AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Shocking: ભારતીય સિનેમામાં દિલિપકુમારનું કોઈ મોટુ યોગદાન નહીં: નસીરુદ્દીન શાહ

એક સમાચાર સંસ્થા સાથે વાત કરતાં કહ્યું કે દિલિપ કુમાર ભારતના મોટા સિતારા હતા. પરંતુ તેને હિન્દી સિનેમા અને નવા ઉભરતા કલાકારો માટે કોઈ જ યોગદાન આપ્યું નહીં.

Most Shocking: ભારતીય સિનેમામાં દિલિપકુમારનું કોઈ મોટુ યોગદાન નહીં: નસીરુદ્દીન શાહ
Naseeruddin Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 11:10 PM
Share

તાજેતરમાં જ બૉલીવુડના પીઢ અભિનેતા દિલિપ કુમાર (Dilip Kumar)નું 98 વર્ષની ઉંમરે અવસાન થયું છે. આ સમયે બોલિવુડના બેબાક અભિનેતા નસીરુદ્દીન શાહે (Naseeruddin Shah) દિલિપ કુમારના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. ખુદ નસીરુદ્દીન શાહ પણ દિલિપ કુમારના મોટા પ્રસંશક છે. પરંતુ જ્યારે ભારતીય સિનેમાની વાત આવે છે, ત્યારે તેમનું કઈક અલગ મંતવ્ય હોય છે. જ્યારે તાજેતરમાં જ એક લેખ દ્વારા આ બાબત કહી હતી.

એક સમાચાર સંસ્થા સાથે વાત કરતાં કહ્યું કે દિલિપ કુમાર ભારતના મોટા સિતારા હતા. પરંતુ તેને હિન્દી સિનેમા અને નવા ઉભરતા કલાકારો માટે કોઈ જ યોગદાન આપ્યું નહીં. તેમને કહ્યું કે દિલિપ કુમારની એક્ટિંગ નાટકીય હતી, તે તેના માપદંડોનું પાલન કરતા ન હતા. તેમને વધુમાં કહ્યું કે તેને તેમના અભિનય દ્વારા ભારતીય સિનેમામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેની નકલ કરવાની કોશિશ કેટલાય લોકો કરી રહ્યા હતા, પરંતુ તેમાં તેઓ સફળ ન હતા થતાં અને પકડાય જતા હતા.

નસીરુદ્દીન શાહ, દિલિપ કુમાર માટે લખતા કહે છે કે આટલી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ ભારતીય સિનેમામાં તેમનું કોઈ વિશિષ્ટ યોગદાન નથી. ‘જે સ્થાન પર હતા ત્યાં તેને માત્ર એક્ટિંગ સિવાય કાંઈ જ બીજું ન કર્યું તેનાથી ઊલટું તે સમાજિક કાર્યોમાં ઘણા શામેલ રહ્યા છે.

દિલિપ કુમારથી નથી થયો કોઈને ફાયદો

નસીરુદ્દીન શાહે લખ્યું છે કે દિલિપ કુમારે તેમના જીવનમાં માત્ર એક ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. જ્યારે તેમને એક પણ ફિલ્મનું નિર્દેશન પણ નથી કર્યું. આગળની પેઢી માટે તેનો અનુભવ પણ નથી મુકતા ગયા. 1970માં આવેલી તેની અમુક ફિલ્મો બાદ તેને પોતાનાથી આગળ વધનારા અભિનેતાઓ માટે કંઈ ખાસ બાકી નહોતું રાખ્યું. તેને પોતાના સ્ટારડમનો પણ ખાસ ઉપયોગ નથી કર્યો. અગર જો તે ઈચ્છી શક્યા હોત તો તે ફિલ્મો માટે ઘણું કામ કરી શક્યા હોત. પરંતુ આવું તેને કાંઈ જ ન કર્યું.

નસીરુદ્દીન શાહનો આ લેખ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા કેટલાય દિવસોથી પોતાની ખરાબ તબિયતને લઈને હોસ્પિટલમાં દાખલ હતા. જે બાદ હવે તે પોતાન ઘરે આવી ગયા છે. ટૂંક સમયમાં જ નસીરુદ્દીન શાહ આપણને પોતાના એક આગામી પ્રોજેકટમાં જોવા મળશે.

આ પણ વાંચો: જો તમે વેક્સિનના બે ડોઝ લીધા છે તો ભુજના આ બજારમાં તમને ખરીદી પર મળશે મોટુ ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો:  Monsoon Session 2021: સંસદના ચોમાસું સત્ર પહેલા કેન્દ્ર સરકારની મોટી બેઠક, રાજનાથસિંહના ઘરે મળેલી બેઠકમાં દિગ્ગજ મંત્રીઓ હાજર રહ્યા

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">