Nick Jonasએ વેલેન્ટાઈન ડે પર Priyanka Chopraને એટલા ગુલાબ મોકલ્યા કે રુમ ભરાઈ ગયો

|

Feb 15, 2021 | 6:27 PM

14 ફેબ્રુઆરીએ બધાએ તેમના જીવનસાથી સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી. તે જ સમયે, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી હસ્તીઓ માટે પણ આ દિવસ ખૂબ જ ખાસ હતો.

Nick Jonasએ વેલેન્ટાઈન ડે પર Priyanka Chopraને એટલા ગુલાબ મોકલ્યા કે રુમ ભરાઈ ગયો
Priyanka Chopra and Nick Jonas

Follow us on

14 ફેબ્રુઆરીએ બધાએ તેમના જીવનસાથી સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી. તે જ સમયે, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી હસ્તીઓ માટે પણ આ દિવસ ખૂબ જ ખાસ હતો. તમામે સોશિયલ મીડિયા દ્વારા તેમના પાર્ટનરને રોમેન્ટિક શૈલીમાં શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ પોતાના પતિ નિક જોનાસ સાથે એક તસવીર શેર કરી હતી. તે જ સમયે આ ખાસ દિવસે બંને એક સાથે ન હતા, પરંતુ બંનેએ એકબીજાને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. નિકે પ્રિયંકાને એટલા બધા ગુલાબ મોકલ્યા કે તેનો આખો રુમ જ ભરાય ગયો. પ્રિયંકા પણ આ ગુલાબ સાથે ફોટો શેર કરીને તેના પતિને મીસ કર્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખરેખર, પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ તસવીર શેર કરી છે. આ ફોટામાં પ્રિયંકા સોફા પર બેઠેલી જોવા મળી રહી છે. તેમની આસપાસ ઘણાં ગુલાબ છે, પ્રિયંકાનો આખો ઓરડો આ ગુલાબથી ભરેલો છે. સોફા પર બેઠેલી પ્રિયંકા ચહેરોને ઢાંકીને બ્લશ કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં પ્રિયંકાના રૂમમાં પણ ઘણી મીણબત્તીઓ સળગતી જોવા મળી રહી છે. એટલે કે, વેલેન્ટાઈન ડે નિમિત્તે, તેમણે એક સંપૂર્ણ રોમેન્ટિક વાતાવરણ બનાવ્યું. અહીં જુઓ પ્રિયંકા દ્વારા શેર કરેલો ફોટો-

 

આ ફોટો શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ લખ્યું હતું – ‘હું ઈચ્છું છું કે તમે અહીં હોત, ફક્ત થોડા ગુલાબ’. આ ફોટા પર પ્રિયંકાને ખુબ જલ્દીથી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. દરેક લોકો નિકની આ રોમેન્ટિક શૈલીની પ્રશંસા કરતા જોવા મળે છે. તે જ સમયે, પ્રિયંકા અને નિક બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રોમેન્ટિક ફોટો શેર કર્યો અને એકબીજાને શુભેચ્છા પાઠવી. તમને જણાવી દઈએ કે નિક આ દિવસોમાં USમાં છે, ત્યારે પ્રિયંકા ચોપરા લંડન તેના આગામી પ્રોજેક્ટ Citadelના શૂટિંગ માટે ગઈ છે.

 

આ પણ વાંચો: લોકો આ જગ્યાને ‘Place Of God’ માને છે, આજ સુધી કોઈ શોધી નથી શક્યું, કોણે બનાવી ?

Next Article