AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faadu Review : બે પ્રેમીઓની વાર્તા સત્યનો છે અરીસો, શું બંનેના સપના થશે પુરા?

Sony Livની નવી વેબ સિરીઝ Faadu સ્ટ્રીમ કરવામાં આવી છે. આ વેબ સિરીઝ જોતાં પહેલા, સૈયામી અને પાવેલ ગુલાટીની આ સ્ટોરીનો રિવ્યુ ચોક્કસ વાંચો.

Faadu Review : બે પ્રેમીઓની વાર્તા સત્યનો છે અરીસો, શું બંનેના સપના થશે પુરા?
Faadu review
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2022 | 8:48 AM
Share

કલાકાર : સૈયામી ખેર, પાવેલ ગુલાટી

દિગ્દર્શકઃ અશ્વિની અય્યર તિવારી

લેખકઃ સૌમ્ય જોશી

રેટિંગ : 3.5

જાણીતા નિર્દેશક અશ્વિની તિવારી ઐય્યર દ્વારા નિર્દેશિત અને એવોર્ડ વિજેતા લેખિકા સૌમ્યા જોશી દ્વારા લિખિત વેબ સિરીઝ ‘ફાડુ – અ લવ સ્ટોરી’ સોની લિવ પર રિલીઝ કરવામાં આવી છે.

આ વેબ સિરીઝમાં પાવેલ ગુલાટી અને સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અભિલાષ થપલિયાલ, અશ્વિની ભાવે અને ગિરીશ ઓક જેવા પ્રતિભાશાળી કલાકારો પણ આ શ્રેણીનો મહત્વનો ભાગ છે.

જાણો શું છે વાર્તા

વાસ્તવમાં આ વેબ સિરીઝ મંજીરી અને અભય પર ફિલ્માવવામાં આવેલી સ્ટોરી છે. અભય અને મંજીરી બંને અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે, પણ કવિતા અને સાહિત્યનું બંધન બંનેને એકબીજા તરફ આકર્ષે છે. અભય પોતાના શબ્દોમાં પોતાના વિચારો રજૂ કરે છે અને અભયને વારંવાર જોઈને મંજીરીને આવા જ કેટલાક મરાઠી કવિ યાદ આવે છે જેઓ તેના હૃદયના ઊંડાણથી લખી રહ્યા છે. કોંકણના મરાઠી પરિવારની એક છોકરી અભય દુબે નામના મુંબઈની ચાલમાં રહેતા ગરીબ પરિવારના છોકરાના પ્રેમમાં પડે છે.

બંનેની જુસ્સાદાર પ્રેમ કહાનીની સાથે એક ગરીબ પરિવારના પુત્રના મોટા સપના અને તે સપનાને પૂરા કરવા માટે તેની જીદની અસર બંનેના જીવન પર ખૂબ જ સારી રીતે બતાવવામાં આવી છે. પોતાના સપના પૂરા કરવાની આ સફરમાં આ બંને પોત-પોતાની મંઝિલ સુધી પહોંચી શકશે કે નહીં, ‘ફાડુ’ જોવી જરૂરી છે.

હંમેશની જેમ, અશ્વિની અય્યર તિવારીએ તેમની આ વાર્તાને હૃદય સ્પર્શી રીતે રજૂ કરી છે. એક તરફ કોંકણનું સૌંદર્ય અને બીજી તરફ મુંબઈની ઝૂંપડપટ્ટીઓ તેમ જ ભદ્ર મુંબઈની પોશ હવેલીઓ પણ એટલી જ ઈમાનદારીથી દર્શાવવામાં આવી છે. તમામ કલાકારોએ તેમના પાત્રોને ન્યાય આપ્યો છે. મંજીરી અને અવિનાશની સાથે અભિલાષની રોક્સી પણ યાદ આવે છે.

શા માટે Faadu જોવી જોઈએ

જો તમે કોઈ અલગ પ્રેમ કહાણી જોવા માંગતા હોવ, તો તમે ફાડુ ચોક્કસ જોઈ શકો છો.

શા માટે જોવી ન જોઈએ

જો તમને એક્સપરિમેન્ટ પસંદ નથી અને રોમ કોમમાંથી બહાર આવવા માટે સંમત નથી, તો આ વેબ સિરીઝ તમારા માટે નથી.

g clip-path="url(#clip0_868_265)">