AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી ફિલ્મ માટે 12 વર્ષ બાદ છોડ્યો અંજલી ભાભીનો રોલ, અગાઉ આ ફિલ્મ પણ કરી હતી નેહા મહેતાએ

નેહા મહેતાનો જન્મ 9 જૂન, 1978 માં ભાવનગરમાં થયો હતો. અને તેમણે 2001 માં ટીવી સિરિયલ ડોલર બહુથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ગુજરાતી ફિલ્મ માટે 12 વર્ષ બાદ છોડ્યો અંજલી ભાભીનો રોલ, અગાઉ આ ફિલ્મ પણ કરી હતી નેહા મહેતાએ
નેહા મહેતા
| Updated on: Jun 11, 2021 | 11:55 AM
Share

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરે છે. જોકે શોના દર્શકોની ફરિયાદ પણ ઘણી રહી છે. શોમાં ઘણા કલાકારો બદલાયા છે. જેને લઈને શોના દર્શકો હંમેશા ફરિયાદ કરતા પણ જોવા મળી રહ્યા છે. આવામાં લેખક તારક મહેતાની પત્ની અંજલી ભાભીને પણ લોકો મિસ કરતા જોવા મળે છે.

અંજલી ભાભી “ભાવનગરના”

અંજલી ભાભી તેમના સ્વીટ સ્વભાવના કારણે લોકપ્રિય છે. વર્ષો સુધી નેહા મહેતાએ આ પાત્રમાં જીવ પૂર્યો. અને 12 વર્ષ બાદ તેમણે આ પાત્રને અલવિદા કહ્યું. તાજેતરમાં જ નેહા મહેતાનો જન્મદિવસ પણ હતો. જી હા તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે નેહા મહેતાનો જન્મ 9 જૂન, 1978 માં ભાવનગરમાં થયો હતો. અને તેમણે 2001 માં ટીવી સિરિયલ ડોલર બહુથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

12 વર્ષ બાદ છોડ્યો શો

નેહા આ લોકપ્રિય કોમેડી શો સાથે 12 વર્ષથી સંકળાયેલી હતી અને ચાહકોનું મનોરંજન કરતી હતી. પરંતુ વર્ષ 2020 માં, નેહાએ શોમાંથી એક્ઝીટ લેવાનું નક્કી કર્યું. તેના નિર્ણયથી ચાહકો ચોંકી ગયા હતા. ઘણા ચાહકોએ એવી માંગ પણ કરી હતી કે અંજલી ભાભીને શોમાં પાછા લાવવા જોઈએ. પરંતુ આ શક્ય થઈ શક્યું નહીં. અફવાઓ એવી પણ ફેલાઇ હતી કે નેહાને શોના નિર્માતાઓ સાથે થોડી તકરાર થઈ છે, જેના કારણે તેણે આ શો છોડી દીધો છે.

શો છોડીને ફિલ્મો તરફની દોડ

આ બાદ નેહા મહેતાએ ખાનગી સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે મને આ શોની ઓફર કરવામાં આવી હતી, તે દરમિયાન મને બહુ વિશ્વાસ નહોતો કે હું આ ભૂમિકા કરી શકીશ. પરંતુ મેં આ શોમાં 12 વર્ષ સુધી કામ કર્યું. આ શો છોડવો મારા માટે સહેલું નહોતું. આ શો છોડ્યા પછી મને સમજાયું કે હું ઘણું વધારે કરી શકું છું અને હવે હું ગુજરાતી ફિલ્મો તરફ વળી.

ફિલ્મનું શૂટિંગ થયું પૂર્ણ

નેહા મહેતાએ કહ્યું હતું કે “મેં હમણાં જ એક ગુજરાતી ફિલની શૂટિંગ પૂરી કરી છે. તેમાં એક મોટા રોલમાં જોવા મળીશ.” તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી પરંતુ આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ પર આધારિત છે. અને નેહા મહેતાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની વાર્તા મોડર્ન નવ દુર્ગા સાથે જોડાયેલી છે.

નેહા મહેતા “બેટર હાફ”માં

બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ પહેલા પણ નેહા મહેતા ગુજરાતી ફિલ્મમાં જોવા મળી હતી. વર્ષ 2010 માં આવેલી ફિલ્મ બેટર હાફમાં નેહા મુખ્યું ભૂમિકામાં હતી. આશિષ કક્કડ દ્વારા લેખિત અને દિગ્દર્શિત આ ફિલ્મને ઘણા લોકો અર્બન સિનેમાની શરૂઆત પણ ગણાવે છે.

આ પણ વાંચો: PNB Scam માં ભાગેડુ ચોકસીની પત્ની પ્રીતિ પણ હતી ભાગીદાર! ચોંકાવનારી માહિતી આવી સામે

આ પણ વાંચો: હેકર્સે કર્યો CoWIN એપના ડેટા લીકનો દાવો, શું ખરેખર 15 કરોડ લોકોની અંગત માહિતી થઈ લીક? જાણો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">