AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Net Worth: Shilpa Shetty બોલિવૂડમાં 14 વર્ષ બાદ કરવા જઇ રહી છે કમબેક, જાણો અભિનેત્રી કેટલા કરોડની છે માલીક

શિલ્પા શેટ્ટી (Shilipa Shetty) બોલીવુડમાં ફિલ્મ હંગામા 2 (Hungama 2) થી કમબેક કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે પરેશ રાવલ (Paresh Rawal) અને મીઝાન જાફરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Net Worth: Shilpa Shetty બોલિવૂડમાં 14 વર્ષ બાદ કરવા જઇ રહી છે કમબેક, જાણો અભિનેત્રી કેટલા કરોડની છે માલીક
Shilpa Shetty
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 7:50 PM
Share

બોલિવૂડ(Bollywood) અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) હંમેશાં પોતાના અભિનયથી દરેકના દિલ જીતી રહી છે. ઘણા વર્ષોના લાંબા વિરામ પછી, તે પુનરાગમન કરવા જઇ રહી છે. તેમની ફિલ્મ હંગામા 2 (Hungama 2) ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. અભિનેત્રીની સાથે શિલ્પા નિર્માતા પણ છે.

તેમની ફિટનેસ અને ડાન્સ માટે જાણીતી, શિલ્પા શેટ્ટીએ ફિલ્મ બાજીગર (Baazigar)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેના માટે તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. શિલ્પાની ફિલ્મ ઈન્ડિયને (Indian) વર્ષ 2001 માં સૌથી વધુ કમાણી કરી હતી. આજે અમે તમને શિલ્પા શેટ્ટીની નેટવર્થ વિશે જણાવીશું.

એક રિપોર્ટ અનુસાર, શિલ્પા શેટ્ટી લગભગ 134 કરોડની સંપત્તિની માલિક છે. તેમની આવકનો મુખ્ય સ્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે અને હવે ટૂંક સમયમાં ફિલ્મોથી પણ થવાની છે. કારણ કે હવે તે બોલિવૂડમાં કમબેક કરવા જઇ રહી છે, જેના કારણે તેમની નેટવર્થ આગામી વર્ષોમાં કેટલાંક ટકા વધી શકે છે. શિલ્પાએ તેમની ફિલ્મી કરિયરમાં ઘણા એવોર્ડ જીત્યા છે.

શિલ્પા શેટ્ટીનું ઘર

શિલ્પા શેટ્ટી તેના પરિવાર સાથે મુંબઇના લક્ઝરી હાઉસમાં રહે છે. અહેવાલો અનુસાર, આ મકાનની કિંમત 24 કરોડ રૂપિયા છે. આટલું જ નહીં, શિલ્પાની દેશમાં ઘણી જગ્યાએ સંપત્તિ છે.

શિલ્પા શેટ્ટીની લક્ઝરી કાર

શિલ્પા શેટ્ટી લક્ઝરી વાહનોની શોખીન છે. તેમની પાસે BMW i8, લેમ્બોરગીની સહિત ઘણાં મોંઘી ગાડીયો છે. જો રિપોર્ટ્સની માનીએ તો, શિલ્પા શેટ્ટી બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે 1 કરોડ રુપિયા લે છે. તેઓ ઘણી બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. આ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરવાથી શિલ્પાના નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી આજકાલ ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer – Chapter 4) હોસ્ટ કરતી નજરે પડે છે. તે હાલમાં નાના પડદે ખૂબ જ એક્ટિવ છે. જજ તરીકે, તેને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ હંગામા 2 (Hungama 2) 23 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મમાં તેમની સાથે પરેશ રાવલ (Paresh Rawal), મીઝાન જાફરી (Meezaan Jaffrey) અને પ્રણીતા સુભાષ (Pranitha Subhash) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. તેમના ચાહકો 14 વર્ષ પછી શિલ્પા શેટ્ટીને ફિલ્મોમાં જોવા જઇ રહ્યા છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">