મલાઈકાએ કપિલને પૂછ્યું બાળકો પેદા કરવાનો સમય ક્યારે મળ્યો? હાસ્ય કલાકારે આપ્યો એવો જવાબ સાંભળીને અભિનેત્રી પણ થઈ ગઈ આશ્ચર્યચકિત

|

Oct 02, 2021 | 7:24 PM

કપિલ શર્મા પોતાની ફની સ્ટાઈલથી બધાને હસાવતા રહે છે. એટલું જ નહીં, ક્યારેક તે તેમની સામે બોલવા વાળાની બોલતી પણ બંધ કરી દે છે. પરંતુ તાજેતરમાં મલાઈકાએ કપિલ શર્માને કંઈક એવું પૂછ્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

મલાઈકાએ કપિલને પૂછ્યું બાળકો પેદા કરવાનો સમય ક્યારે મળ્યો? હાસ્ય કલાકારે આપ્યો એવો જવાબ સાંભળીને અભિનેત્રી પણ  થઈ ગઈ આશ્ચર્યચકિત
Kapil Sharma, Malaika Arora

Follow us on

મલાઈકા અરોરા (Malaika Arora) ધ કપિલ શર્મા શો (Kapil Sharma Show)ના આગામી એપિસોડમાં ટેરેન્સ લુઈસ (Terence Lewis) અને ગીતા કપૂર (Geeta Kapoor) સાથે જોવા મળશે. બંને શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર (Indias Best Dancer)ને પ્રમોટ કરવા પહોંચ્યા હતા.

 

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

આ દરમિયાન ત્રણેયે કપિલ સાથે ખૂબ મસ્તી કરી હતી. મલાઈકાએ કપિલની મજાક પણ કરી હતી. મલાઈકા કહે છે. અમારો શો સિઝનલ જેવો છે. અમે શૂટ કરીએ છીએ અને વિરામ લઈએ છીએ. તે તમારો ડેઈલી શો છે. તમે આખું વર્ષ શૂટિંગ કરો છો તો તમને બાળકો પેદા કરવાનો સમય ક્યારે મળ્યો?

 

કપિલ પણ પોતનો જવાબ તૈયાર કરીને બેઠા હતા અને કહે છે, ‘શો 9.30થી 11 વાગ્યા સુધી ચાલે છે. તે પછી, જ્યારે તેઓ સીઆઈડી ચલાવે છે, ત્યારે તે મારો સમય છે. ‘કપિલની વાત સાંભળીને દરેક મોટેથી હસવા લાગે છે. મલાઈકા પછી ટેરેન્સની પણ મજાક કરે છે કે તેમણે ગ્લાસ વગર સ્પેક્સ પહેર્યા છે. બીજી બાજુ કપિલ તેમને નોરા ફતેહીના નામે ચીડવે છે જે તેમની સાથે શો હોસ્ટ કરી ચુકી છે.

 

 

 

પહેલા પ્રોમોમાં ગીતાએ મલાઈકાની મજાક ઉડાવી હતી

અગાઉ આવેલા પ્રોમોમાં જ્યારે મલાઈકા, ગીતા અને ટેરેન્સ સાથે આવે છે ત્યારે કપિલ તેમને પૂછે છે કે તમારો કૂતરો કેસ્પર આજે તમારી સાથે આવ્યો નથી. પછી ગીતા મલાઈકાની મજાક ઉડાવે છે અને કહે છે કે જ્યારે પણ મલાઈકા જોવા મળે છે, ત્યારે તે એક મોડેલની જેમ ચાલે છે અને જ્યારે તે ફરવા જાય છે ત્યારે તે ચપ્પલ પહેરીને જાય છે.

 

પછી ટેરેન્સ વચ્ચે બોલે છે કે તે પછી જ્યારે ફોટોગ્રાફર્સ તેમની ફોટો માટે આવે છે, તે કંઈક આવા પોઝ આપે છે. જ્યારે મલાઈકા બંનેની વાત સાંભળીને ચૂપ થઈ જાય છે, ત્યારે કપિલ અને અર્ચના પૂરન સિંહ તેમનું હાસ્ય રોકી શકતા નથી.

 

કપિલે ટેરેન્સ સાથે મસ્તી કરી

કપિલ પછી ટેરેન્સને પૂછે છે કે તમે ગીતા અને મલાઈકા સાથે કામ કર્યું છે. પરંતુ શોમાં થોડા દિવસો માટે મલાઈકાની જગ્યાએ નોરા આવી ત્યારે તમને વધારે મજા આવી કે નહીં? તો ગીતા કહે છે કે, સ્પર્ધકો તે સમયે ખૂબ જ ખુશ હતા કારણ કે ટેરેન્સનું ધ્યાન પર્ફોર્મન્સ કરતાં અન્યત્ર હતું, તેથી તે કોઈના પણ પર્ફોર્મન્સ પર થયેલા ભુલને બહાર કાઢી શકતા ન હતા.

 

બધા આ વાત પર હસવા લાગ્યા. બાય ધ વે, મલાઈકા શોમાં કૃષ્ણ અભિષેક સાથે ઘણો ડાન્સ કરે છે. તે શ્રીદેવીના ગીત મેં તેરી દુષ્માન પર નાગિન ડાન્સ પણ કરે છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિવાય મલાઈકા પણ આ દિવસોમાં શો સુપરમોડેલ ઓફ ધ યર 2ને જજ કરી રહી છે.

 

 

આ પણ વાંચો:- Golden Visa: સંજય દત્ત બાદ ઉર્વશી રૌતેલાને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું છે તેના ફાયદા

 

આ પણ વાંચો:-Attack: આ ખાસ દિવસે જોન અબ્રાહમ રિલીઝ કરશે પોતાની ફિલ્મ Attack, જબરદસ્ત છે તૈયારી

Next Article