સૌથી મોંઘી સ્પર્ધક બનીને ‘Bigg Boss 20’ માં એન્ટ્રી કરશે ‘મૌની રોય’? Show માટે મેકર્સે આપી ‘મોટી ઓફર’

સલમાન ખાનના ધમાકેદાર રિયાલિટી શો 'બિગ બોસ 20' ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શો શરૂ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દરરોજ નવા-નવા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. હવે ચર્ચા છે કે, TV અને Bollywood ની એક્ટ્રેસ મૌની રોય આ વખતે Bigg Boss ના ઘરમાં નજર આવી શકે છે.

સૌથી મોંઘી સ્પર્ધક બનીને Bigg Boss 20 માં એન્ટ્રી કરશે મૌની રોય? Show માટે મેકર્સે આપી મોટી ઓફર
| Updated on: Aug 19, 2026 | 8:15 PM

સલમાન ખાનના ધમાકેદાર શો ‘Bigg Boss 20’ના આગમનમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ‘Bigg Boss 20’ ને લઈને લોકોની ઉત્સુકતા સતત વધી રહી છે. રોજેરોજ ‘Bigg Boss 20’ સાથે ઇન્ડસ્ટ્રીના જાણીતા સિતારાઓના નામ જોડાઈ રહ્યા છે, જેમને Show માં જોવા માટે દર્શકો પણ આતુર છે.

તાજેતરમાં જ ‘Bigg Boss 20’ સાથે TV ની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય (Mouni Roy) નું નામ જોડાયું છે. મૌની રોય વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સે તેને સલમાન ખાનના આ Show માટે અપ્રોચ કરી છે. સાથે જ તે મૌનીને મોટી રકમ ચૂકવવા પણ તૈયાર છે.

મૌની રોય જોડાશે કે નહી? તે એક સવાલ

Bigg Boss 20 સાથે જોડાયેલી આ માહિતી ‘બીબી તક’ દ્વારા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપવામાં આવી છે. બીબી તકે તેમના સોશિયલ મીડિયા પેજ પર લખ્યું, “બ્રેકિંગ! મૌની રોયને ‘Bigg Boss 20’ માટે અપ્રોચ કરવામાં આવી છે. મેકર્સ ઈચ્છે છે કે, તે આ શોનો હિસ્સો બને અને કથિત રીતે તેઓ તેને લાવવા માટે મોટી રકમ આપવા પણ તૈયાર છે. અમને જે જાણવા મળ્યું છે તે મુજબ હજુ વાતચીત ચાલી રહી છે.”

જણાવી દઈએ કે, મૌની રોયને અગાઉ પણ ઘણી વખત ‘બિગ બોસ’ માટે અપ્રોચ કરવામાં આવી ચૂકી છે પરંતુ દર વખતે અભિનેત્રીએ ઓફર ઠુકરાવી દીધી છે. જો કે, આ વખતે મૌની રોય શોનો હિસ્સો બને છે કે નહીં? તે જોવું રસપ્રદ રહેશે.

અંગત જીવનને લઈને ચર્ચામાં રહી ‘Mouni Roy’

તમને જણાવી દઈએ કે, મૌની રોય (Mouni Roy) છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. લગ્નના ચાર વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નામ્બિયાર એકબીજાથી અલગ થઈ ગયા છે.

ખાસ વાત એ છે કે, સોશિયલ મીડિયા પર તેઓ હજુ પણ એકબીજાને ફોલો કરે છે. આ ઉપરાંત મૌની રોયનું નામ એક્ટર અર્જુન બિજલાની સાથે પણ જોડાયું હતું, જેના પર એક્ટરે નારાજગી વ્યક્ત કરી હતી.

‘Airlift’ ના ડિરેક્ટર સાથે ફરી જામશે અક્ષય કુમારની જોડી? રિયાલિસ્ટિક ફિલ્મથી આપશે ‘સરપ્રાઈઝ’

Follow Us
Loading...
Unable to load recommendations.