બોક્સ ઓફિસ પર ‘રોકીભાઈ’નો દબદબો યથાવત, ‘KGF 2’ એ વર્લ્ડ ક્લેક્શનમાં બનાવ્યો રેકોર્ડ

KGF (Chapter 2) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત અને રવિના ટંડન પણ મહત્વના રોલમાં છે.

બોક્સ ઓફિસ પર 'રોકીભાઈ'નો દબદબો યથાવત, 'KGF 2' એ વર્લ્ડ ક્લેક્શનમાં બનાવ્યો રેકોર્ડ
Superstar Yash (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 18, 2022 | 12:31 PM

સુપરસ્ટાર યશની (Actor Yash) ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’એ (KGF Chapter 2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. યશના અભિનય અને પ્રશાંત નીલના દિગ્દર્શનએ ફિલ્મને એક નવી ઉંચાઈ પર પહોંચાડી છે. પ્રથમ દિવસે 100 કરોડથી વધુની કમાણી કર્યા બાદ, આ ફિલ્મે ચાર દિવસમાં કલેક્શનની દ્રષ્ટિએ 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે ‘KGF ચેપ્ટર 2’ એ વર્લ્ડ બોક્સ ઓફિસ (Box Office Collection)  પર બીજા નંબર પર કબજો કર્યો છે. તમને જણાવી દઈએ કે ‘ફેન્ટાસ્ટિક બીસ્ટ્સઃ ધ સિક્રેટ ઓફ ડમ્બલડોર’ ગ્લોબલ બોક્સ ઓફિસ પર પ્રથમ સ્થાન પર છે.

જાણો ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી ?

સમગ્ર વિશ્વમાં ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા અને શોની સતત વધી રહેલી સ્ક્રિનિંગ્સે ફિલ્મના કલેક્શનમાં વધારો કર્યો છે. આ ફિલ્મને દર્શકોની સાથે સાથે ફિલ્મ સમીક્ષકો તરફથી પણ પ્રશંસા મળી છે. એવું માનવામાં આવે છે કે યશ સ્ટારર આ ફિલ્મ બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, યશ સ્ટારર KGF ચેપ્ટર 2 એ તેની રિલીઝના ચોથા દિવસે 132.13 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કલેક્શન વિશ્વવ્યાપી છે. આ સાથે ફિલ્મની અત્યાર સુધીની કમાણી 551.83 કરોડ પર પહોંચી છે. જો શરૂઆતના દિવસથી લઈને અત્યાર સુધીની ફિલ્મના કલેક્શન પર નજર કરીએ તો KGF 2 એ શરૂઆતના દિવસે 165.37 કરોડ, બીજા દિવસે 139.25 કરોડ, ત્રીજા દિવસે 115.08 કરોડ અને ચોથા દિવસે.

જાણો ફિલ્મની કહાની વિશે

પ્રશાંત નીલ સ્ટારર ફિલ્મ KGFની કહાની કોલાર ગોલ્ડ માઈનની આસપાસ ફરે છે. KGF ના પહેલા ભાગમાં, તે બતાવવામાં આવ્યું હતું કે ગામડાનો એક સામાન્ય છોકરો રોકી કેવી રીતે ગુંડો બની જાય છે, પરંતુ તે ફક્ત તેની માતા માટે વિશ્વને જીતવા માંગે છે. ગરીબો માટે તે મસીહા બને છે. આ ઉપરાંત પહેલા ભાગમાં એવું બતાવવામાં આવ્યું હતું કે રોકી KGFમાં પ્રવેશે છે, જ્યાં કોઈ પ્રવેશી શકતું નથી. આ પછી તે ત્યાં હાજર લોકોની મદદ કરે છે અને ગરુડાને મારી નાખે છે અને KGFનો કબજો લઈ લે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : કેન્સરની જાણ થતા તુટી ગયો હતો સંજય દત્ત, પરિવાર વિશે વિચારીને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા અભિનેતા

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati