AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rubina Dilaik: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રૂબીના દિલૈક કરોડોની છે માલિક, એક જાહેરાતના લે છે આટલા લાખ

ટીવીની પ્રખ્યાત પુત્રવધૂ રૂબીના દિલૈક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ માટે પોસ્ટ્સ શેર કરતી રહે છે. ચાલો તમને આજે તેની નેટવર્થ વિશે જણાવી દઈએ.

Rubina Dilaik: ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રૂબીના દિલૈક કરોડોની છે માલિક, એક જાહેરાતના લે છે આટલા લાખ
Know the net worth of famous indian tv actress rubina dilaik
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 10:43 AM
Share

ટીવી અભિનેત્રી રૂબીના દિલૈકે (Rubina Dilaik) પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે. તેણી દર વખતે તેના પ્રદર્શનમાં જીવ રેડી દે છે. રૂબીનાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તે બિગ બોસ 14 નો ભાગ બની અને તેણે તેના નામે ટ્રોફી કરી. આ શો બાદ રૂબીનાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. આજે (26 ઓકટોબર) રૂબીનાના જન્મદિવસે, અમે તમને તેની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રૂબીના 10 વર્ષથી વધુ સમયથી ટીવી ઉદ્યોગમાં છે. તેણે ટૂંકા ગાળામાં ઘણું નામ કમાવ્યું છે. એક ખાનગી સમાચારના અહેવાલ મુજબ રૂબીના 14 કરોડની સંપત્તિની માલિક છે. રુબીનાની મોટાભાગની કમાણી અભિનય, પ્રમોશન અને જાહેરાતથી આવે છે.

એક એડ માટે આટલી ફી લે છે

રૂબીના ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે એક જાહેરાત કરવા માટે 35-45 લાખ રૂપિયા લે છે. બિગ બોસ 14 જીત્યા બાદ તેની નેટવર્થ ઘણી વધી ગઈ છે. તેણે બિગ બોસની ટ્રોફી સાથે 36 લાખ રૂપિયા જીત્યા હતા.

વૈભવી છે ઘર

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રૂબીના દિલૈક તેના પતિ અભિનવ શુક્લા સાથે એક વૈભવી ફ્લેટમાં રહે છે. આ ફ્લેટ મુંબઈમાં રૂસ્તમજી એલાન્ઝા બિલ્ડિંગમાં આવેલો છે. રૂબીના પોતાના ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને જોઈને એમ કહી શકાય કે તેનું ઘર ખૂબ સુંદર છે. કારની વાત કરીએ તો રૂબીના પાસે હોન્ડા સિટી કાર છે. ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી રૂબીના ખુબ વૈભવી જીવન જીવે છે.

આપને જણાવી દઈએ કે રૂબીનાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત સિરિયલ છોટી બહુથી કરી હતી. તે આ શોમાં અવિનાશ સચદેવની સામે જોવા મળી હતી. આ શોમાં રૂબીનાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ શોએ જ તેને એક અલગ ઓળખ આપી હતી. તે પછી તે ઘણી સિરિયલોમાં જોવા મળી. રુબીનાને તેની સીરિયલ શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી થી ખુબ ઓળખ મળી. તે આ શોમાં એક કિન્નરની ભૂમિકામાં જોવા મળી હતી. આ પાત્ર માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બધાએ આ શો માટે રૂબીનાના ખૂબ વખાણ કર્યા.

આ પણ વાંચો: લિજેન્ડ મેજર ધ્યાનચંદનું પાત્ર ભજવશે આ અભિનેતા? આ ફેમશ ડિરેક્ટર Dhyan Chand Biopic ને આપશે ન્યાય?

આ પણ વાંચો: Bigg Boss Ott Photos: ફેશન અને સ્ટાઈલમાં શમિતા શેટ્ટીને પણ પાછળ છોડી રહી છે આ ભોજપુરી અભિનેત્રી

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
g clip-path="url(#clip0_868_265)">