એનિમલ મુવી રિવ્યૂ : પિતા પુત્રની છે સ્ટોરી, એક્શનમાં જોવા મળ્યો રણબીર, પણ બોબી દેઓલને….
એનિમલ મુવી રિવ્યૂ : રણબીર કપૂરનો લુક આ મુવીમાં એકદમ અલગ જ છે. અત્યાર સુધીનું સૌથી ખતરનાક અને પાવરફુલ કેરેક્ટર જોવા મળી રહ્યું છે. રણબીરે દરેક સીનમાં એવી રીતે અભિનય કર્યો છે કે, તમે તેના પરથી નજર હટાવી શકશો નહીં.
ફિલ્મ : એનિમલ
કાસ્ટ : રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી
ડાયરેક્ટર : સંદિપ રેડ્ડી વાંગા
ગીતકાર : મનોજ મુન્તાશીર, જાની, સિદ્ધાર્થ-ગરિમા, રાજ શેખર, ભૂપિન્દર, બબ્બલ, મનન ભારદ્વાજ, આશિમ કેમસન, ગુરિન્દર સાયગલ
મ્યુઝિક : વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, આશિમ કેમસન
રિલિઝ : થિએટર
રિલિઝ ડેટ : 01 Dec 2023
સ્ટાર : 4 સ્ટાર
મુવીની સ્ટોરી
એનિમલ એક મર્ડરર, શોરબકોર અને હિંસાથી ભરેલી વાર્તા છે. દર્શકોને ફિલ્મમાં કેટલાક દ્રશ્યો ખૂબ જ હિંસક લાગશે, પરંતુ તે તમને સ્ટોરી સાથે જોડાયેલા પણ રાખશે. રણવિજય (રણબીર કપૂર) તેના પિતા બલબીર સિંહની પૂજા કરે છે અને હંમેશા તેમનો પ્રેમ મેળવવાનો પ્રયત્ન કરતો રહે છે, પરંતુ એવું થતું નથી. હવે તે તેના પિતા જેવો બનવા માટે ખોટા રસ્તે જાય છે.
એક વખત એવું બને છે કે તે તેની બહેનની કૉલેજમાં બંદૂક લઈને પહોંચી જાય છે. જેથી તેને રેગિંગ કરનારાઓને પાઠ ભણાવી શકે. જો કે, તેના પિતા તેને થપ્પડ મારે છે અને તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દે છે. આ પછી જ્યારે તે પાછો આવે છે, ત્યારે વાર્તામાં પ્યાર વ્યાર ચાલુ થઈ જાય છે.
ગીતાંજલિ એટલે કે રશ્મિકા મંદાના સાથે પ્રેમમાં પડ્યા પછી જ્યારે પરિવાર કાસ્ટનો મુદ્દો ઉઠાવે છે, ત્યારે તે US પાછો જાય છે અને જ્યારે તેના પિતાને ગોળી લાગે છે. થોડાં સમય પછી તે પાછો આવે છે. હવે રણવિજયનો માત્ર દેખાવ જ નહીં પરંતુ તેનું વર્તન પણ બદલાઈ ગયું હોય છે. હવે રણવિજયનો એકમાત્ર ઉદ્દેશ્ય અબરાર હક (બોબી દેઓલ)ને મારવાનો હોય છે, જે તેના પિતાને મારવા માંગે છે.
રિવ્યૂ
તમે અર્જુન રેડ્ડી તેમજ કબીર સિંહ જોઈ હશે પણ આ એનિમલ તો તેનાથી પણ વધારે ખતરનાક છે. ભલે તમે નાની બહેનને વ્હિસ્કીને બદલે વાઇન પીવાનું કહો અને મોટી બહેન, જે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે, તેને ચૂપ રહેવાનું કહો, તો પણ તેને આવું કહીને ચીડવો છો. એક અમીર બગડેલા છોકરા તરીકે રણવિજય પોતાને તેના પિતા પછી મુખ્ય માણસ ગણે છે. તેથી જો ઘરમાં મા અથવા બહેનને કોઈ તકલીફ પડે છે તો લોકોને પાઠ ભણાવવા માટે કાયદો પણ હાથમાં લે છે.
3 કલાક 22 મિનિટ લાંબી આ ફિલ્મના ડાયલોગ્સમાં કંઈ ખાસ નથી. એવા કેટલાક દ્રશ્યો છે જે તમને લાગશે કે તેમને બતાવવાની કોઈ જરૂર નથી. જેમ કે જ્યારે રણબીર સાઈકોલોજિસ્ટ સાથે તેની સેક્સ લાઇફ વિશે ચર્ચા કરે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ઘણી સારી છે. ફર્સ્ટ હાફ તમને પકડીને રાખશે, પણ સેકન્ડ હાફ થોડો ખેંચાતો હોય તેવું દર્શકોને લાગી શકે છે.
પરફોર્મન્સ
આ ફિલ્મમાં રણબીર તેના એક અલગ જ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે એનિમલમાં જે રીતે શાનદાર અભિનય આપ્યો છે તેનાથી તમે તેની એક્ટિંગના ફેન બની જશો. તેના એક્શન સીનમાં તમને પણ તેના પર લાગણી થઈ આવશે. એક સીન છે જેમાં રણબીર એક સાથે 300 લોકોને મારી નાખે છે, તમે આ સીન પરથી નજર હટાવી નહીં શકો. રણબીરની એન્ટ્રી શાનદાર બતાવી છે.
રણબીર અને રશ્મિકાની કેમેસ્ટ્રી બધાને ગમશે, પરંતુ પાછળથી તેમાં એક ટોક્સિક લગ્ન બતાવવામાં આવ્યા છે જે લોકોને નહીં ગમે. એક સીન છે જ્યાં રશ્મિકા રણબીરને થપ્પડ મારે છે, જે ખૂબ જ સરસ છે જે એ હકીકતનો સંપૂર્ણ જવાબ છે કે હીરો છે તો પણ તે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતો.
અન્ય સ્ટાર કાસ્ટ
રણબીર સિવાય પણ એવા ઘણા સ્ટાર છે જેણે સારું પરફોર્મન્સ આપ્યું છે. તે રણબીરની એનર્જીને પૂરી સ્પર્ધા આપી રહ્યો છે. આ બંને સાથેના સીન પણ ઘણા સારા છે. બોબી દેઓલ વિશે થોડી નિરાશ છે. તે 2.5 કલાક પછી ફિલ્મમાં દેખાય છે અને તેને કોઈ પણ લાઇન બોલવા દેવામાં આવી નથી.
આ ફિલ્મમાં તેની એક્ટિંગ સંપૂર્ણપણે બરબાદ થઈ છે. જો કે જ્યારે પણ તે સ્ક્રીન પર દેખાયો ત્યારે તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને દર્શકો તરફથી પ્રશંસા મેળવી છે. બાકીના પાત્રો જેવા કે ચારુ શંકર (રણવિજયની માતા), અંસુલ ચૌહાલ, સલોની બત્રા (રણવિજયની બહેનો) બધાએ તેમની બેસ્ટ એક્ટિંગ આપી છે. તૃપ્તિ ડિમરીનો પણ રોલ સારો બતાવાવમાં આવ્યો છે.
આવું છે મ્યુઝિક
ફિલ્મના ગીતો લોકોને ગમે તેવા છે. જેમ કે સારી દુનિયા જલા દેંગે, પાપા મેરી જાન. આ સાથે ખાસ કરીને એક્શન સિક્વન્સ દરમિયાન બેકગ્રાઉન્ડમાં વાગતું સંગીત પર પણ સારું કામ કરાવમાં આવ્યું છે. એકંદરે એનિમલ એક દર્શકોનું મનોરંજન કરતી ફિલ્મ છે, પરંતુ જો તમને હિંસા અને લોહિયાળ દ્રશ્યોની સમસ્યા હોય તો ફિલ્મ જોતાં પહેલા વિચારવું જોઈએ.