Pooja Hegde થઈ કોરોના વાયરસનો શિકાર, ટ્વીટ કરીને કહ્યું – ‘હું સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહી છું’

|

Apr 26, 2021 | 12:16 PM

પૂજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ દ્વારા માહિતી આપી છે કે તે કોરોના વાયરસનો શિકાર બની છે અને હાલમાં તે હોમ ક્વોરન્ટાઇન છે.

Pooja Hegde થઈ કોરોના વાયરસનો શિકાર, ટ્વીટ કરીને કહ્યું - હું સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહી છું
Pooja Hegde

Follow us on

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસની બીજી લહેરને ટાળવી સામાન્ય લોકો તેમજ સેલેબ્સ માટે પણ મુશ્કેલ બની રહ્યું છે. ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ છે જેઓ તેનો શિકાર બન્યા છે. હવે આ સૂચિમાં અભિનેત્રી પૂજા હેગડેનું નામ પણ શામેલ થઈ ગયું છે. પૂજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ દ્વારા માહિતી આપી છે કે તે કોરોના વાયરસનો શિકાર બની છે અને હાલમાં તે હોમ ક્વોરન્ટાઇન છે.

અભિનેત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, ” બધાને હેલો …. તમને બધાને જાણ કરવા માંગુ છું કે હું કોરોના પોઝિટિવ થઈ છું. હું બધા પ્રોટોકોલોને અનુસરી રહી છું. મેં મારી જાતને આઈસોલેટ કરી દિધી છે અને હોમ ક્વોરન્ટાઇન છું. મારી વિનંતી છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ તેમના ટેસ્ટ કરાવે. હું આ ક્ષણે સ્વસ્થ થવાનો પ્રયાસ કરી રહી છું. કૃપા કરી ઘરે રહો, સુરક્ષીત રહો અને તમારી સંભાળ રાખો ‘.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

ચાલો અમે તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની બીજી લહેરના કારણે ઉદ્યોગ પર ખરાબ અસર જોવા મળી છે. બોલિવૂડના ઘણા જાણીતા ચહેરાઓ સંક્રમિત થઈ ચુકયા છે અને સ્વસ્થ થઈ ગયા છે, તો કેટલાક એવા પણ છે જે હજી સ્વસ્થ થઈ રહ્યા છે. જેમકે આમિર ખાન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, મિલિંદ સોમન, પરેશ રાવલ, સોનુ સૂદ, ગોવિંદા, નીલ નીતિન મુકેશ, તારા સુતારીયા, ભૂમિ પેડનેકર, કેટરિના કૈફ, વિકી કૌશલ જેવા નામો છે જે કોવિડ 19 સંક્રમિત થઈ ચુક્યા છે.

પૂજાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી તેલુગુ સિનેમાની જાણીતી અભિનેત્રી છે, જોકે તેમણે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેવી કે મોહનજો દારો, હાઉસફુલ 4 . હવે અભિનેત્રી ટૂંક સમયમાં રોહિત શેટ્ટી દિગ્દર્શિત ફિલ્મ ‘સર્કસ’ માં રણવીર સિંહની સાથે જોવા મળશે. આ ઉપરાંત પૂજાની આગામી ફિલ્મ ‘રાધે શ્યામ’ પણ જબરદસ્ત ચર્ચામાં છે, જેમાં અભિનેત્રી ‘બાહુબલી’ એક્ટર પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરશે.

 

આ પણ વાંચો :- Bihar: કોરોના નાઇટ કર્ફ્યુમાં ઉડાવી ધજ્જીયા, ભોજપુરી અભિનેત્રી Akshra Singh લગાવ્યા ઠુમકા, અભિનેત્રી સહિત 200 સામે કેસ દાખલ

આ પણ વાંચો :- Hrithik Roshan બનશે આ ફિલ્મમાં ગેંગસ્ટર, પોલીસની વર્દીમાં જોવા મળશે સૈફ અલી ખાન

Next Article