Bhediya Review: ક્લાઈમેક્સમાં જોવા મળશે જબરદસ્ત ટ્વિસ્ટ, વરુ બનીને તબાહી મચાવતો જોવા મળશે વરુણ ધવન

|

Nov 25, 2022 | 4:18 PM

Bhediya Movie Review: વરુણ ધવન (Varun Dhawan) અને કૃતિ સેનનની (Kriti Sanon) ફિલ્મ 'ભેડિયા' આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

Bhediya Review: ક્લાઈમેક્સમાં જોવા મળશે જબરદસ્ત ટ્વિસ્ટ, વરુ બનીને તબાહી મચાવતો જોવા મળશે વરુણ ધવન
Bhediya

Follow us on

Bhediya Movie Review: બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનનની ફિલ્મ ‘ભેડિયા’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ આ ફિલ્મને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. વરુણ અને કૃતિએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી નથી. આ સ્ટાર્સે ભેડિયાને દરેક જગ્યાએ પ્રમોટ કરી છે. જેઓ આ ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેમના માટે અમે ફિલ્મનો રિવ્યુ લઈને આવ્યા છીએ.

ફિલ્મને મળ્યા આટલા સ્ટાર

ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ અન્ય તમામ ફિલ્મોની જેમ ‘ભેડિયા’નો પહેલો રિવ્યુ કર્યો છે. ઉમૈરે ફિલ્મ જોનારાઓ માટે આ રિવ્યુ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. તેણે આ ફિલ્મને ઠીક ગણાવીને 3.5 સ્ટાર આપ્યા છે. જો કે, અન્ય ઘણા વિવેચકોએ ફિલ્મને માત્ર 2 સ્ટાર આપ્યા છે.

ક્લાઈમેક્સ જોરદાર

ટ્વિટર પર ‘ભેડિયા’નો પહેલો રિવ્યુ શેયર કરતા ઉમૈરે લખ્યું, વિદેશથી પ્રથમ રિવ્યૂ વરુણ ધવનને એક નવા પ્રકારનું પાત્ર કરવાનો મોકો મળ્યો છે, જે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે ખરેખર શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. કૃતિ સેનને પણ સારું કામ કર્યું છે. તે એકદમ હટકે લાગે છે. કુલ જોઈએ તો તે પૈસા વસુલ ફિલ્મ છે. ફિલ્મમાં વરુણ ધવન, કૃતિ સેનન, દીપક ડોબરિયાલ, અભિષેક બેનર્જી અને પૌલિન કબાક પોતાની એક્ટિંગથી બધાને હસાવવાનો પૂરો પ્રયાસ કરતા જોવા મળે છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તે ઈન્ટરવલ પહેલા ખૂબ જ ધીમી ગતિમાં જોવા મળશે, પરંતુ ફિલ્મનો ક્લાઈમેક્સ લોકોને ખુશ કરશે. ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો દ્વારા કુદરતનો નાશ કરવામાં આવી રહ્યો છે. વરુમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે પણ જંગલમાં કોઈ સમસ્યા આવે છે, ત્યારે વરુ તેની સુરક્ષા માટે આવે છે. ફિલ્મનું VFX શાનદાર છે. જે ફિલ્મને સારું વિઝન આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભેડિયા ફિલ્મની વાર્તા દિલ્હીના રહેવાસી ભાસ્કર વિશે છે, જે કામના સંબંધમાં અરુણાચલ પ્રદેશ પહોંચે છે. અહીં તેમને રોડ બનાવવાનો છે, પરંતુ જંગલના લોકો તેમને ઝાડ કાપવા અને રસ્તા બનાવવા દેતા નથી. દરમિયાન, એક વરુ ભાસ્કર એટલે કે વરુણ પર હુમલો કરે છે. જે પછી દરરોજ રાત્રે તે વરુ બનીને તબાહી મચાવે છે.

Next Article