે સમગ્ર વિશ્વમાં 19 નવેમ્બર, 2021ના રોજ રિલીઝ થઈ રહી છે. તેમાં અલગ-અલગ પેઢીના બે  આર્ટિસ્ટ જોડી, બંટી અને બબલી, એકબીજાની સામે આવે છે, જેઓ રુપ બદલવાની નિપુણતા સાથે એકબીજાને પછાડવાનો પ્રયાસ કરતા જોવા મળશે. ફિલ્મમાં રાની શરવરી સાથે સ્પર્ધા કરશે. આ મુકાબલો જોવા જેવો હશે.

રાનીને લાગે છે કે સ્ક્રીન પર તેની પ્રેઝન્સ અને એક્ટિંગ કરિશ્માની મદદથી શરવરી દર્શકોને મોહિત કરશે. તેઓ કહે છે, “તે બધાને આશ્ચર્યચકિત કરી દેશે અને આશા છે કે દર્શકો પણ તેને તેની મહેનત માટે ઘણો પ્રેમ અને સ્નેહ આપશે.”

આ પણ વાંચો :- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાએ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે કંઈક એવું કર્યું, જાણીને થઈ જશો હેરાન !

આ પણ વાંચો :- Puneeth Rajkumar ની દાન કરાયેલ આંખોથી 4 દર્દીઓને થયો લાભ, અભિનેતાના ઉમદા કામથી ચાહકો થયા ભાવુક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">