આલિયાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ડિજિટલ રાઇટ્સ માટે આ OTT પ્લેટફોર્મેં ચૂકવી મોટી રકમ

આલિયાની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ડિજિટલ રાઇટ્સ માટે આ OTT પ્લેટફોર્મેં ચૂકવી મોટી રકમ
ગંગૂબાઈ કાઠિયાવાડી

જાણવા મળ્યું છે કે ગંગૂબાઈ કાઠીયાવાડી ફિલ્મના ડીજીટલ રાઈટ્સ OTT પ્લેટફોર્મ નેટફલિક્સે ખરીદ્યા છે. અને આ માટે તેણે મોટી રકમ પણ ચૂકવી છે.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Feb 03, 2021 | 3:21 PM

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી વિશે મોટો સમાચાર આવ્યા છે. રિલીઝ બાદ ફિલ્મના ડિજિટલ રાઇટ્સને OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે. નેટફ્લિક્સે ફિલ્મના રાઇટ્સ ખરીદવા માટે મોટી રકમ ચૂકવી છે.

ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મ એસ હુસેન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઇના એક પ્રકરણ પર આધારિત છે. આલિયા આ ફિલ્મમાં ગંગુબાઈની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ પેનેડેમિકને કારણે રિલીઝ મોકૂફ રાખવામાં આવ્યું. 1 જાન્યુઆરીએ, ભણસાલી પ્રોડક્શન્સે 2021 માં ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝના સંકેત આપ્યા હતા. પ્રોડક્શન હાઉસે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું – સાહસી અને નીડર 2021 માં રાજ કરવા તૈયાર છે. આંખની જ્યોત સાથે તેની શૈલી જોખમી છે. આવનારા વર્ષમાં રાજ કરશે.

https://twitter.com/bhansali_produc/status/1344922852881960963

ખાનગી ન્યૂઝ ચેનલના રીપોર્ટ અનુસાર ગંગૂબાઈ કાઠીયાવાડીના પોસ્ટ રિલીઝ ડીજીટલ રાઈટ્સ માટે નેટફલિક્સે 70 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. રિપોર્ટ અનુસાર આ ડીલ હજુ પેપર પર પેન્ડિંગ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ અને સંજય લીલા ભણસાલીની વેલ્યુનાં કારણે નેટફ્લિક્સ આટલી મોટી રકમ ખર્ચ કરી રહ્યું છે. આ ફિલ્મમાં શાંતનુ મહેશ્વરી, સીમા પહવા અને વિજય રાઝ જેવા કલાકારો છે. તે જ સમયે અજય દેવગન, ઇમરાન હાશ્મી અને હુમા કુરેશી પણ ખાસ ભૂમિકામાં જોવા મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati