AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2-યશના જન્મદિવસ પહેલા જ ટીઝર થયું Leak, આ હરકત કરનારને યશે આપ્યો એક મેસેજ

દર્શકો KGF Chapter 2 ના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટીઝર સુપરસ્ટાર યશના જન્મદિન એટલે કે 8 જાન્યુઆરીએ રિલીઝ થવાનું હતું. પરંતુ આ ટીઝરને એક દિવસ અગાઉ જ રિલીઝ કરી દેવામાં આવ્યું.

KGF Chapter 2-યશના જન્મદિવસ પહેલા જ ટીઝર થયું Leak, આ હરકત કરનારને યશે આપ્યો એક મેસેજ
એક દિવસ પહેલા જ લીક થયું ટીઝર
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 08, 2021 | 1:19 PM
Share

દર્શકો KGF Chapter 2 ના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટીઝર સુપરસ્ટાર યશના જન્મદિન એટલે કે 8 જાન્યુઆરીએ રિલીઝ થવાનું હતું. પરંતુ આ ટીઝરને એક દિવસ અગાઉ જ રિલીઝ કરી દેવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે રિલીઝ પહેલા જ કોઈ એ ટીઝર લીક કરી દીધું હતું. જેના કારણે મેકર્સે તાત્કાલિક પણે ટીઝરને રીલીઝ કરવું પડ્યું. KGFને લઈને સોશિયલ મીડિયામાં કેટલાક દિવસોથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ટીઝર લીક થવાના કારણે દર્શકોની આતુરતાનો અંત એક દિવસ અગાઉ જ લાવી દેવામાં આવ્યો. ટીઝર રિલીઝ થવાની થોડી જ ક્ષણોમાં વાયરલ થઇ ગયું.

આ બાબતે રોકી ઉર્ફ યશએ પોતાના સોશિયલ મીડિયા ઓઅર વિડીયો જાહેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ‘કેટલીક મહાન આત્માઓએ ટીઝર લીક કરી દીધું હતું. મને કારણ ખબર નથી પરંતુ હું આ હરકતથી જરા પણ વિચલિત નથી થયો. હું એમને શુભકામનાઓ આપું છું. અને મારા ફેન્સની માફી ચાહું છું કે ધૂમધામથી ટીઝર રિલીઝ કરવાનો પ્લાન ફ્લોપ ગયો.’

KGF chapter 2 release

KGF Chapter 2માં જોવા મળશે બોલીવૂડના મોટા ચહેરા

ટીઝરમાં શરૂઆતમાં રોકી અને તેની માતાના બાળપણના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. જોવા મળશે રોકીની માતાએ તેને કેવી રીતે ઉછેર્યો, તે કેવી રીતે મોટો થયો અને કેવી રીતે તેણે માતાને આપેલું વચન પૂરું કરશે. ફિલ્મમાં રવિના ટંડન સાંસદની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ સાથે જ સંજય દત્ત અધિરાના લુકમાં ધૂમ મચાવવા તૈયાર છે. જો કે, ટીઝરમાં સંજય દત્તનો ચહેરો હજુ બતાવવામાં આવ્યો નથી. દર્શકો સંજય દત્તનો લૂક જોવા માટે ઉત્સાહિત છે.

રોકી ઉર્ફ યશ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતા જોવા મળશે. ટીઝરમાં તમે જોઈ શકાય છે કે તે ધમાકેદાર એક્શનથી એક સાથે ઘણી બધી કારને બ્લાસ્ટ કરી રહ્યો છે. રોકીનો સ્વેગ, સ્ટાઇલ અને લૂક પહેલા ભાગની જેમ જ ખતરનાક છે.

દર્શકોને આ ફિલ્મની રિલીઝ ડેટ જાણવા માટે હજુ રાહ જોવી પડશે. મચ અવેઈટેડ ફિલ્મની રિલીઝ તારીખની ઘોષણા હજુ સુધી કરવામાં નથી આવી. ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો સંજય દત્ત, યશ, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ જેવા ઘણાં બધા મોટા સ્ટાર જોવા મળશે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">