AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Manjrekar કેન્સરને હરાવીને કામ પર પરત ફર્યા, ‘બિગ બોસ મરાઠી 3’ કરશે હોસ્ટ

ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરે (Mahesh Manjrekar) તાજેતરમાં તેમના બ્લૈડર કેન્સર માટે સર્જરી કરાવી છે. સર્જરી બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે ઘરે આરામ કરી રહ્યા છે.

Mahesh Manjrekar કેન્સરને હરાવીને કામ પર પરત ફર્યા, 'બિગ બોસ મરાઠી 3' કરશે હોસ્ટ
Mahesh Manjrekar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 8:57 PM
Share

અભિનેતા-ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર (Mahesh Manjrekar) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેઓ બ્લૈડર કેન્સરથી પીડિતા હતા, જે બાદ તેમણે તાજેતરમાં સર્જરી કરાવી છે. સર્જરી બાદ મહેશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તે ઘરે આરામ કરી રહ્યા છે. તબિયતમાં સુધારો થયા બાદ મહેશ કામ પર પરત ફર્યા છે.મહેશ માંજરેકર બિગ બોસ મરાઠી 3 ને હોસ્ટ કરવા જઈ રહ્યા છે. શોનો પ્રોમો પણ સામે આવ્યો છે. જેમાં મહેશ માંજરેકર નજરે પડે છે. મહેશે બિગ બોસ મરાઠીની પ્રથમ બે સીઝન પણ હોસ્ટ કરી ચુક્યા છે.

નવા અવતારમાં જોવા મળ્યા

સર્જરી પછી, મહેશ કામ પર પાછા ફર્યા છે અને સંપૂર્ણપણે અલગ અવતારમાં જોવા મળે છે. અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું હતું કે મહેશ તેમની સર્જરીને કારણે બિગ બોસ મરાઠીની આ સિઝનને હોસ્ટ કરી શકશે નહીં પરંતુ હવે નિર્માતાઓએ પુષ્ટિ કરી છે.

પ્રોમોમાં મહેશ માંજરેકર (Mahesh Manjrekar) સાવ અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા છે. તેમનો લુક ચાહકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તે નવી થીમ સાથે લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. કલર્સ મરાઠી પર 19 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ બિગ બોસ મરાઠી 3 નું ભવ્ય પ્રીમિયર થવાનું છે. શોના દૈનિક એપિસોડ 9:30 વાગ્યે આવશે. બિગ બોસ મરાઠી 100 દિવસ ચાલશે.

આ સ્પર્ધકો ભાગ હશે

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બિગ બોસ મરાઠી 3 માં સંગ્રામ સમૈલ, દીપ્તિ દેવી શોનો ભાગ બનવા જઈ રહ્યા છે. આ સિવાય નેહા ખાન, સુયશ તિલક, રસિકા સુનીલ જેવા ઘણા સ્પર્ધકો શોનો ભાગ બની શકે છે. જો કે, સ્પર્ધકો વિશે હજી સુધી કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી.

દીકરીએ આપ્યું હતું હેલ્થ અપડેટ

મહેશ માંજરેકરની હેલ્થ અપડેટ વિશે વાત કરતા, તાજેતરમાં તેમની પુત્રી સઈએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પિતાની તબિયત પહેલા કરતા સારી છે. સ્વસ્થ થયા પછી, તે પોતે બધા સાથે તેમના અનુભવ વિશે શેર કરશે. હું એટલું જ કહેવા માંગુ છું કે તે ખૂબ જ મજબૂત છે અને મને તેમના પર ગર્વ છે.

આ પણ વાંચો:- New Song: ‘ભૂત પોલીસ’નું ટાઈટલ ટ્રેક ‘આઈ આઈ ભૂત પોલીસ’ રિલીઝ, જેકલીન સાથે સૈફ અને અર્જુને મચાવ્યો ધમાલ

આ પણ વાંચો:- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

g clip-path="url(#clip0_868_265)">