Pankaj Tripathi બન્યા NCBના બ્રાન્ડ એમ્બેસેડર, ડ્રગ્સની વિરુદ્ધ હવે યુવાનોને કરશે જાગૃત

|

Jun 26, 2021 | 9:56 PM

દર વર્ષે 26 જૂને ઈન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ અથવા વર્લ્ડ ડ્રગ ડે મનાવવામાં આવે છે. આ દિવસે ડ્રગના ઉપયોગને રોકવા માટે આના પ્રત્યે જાગૃતિ અભિયાન યોજવામાં આવે છે.

Pankaj Tripathi બન્યા NCBના બ્રાન્ડ એમ્બેસેડર, ડ્રગ્સની વિરુદ્ધ હવે યુવાનોને કરશે જાગૃત
Pankaj Tripathi

Follow us on

અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)ને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. પંકજ ત્રિપાઠીએ ડ્રગ્સ સામે જાગૃતિ માટેનો તેમના અવાજમાં એક સંદેશ રેકોર્ડ કર્યો છે. પંકજ ત્રિપાઠીનો આ માટે એનસીબીના પટના ઝોનલ યુનિટ દ્વારા સંપર્ક કરાયો હતો.

 

પંકજ ત્રિપાઠીએ એનસીબી સાથે મિલાવ્યો હાથ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખરેખર દર વર્ષે 26 જૂને ઈન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ અથવા વર્લ્ડ ડ્રગ ડે મનાવવામાં આવે છે. આ દિવસે ડ્રગના ઉપયોગને રોકવા માટે આના પ્રત્યે જાગૃતિ અભિયાન યોજવામાં આવે છે. આ માટે પંકજ ત્રિપાઠીએ એનસીબી સાથે હાથ મિલાવ્યો છે અને ડ્રગ્સના ઉપયોગ સામે મહત્વપૂર્ણ સંદેશ આપવાનો નિર્ણય કર્યો છે.

 

યુવાનોને કરશે જાગૃત

એક ઈન્ટરવ્યુમાં વાત કરતા પંકજે કહ્યું હતું કે ‘મને લાગે છે કે જાગૃતિ દ્વારા જ આજની પેઢીને ડ્રગના ઉપયોગથી દૂર રાખી શકાય છે. આપણે ડ્રગ્સના ચુંગળમાં ફસાઈ જવાને બદલે હમેશા જીંદગીનો પોઝિટીવ પહેલુ જોવો જોઈએ. હું હંમેશાં ડ્રગ્સના ઉપયોગની વિરુદ્ધ રહ્યો છું અને હંમેશા ઉભો રહીશ. હું આશા રાખું છું કે દેશ અને દુનિયા એક દિવસ ચોક્કસપણે તેની પકડમાંથી મુક્ત થશે અને આપણી જીત થશે.

 

ડ્રગ્સ વિરુદ્ધ સંદેશ કર્યો રેકોર્ડ

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) સમજે છે કે એક અભિનેતા તરીકે તેમનો સંદેશ ઘણા લોકોને જાગૃત કરી શકે છે. પંકજે આ માટે એક વીડિયો સંદેશ રેકોર્ડ કર્યો છે જેમાં તે યુવા પેઢીને ડ્રગ્સના ઉપયોગ વિરુદ્ધ સંદેશ આપશે. વીડિયોમાં પંકજ ત્રિપાઠીએ દરેકને ડ્રગ્સથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે.

 

કદાચ તસ્વીર બદલે

આપને જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના અવસાન પછી ડ્રગ્સના કેસમાં બોલિવૂડની અનેક મોટી હસ્તીઓના નામ બહાર આવ્યા હતા, જેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી બદનામી થઈ હતી. હવે એનસીબી (NCB)ની આ પહેલમાં પંકજ ત્રિપાઠી ડ્રગ્સ વિરુદ્ધ જોડાયા પછી હવે કદાચ તસ્વીર બદલે.

 

આ પણ વાંચો :- Arjun Kapoorની બર્થડે પાર્ટીમાં પરફેક્ટ કપલ બનીને પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, સામે આવ્યા Photos

 

આ પણ વાંચો :- બોયફ્રેન્ડના પ્રેમમાં પિતા સામે બળવો કરનારી Britney Spearsને મળ્યો Rhea Chakrabortyનો સાથ, બોલી- આઝાદ કરો

Next Article