AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

370 રૂપિયાની બિરયાની મુદ્દે સ્ટેન્ડ એપ કોમેડીયન પ્રણિત મોરે, હિમાંશુ જાંગરાને NCWનું સમન્સ, DGP ને કાર્યવાહી કરોનો આદેશ

રાષ્ટ્રીય મહિલા આયોગ પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરાને 22 જૂને સાંજે 4 વાગ્યે હાજર થવા જણાવ્યું છે. આ મામલાની ગંભીરતાને સ્વીકારતા, NCW ના અધ્યક્ષ વિજયા રાહતકરે હરિયાણાના પોલીસ મહાનિર્દેશક (DGP) ને પત્ર લખીને નિર્ધારિત સમયમર્યાદામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. કમિશને સાત દિવસની અંદર વિગતવાર 'એક્શન ટેકન રિપોર્ટ' (ATR) પણ હરિયાણાના DGP પાસે માંગ્યો છે.

370 રૂપિયાની બિરયાની મુદ્દે સ્ટેન્ડ એપ કોમેડીયન પ્રણિત મોરે, હિમાંશુ જાંગરાને NCWનું સમન્સ, DGP ને કાર્યવાહી કરોનો આદેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2026 | 7:29 PM
Share

સ્ટેન્ડઅપ કોમેડિયન અને બીગ બોસના સ્પર્ધક પ્રણિત મોરે ‘370 રૂપિયાની બિરયાની’ને લઈને એક નવા જ વિવાદમાં ફસાયો છે. પ્રણિત મોરેના શો દરમિયાન, હિમાંશુ જાંગરા નામના એક વ્યક્તિએ, એક મહિલાને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ હવે આ મામલાના સંદર્ભમાં પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા એમ બંનેને સમન્સ પાઠવ્યા છે.

હાસ્ય કલાકાર પ્રણિત મોરે હવે તેમના હાસ્ય શો દરમિયાન એક મહિલાને લઈને કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ‘370 રૂપિયાની બિરયાની’ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ આ મુદ્દાએ વિવાદ ઉભો કર્યો હતો. NCW એ હવે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા, કે જેણે મહિલાને લઈને ટિપ્પણી કરી હતી તેમને નોટિસ પાઠવવામાં આવી છે. તેમને કમિશનના કાર્યાલયમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરાને 22 જૂને સાંજે 4 વાગ્યે હાજર થવા જણાવ્યું છે. આ મામલાની ગંભીરતાને સ્વીકારતા, NCW ના અધ્યક્ષ વિજયા રાહતકરે હરિયાણાના પોલીસ મહાનિર્દેશક (DGP) ને પત્ર લખીને નિર્ધારિત સમયમર્યાદામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. કમિશને સાત દિવસની અંદર વિગતવાર ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) પણ હરિયાણાના DGP પાસે માંગ્યો છે.

કમિશન દ્વારા માંગવામાં આવેલી માહિતી

રાષ્ટ્રીય મહિલા આયોગે, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ FIR નોંધણીની સ્થિતિ, સંડોવાયેલા લોકો સામે લેવામાં આવેલી કાર્યવાહી, વાયરલ વીડિઓ પુરાવાની ચકાસણી અને પ્રમાણીકરણ અને ઘટનામાં આયોજકો, કલાકારો અને સ્થળ વ્યવસ્થાપન દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાઓ અંગે વિગતો માંગી છે.

શું છે સમગ્ર ઘટના ?

ગુડગાંવમાં પ્રણિત મોરેના સ્ટેન્ડ-અપ કોમેડી શો દરમિયાન, હિમાંશુ નામનો એક વ્યક્તિ તેના ડેટિંગ જીવનની ચર્ચા કરી રહ્યો હતો અને તેણે એક છોકરીને ડેટ પર લઈ જવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેણીને બિરયાની ખવડાવવાની વાત કહી, જેના કારણે તેને રૂપિયા 370નો ખર્ચ થયો. તેણે વધુમાં જણાવ્યું કે તેણે પૈસા ખર્ચ્યા હોવાથી, તે બદલામાં કંઈક અપેક્ષા રાખતો હતો.

તેણે દાવો કર્યો કે તે છોકરીને તેની ઇચ્છા વિરુદ્ધ અંધારાવાળા બગીચામાં લઈ ગયો હતો. શોનો વીડિયો વાયરલ થયા બાદ હિમાંશુ જાગંરા અને પ્રણિત મોરે વિવાદમાં ફસાઈ ગયા હતા. શો દરમિયાન પ્રણિત મોરે આ ટિપ્પણી અંગે હિમાંશુને અટકાવવાનું પણ યોગ્ય ના માન્યું. પરિણામે, તેમને લોકો તરફથી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.

370 Biryani: ₹370ની બિરયાની વિવાદમાં મુંબઈ પોલીસની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ, પોસ્ટ થઈ Viral

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
g clip-path="url(#clip0_868_265)">