Movie Review: ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ સાથે રિલીઝ થઈ Qala, જુઓ સંગીતની દુનિયાનું કાળું સત્ય

|

Dec 01, 2022 | 6:16 PM

Movie Review: ફિલ્મ 'Qala'ના મહત્વના પાત્રોએ ફિલ્મની સ્ટોરી માટે એટલી મહેનત કરી છે કે દર્શકો તેને જોવા માટે મજબૂર થઈ જશે. તમને જણાવી દઈએ કે આ એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે, આ ફિલ્મ 1 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.

Movie Review: ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ સાથે રિલીઝ થઈ Qala, જુઓ સંગીતની દુનિયાનું કાળું સત્ય
Qala Movie Review

Follow us on

મૂવી રિવ્યુ: Qala

કલાકાર : બાબિલ ખાન, તૃપ્તિ ડિમરી

નિર્દેશક : અન્વિતા દત્ત

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

જોનર: પીરિયડ સાયકોલોજિકલ થ્રિલર

રેટિંગ: 3.4

આ ફિલ્મના છે મહત્ત્વના પાત્રો

નેટફ્લિક્સ પર 1 ડિસેમ્બર એટલે કે આજે ફિલ્મ ‘Qala‘ રિલીઝ કરવામાં આવી છે. આ એક પીરિયડ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ છે, જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મથી દિવંગત એક્ટર ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાને એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું છે. તેની સાથે બુલબુલ ફેમ તૃપ્તિ ડિમરી પણ મહત્વના રોલમાં જોવા મળી રહી છે. વાત કરીએ ફિલ્મના નિર્દેશનની તો આ ફિલ્મને અન્વિતા દત્તે ડાયરેક્ટ કરી છે.

શું કહે છે ફિલ્મની સ્ટોરી?

ફિલ્મની સ્ટોરીમાં આઝાદી પછીના ભારતને દર્શાવામાં આવ્યું છે. આ સ્ટોરી સંગીતની દુનિયા સાથે જોડાયેલી છે, આ સ્ટોરી તે સમયની છે જ્યારે ભારત આઝાદ થયું હતું. તે દિવસોમાં મનોરંજન જગત કોલકાતામાં હાજર હતું. આ સ્ટોરી એક સફળ ગાયિકા પર આધારિત છે જે 40ના દાયકાની ફિલ્મોને પોતાના અવાજથી નવાઝે છે અને પોતાના ભૂતકાળ સાથે સંઘર્ષ કરી રહી છે. આ ગાયિકાનું એક કાળું અતીત છે જે તેના આજ પર અને તેના સફળ કરિયર પર હાવી થાય છે.

સ્ટોરીનો ટ્વિસ્ટ છે ઘણો ઈન્ટ્રેસ્ટિંગ

આ સિવાય સ્ટોરીમાં ગાયિકાની માતાની સ્ટોરી પણ બતાવવામાં આવી છે. જે તેની ગુરુ છે. આ દરમિયાન તેના ઘરમાં જગન નામના એક વ્યક્તિની એન્ટ્રી થાય છે જે અનાથ છે. ઉર્મિલા જી જગનને ગાયક બનાવવાનો પૂરો પ્રયાસ કરે છે. આવી પરિસ્થિતિમાં જગનને ઉર્મિલા કોલકાતાના ફેમસ સંગીતકારને મળવા લઈ જાય છે, જ્યાં જગન બીમાર થઈ જાય છે. આ પછી ધીમે ધીમે વાર્તામાં ટ્વિસ્ટ અને ટર્ન આવવા લાગે છે. આની આગળની સ્ટોરી તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે.

કેમ જોવી જોઈએ ફિલ્મ?

ફિલ્મમાં દ્રશ્યો ખૂબ જ સુંદર છે. ફિલ્મના ઘણા દ્રશ્યો કાશ્મીરમાં શૂટ કરવામાં આવ્યા છે. જે શાનદાર છે. આ સાથે જ બધા પાત્રોએ પણ મહેનતથી પોતાના પાત્રમાં જીવ આપ્યો છે. આ સિવાય દરેક પાત્રનો દેખાવ તમને 40ના દાયકામાં પાછા લઈ જવામાં મદદ કરશે. તેથી જ તમે ફિલ્મનો સંપૂર્ણ આનંદ માણી શકશો.

કલાકારોએ કરી ખૂબ મહેનત

તૃપ્તિ ડિમરીએ બુલબુલ પછી હવે વધુ એક ફિલ્મમાં પોતાના શાનદાર એક્ટિંગથી લોકોને દિવાના બનાવી લીધા છે. એક્ટ્રેસને તેની જોરદાર એક્ટિંગ માટે ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મની વાર્તા શરૂઆતથી અંત સુધી તૃપ્તિના પાત્રની આસપાસ ફરે છે. આ જ કારણ છે કે એક્ટ્રેસ પણ આ ફિલ્મનું સેન્ટર ઓફ એટ્રેક્શન છે. બાબિલ ખાનની વાત કરીએ તો તેને પણ ફિલ્મમાં પોતાના પિતા એટલે કે દિગ્ગજ એક્ટર ઈરફાન ખાનની છાપ છોડી છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે પહેલી ફિલ્મમાં એક્ટરની એક્ટિંગને લોકો કેટલી પસંદ કરે છે.

Next Article