SRKના ‘પઠાણ’ લુકના ચાહકો થયા દિવાના, દિકરી સુહાના સહિત બોલિવુડ સેલેબ્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

|

Mar 27, 2022 | 9:53 AM

શાહરૂખની આ પોસ્ટ જોઈને શાહરૂખના ચાહકોની આંખો ચાર થઈ ગઈ તો બીજી તરફ રણવીર સિંહથી લઈને વરુણ ધવન જેવા તમામ સેલેબ્સે સોશિયલ મીડિયા પર શાહરૂખના આ લુક પર પ્રતિક્રિયા આપી છે.

SRKના પઠાણ લુકના ચાહકો થયા દિવાના, દિકરી સુહાના સહિત બોલિવુડ સેલેબ્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા
Shah Rukh Khan

Follow us on

શાહરૂખ ખાનની(Actor Shahrukh Khan) ફિલ્મ’પઠાણ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચાહકોનો ઉત્સાહ જોઈને SRKએ ઈન્સ્ટા પર પોતાનો ‘પઠાણ લૂક’ પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ જોઈને શાહરૂખના ચાહકોની આંખો ચાર થઈ ગઈ તો બીજી તરફ રણવીર સિંહથી (Ranveer Singh) લઈને વરુણ ધવન  (Varun Dhawan) જેવા તમામ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા (Social Media) પર શાહરૂખના આ લુક પર પ્રતિક્રિયા આપી છે. આ સિવાય દિકરી સુહાના ખાન(Suhana Khan)  પણ શાહરૂખનો આ લુક જોઈને પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શકી નહીં.

ઓહ! મારા પપ્પા 56 વર્ષના છે….

તમને જણાવવુ રહ્યુ કે શનિવારે શાહરૂખ ખાને તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેની આ તસવીર શેયર કરી, જેને જોઈને ચાહકોએ તેની પ્રશંસા કરવાનું શરૂ કરી દીધું. માત્ર ચાહકો જ નહીં પણ સેલેબ્સે પણ આ લુક પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ સાથે દિકરી સુહાનાએ પણ શાહરૂખના આ નવા લુકની પ્રશંશા કરી છે. સુહાનાએ તેની પોસ્ટમાં 8 પેક એબ્સ સાથે શાહરૂખનો આ લુક પણ શેયર કર્યો અને કેપ્શનમાં લખ્યુ ‘ઓહ! મારા પપ્પા 56 વર્ષના છે. ઉપરાંત પત્ની ગૌરી ખાને પણ આ તસવીર શેયર કરીને કેપ્શનમાં લખ્યુ, ‘લવિંગ ધ પઠાણ વાઈબ્સ….’

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

શાહરૂખનો આ લુક જોઈને રણવીર સિંહ અને વરુણ ધવને કરી આ કોમેન્ટ

પોતાના ઈન્સ્ટા પરથી આ તસવીર શેયર કરતા શાહરૂખે કેપ્શનમાં લખ્યું ‘શાહરુખ થોડો અટકશે તો પઠાણને કેવી રીતે રોકશો? એપ્સ અને એબ્સ બધુ બનાવીશ.’ આ પોસ્ટ જોઈને એક્ટર રણવીર સિંહે પણ કોમેન્ટ કરી. SRKના એબ્સ જોયા પછી રણવીરે ફાયર ઈમોજી શેયર કર્યું તો વરુણ ધવને પણ શાહરૂખના આ લુકની પ્રશંસા કરી હતી. તેણે તાળીઓ પાડીને પ્રતિક્રિયા આપી અને ફાયર ઇમોજી શેયર કર્યા.

આ પણ વાંચો  :Ram Charan Birthday: રામ ચરણને પ્રાણીઓ સાથે છે ખાસ લગાવ, જુઓ પ્રાણીઓ સાથે અભિનેતાના કેટલાક રસપ્રદ PHOTOS

આ પણ વાંચો  : ગીતા બસરા પતિ હરભજન સિંહના રાજ્યસભા નોમિનેશનથી ખુશ, કહ્યું- લોકોને સાચા નેતાની જરૂર છે

Next Article