AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paresh Rawal Birthday Special : બેન્કમાં કરતા હતા નોકરી, મિસ ઇન્ડિયા સાથે કર્યા લગ્ન

Paresh Rawal Birthday Special : હિન્દી સિનેમા જગતમાં એક્ટિંગથી દિલ જીતનારા અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal ) આજે પોતાનો 66મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.

Paresh Rawal Birthday Special : બેન્કમાં કરતા હતા નોકરી, મિસ ઇન્ડિયા સાથે કર્યા લગ્ન
પરેશ રાવલ
Charmi Katira
| Edited By: | Updated on: May 30, 2021 | 1:21 PM
Share

Paresh Rawal Birthday Special : હિન્દી સિનેમા જગતમાં એક્ટિંગથી દિલ જીતનારા અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal ) આજે પોતાનો 66મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. છેલ્લા સાડા ત્રણ દાયકાથી એક્ટિંગની દુનિયામાં એક્ટિવ, પરેશ રાવલે પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. 30 મે 1955 ના રોજ એક ગુજરાતી પરિવારમાં જન્મેલા આ અભિનેતાનું જીવન કોઈ ફિલ્મી કહાનીથી ઓછું નથી. પરેશ રાવલની અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

પરેશ રાવલ એક ફિલ્મ નિર્માતા, અભિનેતા, હાસ્ય કલાકાર અને સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2014 થી 2019 દરમિયાન અમદાવાદના સાંસદ હતા.પરેશ રાવલે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહાન સમર્થક પણ માનવામાં આવે છે.

શું તમે જાણો છો પરેશ રાવલે પૂર્વ મિસ ઇન્ડિયા સાથે લગ્ન કર્યા છે. પરેશ રાવલે પૂર્વ મિસ ઈન્ડિયા સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની કહાની પણ કોઈ પણ ફિલ્મની કહાનીની ઓછી નથી. એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે, સ્વરૂપ સંપતનાં પિતા ઇન્ડિયન નેશનલ થિયેટરના નિર્માતા હતા. હું મારા કેટલાક મિત્રો સાથે બંગાળી નાટક જોવા ગયો હતો, જ્યાં મેં સ્વરૂપને પહેલી વાર જોઈ હતી અને હું તેના પ્રેમમાં પડ્યો હતો. ત્યાં બેસીને મેં મારા મિત્રને કહ્યું કે જોજે કે એક દિવસ આ છોકરી મારી પત્ની બનશે, ત્યારબાદ મારા મિત્રએ મને પૂછ્યું કે તને ખબર છે કે તે કોની દીકરી છે? મેં દિલથી કહ્યું હતું કે એક દિવસ તે ચોક્કસપણે મારી પત્ની બનશે. ”

પરેશ રાવલે વધુમાં કહ્યું હતું કે, આ દિવસ બાદ તેમણે સ્વરૂપ સંપત સાથે 1 વર્ષ સુધી વાત કરી નથી. પરંતુ એક દિવસ પરેશ રાવલનું નાટક જોયા બાદ સ્વરૂપ તેને મળવા આવી હતી અને પરેશને પૂછ્યું હતું કે, “અરે, તમારું નામ શું છે?” આ સવાલ પછી પરેશ અને સ્વરૂપની મુલાકાતનો સિલસિલો શરૂ થયો હતો. થોડા દિવસોમાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. આ બાદ આ પ્રેમીપંખીડાએ મુંબઈના લક્ષ્મીનારાયણ મંદિરની અંદર લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં કોઈ મંડપ ન હતો અને ફક્ત 9 પંડિતએ મંત્ર વાંચ્યા હતા.

પરેશ રાવલે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરેશ રાવલે કોમિક સાથે વિલનની ભૂમિકા પણ સારી રીતે નિભાવી છે.લોરી, ભગવાન દાદા, ખતરો કે ખિલાડી, રામ લખન, સ્વર્ગ, કિંગ અંકલ, સરદાર, દિલવાલે, અંદાઝ અપના અપના, ક્રાંતિવીર, હીરો નંબર 1, ગુપ્ત, ચાચી 420, ચાઇના ગેટ, હેરા ફેરી, ચોર મચાયે શોર , હંગામા, હલચલ, ચૂપ ચુપ કે, માલામાલ વીકલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

g clip-path="url(#clip0_868_265)">