Mouni Roy-Sooraj Nambiar Wedding: કોણ છે સૂરજ નામ્બિયાર, જેની સાથે મૌની રોય લગ્ન કરવા જઈ રહી છે જાણો

|

Jan 27, 2022 | 11:48 AM

અભિનેત્રી મૌની રોય એક એવા માણસને મળી જેને તે વિચારતી હતી કે તેનો જીવનસાથી બની શકે છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar)છે.

Mouni Roy-Sooraj Nambiar Wedding: કોણ છે સૂરજ નામ્બિયાર, જેની સાથે મૌની રોય લગ્ન કરવા જઈ રહી છે જાણો
Mouni Roy Actress (File)

Follow us on

Mouni Roy-Sooraj Nambiar Wedding : મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે આજે એટલે કે 27 જાન્યુઆરી 2022ના રોજ લગ્ન કરવા જઈ રહી છે. મૌની રોયનો ભાવિ પતિ કોણ છે? ચાલો જાણીએ કે તેઓ શું કરે છે અને મૌની (Mouni Roy) અને સૂરજ કેવી રીતે મળ્યા. મૌની રોય એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી (TV actress) છે. મૌનીએ પોતાના કરિયરની શરૂઆત ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ શોથી કરી હતી.

અભિનેત્રી મોનીને ઓળખ એકતા કપૂરના શો ‘નાગિન’થી મળી હતી.પછી ફિલ્મ જગતમાં પણ મૌનીની નજર પડી અને તેણે અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ અને રાજકુમાર રાવ જેવા ઘણા સુપરસ્ટાર્સ સાથે એક પછી એક ફિલ્મોમાં કામ કર્યું. તેણીની કારકિર્દીમાં વધુ સારું કામ કરતી વખતે, અભિનેત્રી મૌની રોય એક એવા માણસને મળી જેને તે વિચારતી હતી કે , તેનો જીવનસાથી બની શકે છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સૂરજ નામ્બિયાર છે.

કોણ છે સૂરજ નામ્બિયાર

બિઝનેસમેન સૂરજ નામ્બિયાર (Businessman Suraj Nambiar) કર્ણાટકના બેંગ્લોરથી આવે છે. તે જૈન પરિવારનો છે. સૂરજ દુબઈ સ્થિત બેંકર અને બિઝનેસમેન છે. સૂરજે અભ્યાસ જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલમાંથી કર્યો છે. તેણે વર્ષ 2008માં બેંગ્લોરની આરવી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. તેણે સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ પૂરો કર્યો. આ પછી તેણે અશોક ઈન્ડિયામાં ઈન્ટર્ન તરીકે કામ કર્યું. જે બાદ તે દુબઈ ગયો હતો. હાલમાં સૂરજ નામ્બિયાર યુએઈમાં કેપિટલ માર્કેટના વડા છે. સૂરજની રુચિ વિશે વાત કરીએ તો, તેને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે, સૂરજ મૌની(Mouni Roy)ની જેમ તેને પણ ફરવાનું પસંદ છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ રીતે સૂરજ અને મૌની રોય મળ્યા

મૌની એકવાર વેકેશન માટે દુબઈ ગઈ હતી, ત્યારે જ મૌની નવા વર્ષની ઉજવણી કરવા દુબઈની એક ક્લબમાં એન્જોય કરી રહી હતી. ત્યાં જ તે પ્રથમ વખત સૂરજને મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સૂરજે મૌનીને પહેલીવાર જોયો ત્યારે તેને ખાતરી થઈ ગઈ હતી. વર્ષ 2019માં મૌની અને સૂરજ એક નાઈટ ક્લબમાં મળ્યા હતા. તે દિવસે બંને અજાણ્યાની જેમ એકબીજાને મળ્યા હતા, પરંતુ પછીથી બંને રોજેરોજ એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા. પછી બંને રોજ મળવા લાગ્યા. આ પછી તરત જ બંને રિલેશનશિપમાં પણ આવી ગયા અને પછી બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું.

આ પણ વાંચો- Birthday Special :જ્યારે શહનાઝ ગીલે સલમાન ખાનની સામે પોતાને પંજાબની કેટરિના કહી, સુપરસ્ટારે આપી પ્રતિક્રિયા

Next Article