‘Antim’ અને ‘Sooryavanshi’ની બોક્સ ઓફિસ પર ક્લેશ પર મહેશ માંજરેકરે કહ્યું – પહેલા પણ થયું છે આવું

|

Sep 28, 2021 | 9:18 PM

ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ' (Antim: The Final Truth) મરાઠી ફિલ્મ 'મુલશી પેટર્ન'ની રિમેક છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી 'મુલશી પેટર્ન' પ્રવીણ તરડે દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

Antim અને Sooryavanshiની બોક્સ ઓફિસ પર ક્લેશ પર મહેશ માંજરેકરે કહ્યું - પહેલા પણ થયું છે આવું
Antim, Sooryavanshi

Follow us on

સલમાન ખાન (Salman Khan) અને આયુષ શર્મા (Ayush Sharma)ની ફિલ્મ ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ (Antim: The Final Truth)ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રથમ વખત સલમાન ખાન તેમના બનેવી આયુષ શર્મા સાથે બે બે હાથ કરતા જોવા મળશે.

 

આવી સ્થિતિમાં ફિલ્મ રિલીઝ પહેલા તેના દિગ્દર્શક મહેશ માંજરેકરે (Mahesh Manjrekar) દિલની વાત કરી છે. અંતિમ: ધ ફાઈનલ ટ્રુથના નિર્દેશક મહેશ માંજરેકરે વચન આપ્યું છે કે દર્શકોને તેમની ફિલ્મમાં સલમાન ખાન અને આયુષ શર્મા સંપૂર્ણપણે અલગ રુપમાં જોવા મળશે, આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

અંતિમ વિશે મહેશ માંજરેકરે શું કહ્યું છે?

એક સમાચાર અનુસાર સલમાન ખાન અને આયુષ શર્મા વિશે વાત કરતા મહેશ માંજરેકરે કહ્યું છે કે હું તમને ખાતરી આપું છું કે ફિલ્મમાં તમને એક અલગ આયુષ અને સલમાન જોવા મળશે. તે એક મોટું સરપ્રાઈઝ બનવા જઈ રહ્યું છે અને તમે જોશો કે સલમાન ખાને આ રોલ માટે પોતાને કેવી રીતે ઘડ્યા છે.

 

દિગ્દર્શકે કહ્યું છે કે સલમાન ખાને ફિલ્મમાં અદ્ભુત કામ કર્યું છે અને તમે માનશો નહીં કે તમે તે જ આયુષને જોઈ રહ્યા છો, જે અગાઉ પણ એક ફિલ્મમાં દેખાયા હતા. મહેશને જ્યારે તે પૂછવામાં આવ્યું કે શું અંતિમમાં સલમાન ખાન મહેમાન ભૂમિકામાં છે તો તેમણે કહ્યું હતું કે તે ફુલ ભુમિકા વાળુ કેરેક્ટર છે અને તે તેમના અભિનયથી દર્શકોને આશ્ચર્યચકિત કરશે.

 

સૂર્યવંશી સાથે ક્લેશ પર બોલ્યા મહેશ

નવેમ્બરમાં રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ સાથે ‘અંતિમ’ બોક્સ ઓફિસ પર રજૂ થશે. આવી સ્થિતિમાં ફિલ્મની ક્લેશ વિશે વાત કરતી વખતે તેમણે કહ્યું છે કે અંતિમ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થઈ રહી છે, પરંતુ અમારે હજી તારીખ નક્કી કરવાની બાકી છે. ભૂતકાળમાં પણ બે મોટી ફિલ્મો પડદા પર ઘણી વખત અથડાઈ છે.

 

ફિલ્મો દ્વારા ઘણું બધું દાવ પર લાગ્યું છે અને ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે બે ફિલ્મો એક જ રિલીઝ ડેટ પર ટકરાઈ હોય અને છતાં બંનેએ સારું પ્રદર્શન કર્યું હોય. આવી સ્થિતિમાં અમે આશા રાખીએ છીએ કે અંતિમ સૂર્યવંશી સાથે ટકરાશે તો પણ તે સારું પ્રદર્શન કરશે.

 

 

આ પણ વાંચો :-Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહ પર બનેલી છે આ બોલીવુડ ફિલ્મો, દરેકને પ્રેક્ષકોનો મળ્યો જબરદસ્ત પ્રેમ

 

આ પણ વાંચો :- Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા

Next Article