Priyanka Chopra ના પતિ Nick Jonas શૂટિંગ દરમિયાન થયા ઘાયલ, હોસ્પિટલમાં હતા દાખલ

|

May 17, 2021 | 5:58 PM

શનિવારે શૂટ દરમિયાન નિકને ઈજા થઈ હતી, ત્યારબાદ એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Priyanka Chopra ના પતિ Nick Jonas શૂટિંગ દરમિયાન થયા ઘાયલ, હોસ્પિટલમાં હતા દાખલ
Priyanka Chopra & Nick Jonas

Follow us on

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ભારતથી દૂર રહેતા હોવા છતા અહીંના સમાચારોની હેડલાઈન્સમાં હોય છે. આ બંને પણ ભારત સાથે પોતાને એટલા જ કનેક્ટ ફિલ કરાવે છે. આ દિવસોમાં તેમના ઘણા પ્રોજેક્ટ્સને કારણે પ્રિયંકા ચોપરા લંડનમાં છે, જ્યારે નિક જોનસ અમેરિકાના લોસ એન્જલસમાં વ્યસ્ત છે. રિપોર્ટ અનુસાર, એક ટીવી શોના શૂટિંગ દરમિયાન નિક ઈજાગ્રસ્ત થયા હતા.

શૂટિંગ દરમિયાન થયા હતા ઘાયલ

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

એક અહેવાલ મુજબ, શનિવારે શૂટ દરમિયાન નિકને ઈજા થઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમની ઈજા વિશે વધુ માહિતી બહાર આવી નથી.

રવિવારે નિક પાછા ઘરે આવ્યા હતા. સોમવારથી, તે ફરીથી સિંગિંગ રિયાલિટી શો ‘ધ વોઇસ’નું બાકીનું શૂટિંગ કરશે. નિક આ દિવસોમાં ‘ધ વોઇસ’ માં વ્યસ્ત છે, આ ઉપરાંત તાજેતરમાં જ તેમણે પોતાનું આલ્બમ પણ લોંચ કર્યું હતું.

કોરોના સાથેની લડતમાં પ્રિયંકાએ કરી મદદ

દેશમાં ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે લોકોની મદદ માટે પ્રિયંકા ચોપરા પણ સામે આવી હતી. પ્રિયંકા ચોપરા અને નિક જોનસે તેમના પ્રિયંકા ચોપરા ફાઉન્ડેશન દ્વારા ભંડોળ એકત્ર કર્યું. તેમના ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં અભિનેત્રીએ ‘ગ્લોબલ કમ્યુનિટિ’ ને અપીલ કરી ચુકી છે કે તેમના દેશને ટેકો આપે.

ભારતની પરિસ્થિતિને કારણે થઈ ભાવનાત્મક

તેમણે કહ્યું, ‘આપણે કાળજી લેવાની જરૂર કેમ છે? આ અત્યારે આટલુ અર્જન્ટ કેમ છે? હું લંડનમાં બેઠી છું અને ભારતમાં મારા કુટુંબીઓ અને મિત્રો પાસેથી સાંભળી રહી છું કે હોસ્પિટલોની હાલત શું છે, આઇસીયુમાં જગ્યા નથી, એમ્બ્યુલન્સ વ્યસ્ત છે, ઓક્સિજનની સપ્લાય નથી, સ્મશાનગૃહમાં લાશોની ભીડ છે કારણ કે મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. ભારત મારું ઘર છે અને ભારતમાંથી લોહી વહી રહ્યું છે.’

 

આ પણ વાંચો :- ‘ધ કપિલ શર્મા શો’ ની સુમોના ચક્રવર્તી વ્યકત કર્યું દર્દ- ‘બેરોજગાર છું ‘ 10 વર્ષથી આ રોગ સાથે સંઘર્ષ કરી રહી છું

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’ નાં નિર્માતાઓને રોજનું 3 લાખનું થઈ રહ્યું છે નુકસાન, હજુ આટલા દિવસોની શૂટિંગ છે બાકી

Next Article