તમન્ના ભાટિયા મુશ્કેલીમાં ! મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો

|

Apr 25, 2024 | 12:27 PM

મહારાષ્ટ્ર સાયબર સેલે તમન્ના ભાટિયાને સમન્સ મોકલ્યું છે. હવે અભિનેત્રી તમન્નાને મહારાષ્ટ્ર સાયબર દ્વારા ફેરપ્લે એપ પર IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. અહીં જાણો શું છે સમગ્ર મામલો..

તમન્ના ભાટિયા મુશ્કેલીમાં ! મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો
Tamannaah Bhatia

Follow us on

સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ ફેન્સના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી તમન્ના ભાટિયા મુશ્કેલીમાં મુકાઈ છે. અભિનેત્રી તમન્ના ભાટિયા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.અભિનેતા સંજય દત્ત બાદ હવે તમન્ના ભાટિયાનું નામ પણ ગેરકાયદે IPL મેચ સ્ટ્રીમિંગ કેસમાં સામેલ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સાયબર સેલે તમન્નાને સમન્સ મોકલ્યું છે.

મળતી માહિતા મુજબ આ મામલે અભિનેત્રીને મહારાષ્ટ્ર સાયબર બ્રાન્ચ દ્વારા 29 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. જ્યાં તેને આ મામલે પ્રશ્નો પૂછવામાં આવશે. આ મામલે તમન્નાની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

તમન્નાને સાયબર સેલે મોકલ્યું સમન્સ

પ્રાપ્ત માહિતી અનુસાર, ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સંબંધિત મામલામાં તમન્નાની પૂછપરછ કરવામાં આવશે, જેના કારણે વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. એવું માનવામાં આવે છે કે તેને સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહ્યો છે. પૂછપરછ દરમિયાન, અભિનેત્રીને પૂછવામાં આવશે કે ફેરપ્લે માટે તેનો કોણે સંપર્ક કર્યો હતો અને તેના માટે તેને કેટલા પૈસા આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તમન્ના ભાટિયાએ ફેરપ્લેનું પ્રમોશન કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

ANIએ પોતાના ટ્વીટ દ્વારા આ જાણકારી દરેક સાથે શેર કરી છે. જો કે, આ કેસમાં માત્ર તમન્નાનું નામ સામેલ નથી, પરંતુ તેના પહેલા સંજય દત્તને પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જેના પર સંજય દત્તે કહ્યું કે તે હાલમાં મુંબઈમાં હાજર નથી, જેના કારણે તે આપેલી તારીખે હાજર થઈ શકશે નહીં. સંજય દત્તે નિવેદન નોંધવા માટે બીજી તારીખ અને સમયની માંગણી કરી છે.

તમન્ના વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

એક રિપોર્ટ અનુસાર, વાયાકોમે અભિનેત્રી વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર સેલમાં આ ફરિયાદ નોંધાવી છે. આટલું જ નહીં આ કેસમાં તમન્ના અને સંજય દત્ત પહેલા રેપર બાદશાહનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ફેર પ્લેના કારણે વાયાકોમને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ સમગ્ર મામલો મહાદેવ બેટિંગ એપની સિસ્ટર એપ ફેરપ્લેના પ્રમોશનને લઈને સમન્સ મોકલ્યું છે. હવે આ કેસમાં તમન્ના ભાટિયાએ 29મી એપ્રિલે સાયબર બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે. મહારાષ્ટ્ર સાયબરે અભિનેત્રી તમન્નાને ફેરપ્લે એપ પર IPL 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવી છે.

Published On - 12:26 pm, Thu, 25 April 24

Next Article