લોકો આ જગ્યાને ‘Place Of God’ માને છે, આજ સુધી કોઈ શોધી નથી શક્યું, કોણે બનાવી ?

લોકો આ જગ્યાને 'Place Of God' માને છે, આજ સુધી કોઈ શોધી નથી શક્યું, કોણે બનાવી ?
Pyramid of the Sun Teotihuacan City

આ જગ્યા એઝટેક સામ્રાજ્યના લોકોએ 14 મી સદીમાં શોધી હતી. તેને ક્યારે, કોણે અને શા માટે બનાવ્યું તે વિશે ઇતિહાસકારો પાસે કોઈ ઠોસ માહિતી નથી. તેથી, આ જગ્યા માટે લોકોમાં વધુ ને વધુ અભિરુચિ વધી રહી છે.

TV9 Gujarati

|

Feb 15, 2021 | 6:29 PM

આપની દુનિયા ઘણા ચિત્ર વિચિત્ર રહસ્યોથી ભરેલી છે, જેને આજ સુધી કોઈએ ઉકેલી શક્યું નથી. એવું નથી કે આ રહસ્યોને ક્યારેય હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી, પરંતુ જેટલી વાર આ રાહસ્યોને હલ કરવાની કોશિશ કરવામાં આવી તે એટલી જ જટિલ બનતી જે છે. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના રહસ્ય સાથે આજદિન સુધી રહસ્યો પરથી પરદો ઉઠી શક્યો નથી.

ખરેખર આવી વિચિત્ર જગ્યા મેક્સિકોમાં સ્થિત છે. આ જગ્યા ટિયોતિહુઆકન (Teotihuacan) શહેર તરીકે પણ ઓળખાય છે. આ સ્થાનને ‘Place of God’ અથવા ‘ભગવાનની જગ્યા’ પણ કહેવામાં આવે છે. આ શહેર ફક્ત પિરામિડનો ખંડેર છે. એવું કહેવામાં આવે છે કે એક સમયે આ સ્થળે 25 હજાર લોકો રહેતા હતા. આ શહેરની નિર્માણ શૈલી ગ્રીડ સિસ્ટમ પર બનાવવામાં આવ્યું છે, જેમ કે ન્યુ યોર્ક શહેર બનેલું છે.

નિષ્ણાતોના મતે, આ જગ્યા એઝટેકસ સામ્રાજ્યના લોકોએ 14 મી સદીમાં શોધી કાઢી હતી. એઝટેકસ સમુદાયને લાગતું હતું કે આ શહેર તેની જાતે બનીને તૈયાર થયું હતું. જેના કારણે આ સ્થાન આજે પણ લોકો માટે રહસ્ય બની રહ્યું છે. તેને કોણે બનાવ્યું, કેમ અને શા માટે બનાવ્યું તે વિશે ઇતિહાસકારો પાસે કોઈ સશક્ત માહિતી નથી. તેથી, આ જગ્યા માટે લોકોમાં વધુ ને વધુ અભિરુચિ વધી રહી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જગ્યા વિશે કોઈ પુસ્તકમાં કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. એવું કહેવામાં આવે છે કે એક સમયે આ શહેરમાં 25 હજાર લોકો રહેતા હતા. ઇતિહાસકારોના મતે, આ શહેરની વિશેષતા તેને તમામ સ્થળોથી અલગ બનાવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં પિરામિડની અંદર ઘણા માણસોના કંકાલ મળી આવ્યા છે. ઘણા લોકોના મતે, આ જગ્યા પર માણસોની બલિ ચડવામાં આવતી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati