KGF Actor Passed Away: અભિનેતા મોહન જુનેજાનું 54 વર્ષની વયે નિધન, યશની ‘KGF ચેપ્ટર 2’માં આ પાત્ર ભજવ્યું હતું

|

May 07, 2022 | 5:58 PM

ફિલ્મ 'KGF' (KGF Chapter 1) એક્ટર મોહન જુનેજા ઘણા સમયથી બીમાર હતા. આવી સ્થિતિમાં તેને બેંગ્લોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

KGF Actor Passed Away: અભિનેતા મોહન જુનેજાનું 54 વર્ષની વયે નિધન, યશની KGF ચેપ્ટર 2માં આ પાત્ર ભજવ્યું હતું
KGF Actor - Mohan Juneja
Image Credit source: Instagram

Follow us on

સાઉથ એક્ટર યશની ફિલ્મ ‘KGF પાર્ટ 1 (KGF)‘ના જાણીતા એક્ટરનું નિધન થયું છે. ફિલ્મ સાથે સંકળાયેલા એક્ટર મોહન જુનેજા (Mohan Juneja) 54 વર્ષની વયે દુનિયા છોડી ગયા છે. અભિનેતાએ 7 મે 2022 ના રોજ અંતિમ શ્વાસ લીધા. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મોહન જુનેજા પોતાની કોમેડી માટે ખૂબ જ ફેમસ હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘KGF’ એક્ટર મોહન જુનેજા ઘણા સમયથી બીમાર હતા. આવી સ્થિતિમાં, તેમને બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 7 મેના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 54 વર્ષીય અભિનેતાએ ફિલ્મના પડદા પર તમામ પ્રકારના પાત્રો ભજવ્યા, તેમણે લોકોને હસાવ્યા અને અભિનય દ્વારા ગંભીરતા પણ દર્શાવી.

KGF 2 માં પણ હતા મોહન જુનેજા

મોહન જુનેજાના અચાનક અવસાનના સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે. અભિનેતા KGF 2 માં પણ નાના રોલમાં જોવા મળ્યો છે. યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 માં, અભિનેતાએ પત્રકાર આનંદીના ઇન્ફોર્મરની ભૂમિકા ભજવી હતી. અગાઉ, KGF 1 માં અભિનેતાના અભિનયની તેના ચાહકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ તેમના મૃત્યુના સમાચારે ઘણાને ચોંકાવી દીધા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આવી સ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. હવે અભિનેતાના અંતિમ સંસ્કાર શનિવારે જ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અભિનેતાએ અત્યાર સુધી 100 થી વધુ ફિલ્મો કરી છે.

અહીં જુઓ પોસ્ટ

વાયરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી આ પોસ્ટ શેર કરીને ચાહકોને જણાવ્યું કે KGF એક્ટર મોહન હવે આપણી વચ્ચે નથી. પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘કન્નડ અભિનેતા મોહન જુનેજાનું આજે સવારે નિધન થયું છે. અભિનેતા ફિલ્મ KGF અને તાજેતરમાં રિલીઝ થયેલી KGF 2 માં જોવા મળ્યો હતો. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

KGF 2 ત્રણ અઠવાડિયા પહેલા રિલીઝ થઈ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં 1100 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ KGF 2 હિન્દીમાં પણ 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે.

Next Article