AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khatron Ke Khiladi Season 11: શું અર્જુન બિજલાની જીતી ગયા છે શો? પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી ટ્રોફીની તસ્વીર

અર્જુન બિજલાનીની પત્ની નેહાએ ટ્રોફીની જે તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, તે હવે ડિલીટ કરી નાખવામાં આવી છે.

Khatron Ke Khiladi Season 11: શું અર્જુન બિજલાની જીતી ગયા છે શો? પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી ટ્રોફીની તસ્વીર
Khatron Ke Khiladi Season 11
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 9:31 PM
Share

રિયાલિટી શો ખતરો કે ખિલાડી સિઝન 11 (Khatron Ke Khiladi 11)ના ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ મંગળવારે પૂર્ણ થયું છે. સમાચાર અનુસાર અર્જુન બિજલાની (Arjun Bijlani) આ શોના વિજેતા છે. જો કે, અર્જુન બિજલાની અને ચેનલ તરફથી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

પરંતુ અર્જુનના ઘરે મોડી રાતે યોજાયેલી પાર્ટી, તેમની પત્ની નેહાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ અને ટ્રોફી સાથે વાયરલ થયેલી અર્જુનની તસ્વીર જોઈને અનુમાન લગાવી શકાય છે કે અર્જુન બિજલાનીએ આ ટ્રોફી જીતી લીધી છે. આ અઠવાડિયાના અંતમાં શનિવાર અને રવિવારના એપિસોડમાં ખતરોં કે ખિલાડી સિઝન 11નો ગ્રાન્ડ ફિનાલે પ્રસારિત થશે.

અર્જુન બિજલાનીની પત્ની નેહાએ ટ્રોફીની જે તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, તે હવે ડિલીટ કરી નાખવામાં આવી છે. પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ જીત તરફ ઈશારો કરે છે. અર્જુન સાથે તેમનો ફોટો શેર કરતા તેમણે લખ્યું કે મને તમારા પર ખૂબ ગર્વ છે મારા પ્રિય. હું જાણું છું કે તમે અહીં આવવા માટે કેટલી મહેનત કરી છે. તમે વિશ્વની તમામ ખુશીઓને લાયક છો .. @અર્જુનબીજલની. આ પોસ્ટમાં નેહાએ સેલિબ્રેશનની ઘણી ઇમોજી પણ સામેલ કરી છે.

પાર્ટીમાં કરી ખુબ ધમાલ

પાર્ટીની વાત કરીએ તો અર્જુન બિજલાનીના ઘરે મોડી રાતની પાર્ટીમાં અનુષ્કા સેન (Anushka Sen), શ્વેતા તિવારી (Shweta Tiwari), વિશાલ આદિત્ય સિંહ (Vishal Aditya Singh), વરુણ સૂદ (Varun Sood) સાથે સાથે ખતરોં કે ખિલાડી (Khatron Ke Khiladi)ના ઘણા જાણીતા ચહેરા દેખાતા હતા. બે દિવસના શૂટિંગમાં કરેલી મહેનત બાદ KKK ગેંગે આખી રાત ખૂબ મસ્તી કરી હતી. ખતરોં કે ખિલાડીના ચાહકો તમામ ખેલાડીઓની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોસ્ટ કરેલી સ્ટોરીઝમાં આ જોઈ શકે છે.

દિવ્યાંકાએ આપી જબરદસ્ત ટક્કર

આ રિયાલિટી શોની શરૂઆતથી જ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) અને અર્જુન બિજલાની (Arjun Bijlani) ખતરોં કે ખિલાડીના મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા હતા. આ સિઝનમાં દિવ્યાંકાએ અન્ય સ્પર્ધકોને કઠિન સ્પર્ધા આપી અને ‘ધાકડ ગર્લ’ અને ‘મગર રાની’ જેવા ટાઈટલ પર પોતાનું નામ લખ્યું.

દિવ્યાંકા સાથે સાથે શ્વેતા તિવારીએ આ શોમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. અમે તમને જણાવી દઈએ કે 11 સિઝન પછી પણ ખતરોં કે ખિલાડી ટીવી પર સૌથી વધુ પસંદ કરાયેલા એડવેન્ચર આધારિત રિયાલિટી શોમાંથી એક છે.

આ પણ વાંચો :- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">