AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naacho Naacho Song: RRRનું પહેલું ગીત થયું રિલીઝ, જુનિયર એનટીઆર અને રામ ચરણ ડાન્સ કરતા મળ્યા જોવા

રામ ચરણ (Ram Charan) અને જુનિયર એનટીઆર (JR. NTR)ની ફિલ્મ RRRનું પહેલું ગીત 'નાચો નાચો' આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

Naacho Naacho Song: RRRનું પહેલું ગીત થયું રિલીઝ, જુનિયર એનટીઆર અને રામ ચરણ ડાન્સ કરતા મળ્યા જોવા
JR. NTR, Ram Charan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 6:43 PM
Share

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ આરઆરઆર (RRR)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર (JR. NTR), રામ ચરણ (Ram Charan), અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓ ફિલ્મ વિશે કંઈકને કંઈક શેર કરતા રહે છે, જેના કારણે ચાહકોમાં તેના વિશે ચર્ચા બનેલી રહે છે. હવે આ ફિલ્મનું પહેલું ગીત નાચો નાચો (Naacho Naacho) રિલીઝ થઈ ગયું છે.

નાચો નાચો ગીતનું ટીઝર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું અને આજે આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. રામ ચરણ અને જુનિયર એનટીઆર નાચો નાચો ગીતમાં ડાન્સ કરતા જોવા મળે છે. બંનેને ડાન્સ કરતા જોઈને ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.

રામ ચરણે શેર કરી પોસ્ટ

રામ ચરણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નાચો નાચો ગીતની રિલીઝ વિશે માહિતી આપી છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું- આ સામૂહિક બીટ પર ડાન્સ કરવા પર પોતાને નહીં રોકી શકો. આરઆરઆર સમૂહગીત મારા ભાઈ જુનિયર એનટીઆર સાથે આ ગીત રિલીઝ થઈ ગયું છે.

નાચો નાચો ગીત છે દમદાર

ગીતની મેલોડી ગ્રૂવી અને ઉત્સાહિત છે. વીડિયોમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર એક સાથે ડાન્સ કરતા હોવાની ઝલક પણ શેર કરવામાં આવી છે. ફિલ્મનો ભવ્ય સેટ બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યો છે. એસએસ રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે ફિલ્મની ટીમ પણ કોરિયોગ્રાફર અને અન્ય ક્રૂ મેમ્બરો સાથે વાતચીત કરતા જોઈ શકાય છે.

આ ગીતમાં દેશના સર્વશ્રેષ્ઠ ડાન્સર્સ રામ ચરણ અને જુનિયર એનટીઆરના ડાન્સ મૂવ્સ દર્શાવવામાં આવ્યા છે, જે બંને ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ પણ શેર કરશે. સમગ્ર ભારતમાં ચાહકો હકારાત્મક કમેન્ટ કરી રહ્યા છે અને રામ ચરણ અને જુનિયર એનટીઆરના ડાન્સ મૂવ્સની પ્રશંસા કરી રહ્યા છે. તે બંને દેશના સર્વશ્રેષ્ઠ ડાન્સર્સમાંના એક છે અને ચાહકોનો ઉત્સાહ તેમની ટોચ પર છે કારણ કે તેઓ સૌથી મોટી ફિલ્મનું હિટ ગીત જુએ છે જ્યાં સૌથી સારી જોડી એક સાથે તેમના ડાન્સ મૂવ્સ બતાવી રહી છે.

આઝાદી પૂર્વેના ભારત પર આધારીત આ ફિલ્મ પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામરાજુના યુવા દિવસો પરની એક કાલ્પનિક વાર્તા છે, જે અનુક્રમે જુનિયર એનટીઆર અને રામ ચરણ દ્વારા ચિત્રિત છે.

પેન સ્ટુડિયોએ સમગ્ર ઉત્તર ભારતમાં થિયેટ્રિકલ વિતરણ અધિકારો પ્રાપ્ત કર્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઈલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે. પેન મરુધર ફિલ્મને નોર્થ ટેરિટરીમાં વિતરણ કરશે. ‘RRR’ 7 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વભરના સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

આ પણ વાંચો :- શું કેટરિના કૈફ-વિક્કી કૌશલના લગ્ન માટે સલમાન ખાને મુલતવી રાખ્યું ‘ટાઈગર 3’નું શૂટિંગ?

આ પણ વાંચો :- Revealed: કામ ન મળવાના લીધે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અનિતા હસનંદાની, એકતા કપૂરની મદદે બદલી નાખ્યું જીવન

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">