The Family Man 2 ની રિલીઝ ડેટને લઈને આવ્યા નવા અપડેટ, Amazon Prime Video એ યુઝર્સને આપ્યો આ જવાબ

|

May 13, 2021 | 3:23 PM

ફેમિલી મેનની બીજી સીઝન પ્રથમ 12 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તે પહેલા તાંડવને લઈને થયેલા બબાલ પછી સિરીઝની રજૂઆત મોકૂફ રાખવામાં આવી હતી.

The Family Man 2 ની રિલીઝ ડેટને લઈને આવ્યા નવા અપડેટ, Amazon Prime Video એ યુઝર્સને આપ્યો આ જવાબ
The Family Man 2

Follow us on

એમેઝોન પ્રાઇમ વીડિયોની વેબ સિરીઝ ધ ફેમિલી મેન (The Family Man 2) ની બીજી સીઝનની રાહ તેમના ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. સિરીઝની રિલીઝ તારીખને લઈને આવી રહેલ અપડેટ્સ પર ચાહકો નજર રાખી રહ્યા છે. તે જ સમયે, એમેઝોન પ્રાઇમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ ચાહકો સતત સવાલ કરી રહ્યા છે કે બીજી સીઝન ક્યારે આવશે. જો કે, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ધ ફેમિલી મેન સિઝન 2 આવતા મહિને સ્ટ્રીમ થઈ શકે છે.

હજી તારીખની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ એમેઝોન પ્રાઇમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તત્પરતા જોવા મળી. ગુરુવારે, પ્રાઈમે ધ ફેમિલી મેનની કેટલીક તસવીરો પોસ્ટ કરી, જેમાં મનોજ બાજપેયી અને પ્રિયમાણી સાથે કેટલાક મુખ્ય પાત્રો દર્શાવવામાં આવ્યા હતા. આ તસ્વીરો પર ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સ સિરીઝની રિલીઝ ડેટ જાણવા માંગતા હતા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

યુઝર્સઓની પૂછપરછનો જવાબ એમેઝોન હેલ્પ એકાઉન્ટ દ્વારા આપવામાં આવ્યો, જેમાં જણાવ્યું હતું કે સીઝન 2 ઉનાળામાં પ્રીમિયર હશે.

 

પહેલી સીઝનમાં મનોજ બાજપેયી (Manoj Bajpayee) ની ટીમના અધિકારીની ભૂમિકા ભજવનાર અભિનેતા સન્ની હિદુજાએ એક ઈન્ટરવ્યુંમાં સંકેત આપ્યા હતો કે બીજી સીઝન અંગેની સત્તાવાર માહિતી ટૂંક સમયમાં આવી શકે છે. જોકે, તેમણે કોઈ સમયમર્યાદા સ્પષ્ટ કરી ન હતી.

 

 

 

તમને જણાવી દઈએ કે, ફેમિલી મેનની બીજી સીઝન પ્રથમ 12 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તે પહેલા તાંડવને લઈને થયેલા બબાલ પછી સિરીઝની રજૂઆત મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે એવા સમાચાર હતા કે બીજી સીઝન મેમાં આવી શકે છે. ધ ફેમિલી મેનની પ્રથમ સિઝન 20 સપ્ટેમ્બર 2019 ના રોજ સ્ટ્રીમ થઈ હતી અને તેને એક મોટી સફળતા મળી હતી.

આ જાસૂસ થ્રિલર સિરીઝમાં મનોજ બાજપેયી શ્રીકાંત તિવારીનો રોલ કરે છે, જે ગુપ્તચર સંસ્થા T.A.S.C ના વરિષ્ઠ એનાલિસ્ટ છે . શારિબ હાશમી તેમના સહાયકની ભૂમિકામાં છે. બીજી સિઝનમાં સામંથા અક્કીનેની પણ એક ખાસ પાત્રમાં જોવા મળશે.

 

આ પણ વાંચો :- Aamir Khan ના આવા પણ દિવસો હતા, જ્યારે તે ફરી ફરીને પોતાની જ ફિલ્મના લગાવતા હતા પોસ્ટરો, જુઓ VIDEO

આ પણ વાંચો :- Radhe Quick Review : એક્શનથી ભરપુર છે Salman Khan ની ‘રાધે’, જલ્દી વાંચો ફિલ્મનો પુરો રિવ્યુ

Published On - 3:20 pm, Thu, 13 May 21

Next Article