સામ બહાદુર મુવી રિવ્યૂ: વિકીની એક્ટિંગનું જોવા મળ્યું ‘કૌશલ’, એક મહાન હિંમતવાન યુદ્ધ નાયકને જાણવા માટેની રીત છે, જોવાનું ના ચુકશો
વિકી કૌશલે સામ માણેકશોના રોલમાં અદ્ભુત અને શાનદાર રોલ ભજવ્યો છે. ફિલ્મ જોઈને સરદાર ઉધમ અને મસાનની યાદ આવી જાય એવું લાગે છે. જાણો ફિલ્મમાં શું છે ખાસ અને કઈ જગ્યાએ ખામી રહી ગઈ છે.
મુવી : સામ બહાદુર
કલાકાર : વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, નીરજ કાબી અને મોહમ્મદ ઝીશાન અયુબ વગેરે.
લેખક : ભવાની અય્યર, શાંતનુ શ્રીવાસ્તવ અને મેઘના ગુલઝાર
દિગ્દર્શક : મેઘના ગુલઝાર
રિલીઝ : 1 ડિસેમ્બર 2023
રેટિંગ : 3.5
શું છે ફિલ્મની સ્ટોરી
સામ બહાદુર ફિલ્મમાં ફિલ્ડ માર્શલ સામ માણેકશોના બાળપણથી શરૂ થયેલા જીવનને ફિલ્માવવામાં આવ્યું છે. ફિલ્મની શરૂઆતમાં આપણે જોઈ શકીએ છીએ કે, માતા-પિતાએ બાળપણમાં તેમના નામ કેમ બદલ્યા હતા. આ પછી સામ માણેકશોનું જીવન કેવી રીતે આગળ વધ્યું તે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બાળપણની વાર્તાઓ દર્શાવવામાં આવી નથી અને તે સૈન્યના સમયથી જ શરૂ થાય છે.
સામ બહાદુર સામ માણેકશાના જીવનના મહત્વના નિર્ણયો, ઈન્ડિયન આર્મી સાથેનો તેમનો ટાઈમ અને તેમના અંગત જીવનની કેટલીક સારી અને ખરાબ ક્ષણોનું નિરૂપણ કરે છે. ફિલ્મમાં કેટલીક વાર્તાઓ છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે શા માટે સામ માણેકશા ખરેખર અલગ અને અદ્ભુત હતા.
વિકીએ માહોલ બનાવ્યો છે
વિકી કૌશલ આ ફિલ્મમાં સામ માણેકશાની મુખ્ય ભૂમિકામાં છે તેમજ તેની એક્ટિંગ એટલી અદભૂત છે કે લોકો વખાણ કરતા થાકતા નથી. ફિલ્મ જોઈને સાબિત થઈ ગયું છે કે વિકી કૌશલ સરદાર ઉધમ, રાઝી અને મસાન જેવી ફિલ્મો માટે જ બન્યો છે. તે ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી, જરા હટકે જરા બચકે કે ગોવિંદા નામ મેરા માટે નથી બન્યો. વિકીએ માણેકશાના પાત્રમાં ખૂબ જ સારી રીતે જીવ રેડ્યો. તેની હાલચાલથી લઈને તેને અભિવ્યક્ત કરવાની સ્ટાઈલ અને અવાજ સુધી તેણે તે તાકાત બતાવી છે જેની ખૂબ જરૂર હતી.
View this post on Instagram
(Credit source : vicky kaushal)
સાન્યા મલ્હોત્રાએ માણેકશાની પત્ની સિલ્લુની ભૂમિકામાં
સાન્યા મલ્હોત્રાએ માણેકશાની પત્ની સિલ્લુની ભૂમિકા ભજવી છે અને તેમાં લાગણીનો સ્પર્શ જોવા મળે છે, જે સ્ક્રીન પર અંગત જીવન દર્શાવે છે. ફાતિમા સના શેખ આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે, જે વાર્તા આગળ વધે તેમ તેના અભિનયથી પાત્રને આકાર આપતી જોવા મળે છે. આ બધા સિવાય મોહમ્મદ ઝીશાન ફિલ્મમાં અય્યુબના પાત્રમાં સારો દેખાય છે પરંતુ પાછળથી ખરાબ મેક-અપ તેના પાત્રને ઢાંકી દે તેવું લાગે છે.
મુવીમાં શું સારું છે અને ક્યાં રહી કમી
ફિલ્મનું સંગીત એકદમ લાઉડ રાકવામાં આવ્યું છે અને કાનને બહુ આનંદ આપતું નથી. કારણ કે શંકર-એહસાન લોય પાસેથી અપેક્ષાઓ થોડી વધારે હોય છે. જેઓ અગાઉ મેઘના ગુલઝાર સાથે રાઝીમાં પણ કામ કરીને ચમકી ચૂક્યા છે. ફિલ્મને આગળ લઈ જવા માટે તમે ફિલ્મમાં ઘણા વાસ્તવિક ફૂટેજનો ઉપયોગ પણ જોઈ શકો છો. જેના કારણે વાર્તામાં વધારે સમય જતો હોય તેવું લાગે છે.
આ ફિલ્મનું લેખન અને કેમેરા વર્ક તેની લાઈફ છે. જો કે સામના જીવનમાં કહેવા માટે ઘણું બધું છે કે ક્યારેક એવું લાગે છે કે ફિલ્મ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં જો તમને ઈતિહાસનું ઓછું નોલેજ હશે, તો કેટલાક પ્રસંગોએ તમને ફિલ્મ સમજાશે નહીં.
સામ બહાદુર થિયેટરમાં જોઈ શકાય છે
આ ફિલ્મ પરિવાર સાથે થિયેટરોમાં જોઈ શકાય છે અને તેને જોયા પછી તમે બિલકુલ નિરાશ નહીં થાવ. મેઘના ગુલઝારે કામ સારું કર્યુ છે. જો કે કેટલીક ખામીઓ રહી જાય છે, પરંતુ પ્રેક્ષક તરીકે તેને અવગણી શકાય છે. સામ બહાદુરમાં આવા ઘણા દ્રશ્યો આવશે છે, જે તમને હસાવશે અને ગર્વનો પણ અનુભવ કરાવશે. આ બધાની વચ્ચે સામનું જીવન ચોક્કસપણે તમને પ્રેરણા આપે છે.