પહેલા જ દિવસે પઠાણ ફ્લોપ યા હિટ ? હાઉસફુલની ચર્ચાઓ વચ્ચે શું છે સત્ય, જાણો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Jan 25, 2023 | 6:05 PM

ફિલ્મ 'પઠાણ' રિલીઝના પહેલા જ દિવસે લોકોના ભારે વિરોધનો સામનો કરી રહી છે. ત્યારે પઠાણ મુવીને લઈને ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

પહેલા જ દિવસે પઠાણ ફ્લોપ યા હિટ ? હાઉસફુલની ચર્ચાઓ વચ્ચે શું છે સત્ય, જાણો
Pathan flop or hit on the first day

બોલિવૂડના બે મેગાસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ પઠાન રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિલિઝ થતાની સાથે જ ફિલ્મ જોવા માટે લોકોના એડવાન્સ બુકિંગ તેમજ સીટો ફુલ થઈ ગઈ હોવાની વાતો વચ્ચે સત્ય તો કઈ અલગ જ દેખાય રહ્યું છે. ફિલ્મના રિલિઝ પહેલા ઘણી ચર્ચાઓ ચાલી હતી કે ફિલ્મને લઈને એડવાન્સ બુકિંગ થઈ જતા ફિલ્મ જોવા માટે સીટો મળી રહી નથી તેમજ ફિલ્મ જોવા લોકો દરેક શહેરના સિનેમા હોલ શોધવા લાગ્યા છે. જે વચ્ચે ફેક્ટ ચેક કઈક અલગ જ કહી રહ્યું છે, તેમાયં ઓનલાઈન બુકિંગના આંકડા ખરેખર જોવાલાયક છે. જે દર્શાવે છે કે લોકો કિંગ ખાનની આ ફિલ્મને જોવા માંગે છે કે નહીં ?

ફિલ્મ રિલિઝના પહેલા દિવસે શું સ્થિતિ ?

ફિલ્મ ‘પઠાણ’ રિલીઝના પહેલા જ દિવસે લોકોના ભારે વિરોધનો સામનો કરી રહી છે. ત્યારે પઠાણ મુવીને લઈને ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તે બાદ પણ પઠાણ મુવી માટે ઓનલાઈન બુકિંગની વાત કરવામાં આવે તો અમદાવાદના લગભગ બધા જ સિનેમા હોલમાં આ ટિકિટ આસાનીથી મળી રહી છે પણ તેની સામે બુકિંગ ઘણુ ઓછું છે. ફિલ્મના સો માટે અનેક સીટો ખાલી જોવા મળી રહી છે. તે સાથે દેશના મેગા સિટી જેમ કે બેંગલોર, પુણે, હૈદરાબાદમાં પણ સીટ અવેલેબલ છે તેની સામે બુકિંગ ઘણુ ઓછુ છે.

પઠાણ ફિલ્મ હિટ કે ફ્લોપ?

પઠાણ ફિલ્મને લઈને એક તરફ સૌથી વધુ ટિકિટ વેચાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ બુકિંગની સીટ ખાલી જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો 250 કરોડમાં બનેલી આ ફિલ્મને પોતાનુ કોસ્ટ રિકવર કરવાનું છે, તેમજ લાંબા સમય બાદ શાહરુખની કોઈ ફિલ્મ આવી છે જેના ટાઈટલથી લઈને સોંગ, તેમજ ડાયલોગ્સને લઈને પણ વિવાદ થયો હતો.

ગુજરાતમાં ઠંડો પ્રતિસાદ

ગુજરાતમાં પઠાણના રિલિઝના પહેલા દિવસે ઠંડો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક સિનેમાઘરોમાં ઘણું ઓછું બુકિંગ જોવા મળતા ઘણી સીટ ખાલી જોવા મળી રહી છે. ત્યારે જે કહેવામાં આવી રહ્યું હતુ કે પહેલા દિવસે આટલા કરોડનું કલેક્શન થઈ જશે તેનાથી તો તદ્દન વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે દિલ્હીના પાછલા 30 વર્ષથી ડેવલપ થયેલ રોહિણી વિસ્તારના સીનેપ્લેક્સમાં અડધી સીટ ભરાયેલ જોવા મળી છે. ત્યારે પ્રાઈમ શો રાતના 8 , 9 અને 9:30ના શોની વાત કરીએ તો અડધા પણ વધુ સીટ ફુલ છે પણ હાઉસફુલ તો અહીં પણ નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati