AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: એક સમયે કનિકા પાસે બાળકોની ફી ભરવાના પૈસા ન હતા, આજે છે આટલા કરોડની માલિક

Kanika Kapoor Net Worth: બોલિવૂડ સિંગર કનિકા કપૂરે (Kanika Kapoor) ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે અમે તેમના જીવન અને તેની નેટવર્થ વિશે જણાવીશું.

Birthday Special: એક સમયે કનિકા પાસે બાળકોની ફી ભરવાના પૈસા ન હતા, આજે છે આટલા કરોડની માલિક
Know about Kanika Kapoor Net Worth, the famous singer of Baby Doll song
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 1:29 PM
Share

Kanika Kapoor Net Worth: ગાયિકા કનિકા કપૂર (Kanika Kapoor) બોલિવૂડની (Bollywood) શ્રેષ્ઠ પ્લેબેક સિંગર્સમાંની એક છે. ઘણો સંઘર્ષ કર્યા પછી, તેણે ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી હતી. હવે કનિકા બોલિવૂડની ટોચની ગાયિકાઓમાંની એક બની ગઈ છે. 21 ઓગસ્ટે કનિકા પોતાનો 43 મો જન્મદિવસ (Kanika Kapoor Birthday) ઉજવી રહી છે. તેના જન્મદિવસ પર, ચાલો તમને તેની નેટવર્થ વિશે જણાવીએ.

કનિકાએ માત્ર 12 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે 12 વર્ષની ઉંમરે ઓલ ઇન્ડિયા રેડિયો પર પર્ફોર્મન્સ આપ્યું હતું. જે પછી તેણે અનૂપ જલોટા સાથે ઘણા સ્તોત્રો પણ ગાયા. કનિકાને ઇન્ડસ્ટ્રીમાં બેબી ડોલ અને ચિટ્ટીયાં કલાઈયાં ગીતો દ્વારા મોટી ઓળખ મેળવી છે.

કનિકા કપૂર નેટ વર્થ

બેબી ડોલ અને ચિટ્ટીયાં કલાઈયાં જેવા અનેક ગીતો ગાઈને પ્રખ્યાત બનેલી કનિકા કપૂર કરોડોની સંપત્તિની માલિક છે. અહેવાલો અનુસાર, કનિકાની નેટવર્થ 7 કરોડ રૂપિયા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કનિકા એક ગીત ગાવા માટે 15-20 લાખ રૂપિયા લે છે. આ સિવાય, તે ઘણી બ્રાન્ડ્સને એન્ડ્રોસ પણ કરે છે, જેનાથી તેની નેટવર્થમાં વધારો થયો છે.

ગૂગલની સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટીમાં નામ

કનિકા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે તેમજ તે ઘણા ટીવી રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. એટલું જ નહીં, કનિકાને ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવે છે. તેનું નામ ગૂગલની સૌથી વધુ સર્ચ થયેલી સેલિબ્રિટીમાં સામેલ છે. કનિકાના સોન્ગ્સ એવા છે કે પાર્ટી સોન્ગ્સ તરીકે ખુબ પ્રખ્યાત થયા છે. કોઈ પણ પાર્ટી કે લગ્નમાં કનિકાના સોન્ગ્સ ચોક્કસ પણે વાગતા સાંભળવા મળે છે.

3 બાળકોની માતા છે કનિકા

કનિકાએ ખૂબ નાની ઉંમરે એક એનઆરઆઈ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા અને લંડન શિફ્ટ થઈ ગઈ. કનિકા અને રાજના છૂટાછેડા થયા ત્યારે તે 3 બાળકોની માતા હતી. કનિકા પાસે તેના ત્રણ બાળકોનો કબજો છે. છૂટાછેડા પછી કનિકા ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ છે.

આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો કનિકાએ

એક સમય એવો હતો કે શાળાની ફી ન ભરવાને કારણે તેમના બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે દરમિયાન કનિકાએ આત્મહત્યા કરવાનું વિચાર્યું પણ તેણે હિંમત ન હારી અને પોતાની અલગ ઓળખ બનાવવા માટે સંઘર્ષ કર્યો.

આ પણ વાંચો: રિયા કપૂરના પતિ કરણે જણાવી તેની લવ સ્ટોરી, આ રીતે થયો હતો પ્રોડ્યુસર સાથે પ્રેમ !

આ પણ વાંચો: The Kapil Sharma Show : અક્ષય કુમારે બધાની સામે કપિલ શર્માની ઉડાવી ખિલ્લી, કહ્યુ લૉકડાઉનમાં 2 બાળકો કોના ઘરે જનમ્યાં ?

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">