Kaun Pravin Tambe Trailer: ‘કૌન પ્રવીણ તાંબે’નું ટ્રેલર રિલીઝ થયું, પ્રવીણ તાંબેનો ક્રિકેટ ક્રેઝ અને જુસ્સો ટ્રેલરમાં જોવા મળશે

|

Mar 10, 2022 | 3:32 PM

બોલિવૂડમાં મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ જેવા ક્રિકેટરો પર બાયોપિક બનાવવામાં આવી છે અને હવે આજ મામલે પ્રવીણ તાંબેનું નામ પણ જોડાઈ ગયું છે.

Kaun Pravin Tambe Trailer: કૌન પ્રવીણ તાંબેનું ટ્રેલર રિલીઝ થયું,  પ્રવીણ તાંબેનો ક્રિકેટ ક્રેઝ અને જુસ્સો ટ્રેલરમાં જોવા મળશે
'કૌન પ્રવીણ તાંબે'નું ટ્રેલર રિલીઝ
Image Credit source:

Follow us on

Kaun Pravin Tambe Trailer: બોલિવૂડ અને ક્રિકેટ વચ્ચેનું કનેક્શન દિવસેને દિવસે વધી રહ્યું છે. આગામી ફિલ્મ કૌન પ્રવીણ તાંબે છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અભિનેતા શ્રેયસ તલપડે (Shreyas Talpade) એક ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે, જે પ્રવિણ તાંબે (Pravin Tambe) ની ભૂમિકામાં હશે. બોલિવૂડમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને કપિલ દેવ જેવા ક્રિકેટરો પર બાયોપિક બનાવવામાં આવી છે અને હવે આ બાયોપિકમાં પ્રવીણ તાંબેનું નામ પણ જોડાઈ ગયું છે. પ્રવીણ તાંબે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. તેણે 41 વર્ષની ઉંમરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું.

સ્પિનર ​​પ્રવિણ તાંબે શરૂઆતથી જ ક્રિકેટનો દિવાનો હતો. તેનો ક્રેઝ અને જુસ્સો ટ્રેલરમાં પણ જોવા મળે છે. ટ્રેલર જોઈને તેનો ક્રિકેટ માટેનો સંઘર્ષ પણ જોવા મળે છે. ટ્રેલર પરથી પણ શ્રેયસ તલપડેની એક્ટિંગનો અંદાજ લગાવી શકાય છે. તેણે પ્રવીણ તાંબેના રોલને પૂરો ન્યાય આપ્યો છે.

ટ્રેલરમાં દમ છે

2 મિનિટના આ ટ્રેલરમાં પ્રવીણ તાંબેની ક્રિકેટ લાઈફથી લઈને તેમના અંગત જીવન સુધીની સંપૂર્ણ વાર્તા છે. તેના લગ્ન અને પછી તેની પત્ની સાથેના ઝઘડા, બધું જ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં એવું પણ જોવા મળ્યું છે કે નોકરી કરવા છતાં પ્રવીણ તાંબેએ ક્રિકેટ નથી છોડ્યું અને તેણે પોતાનું સપનું પૂરું કર્યું. ટ્રેલરમાં શ્રેયસ એમ પણ કહેતો જોવા મળે છે કે હું ઉંમરમાં વિશ્વાસ નથી કરતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ફિલ્મ 1લી એપ્રિલે આવી રહી છે

ફિલ્મ ‘કૌન પ્રવીણ તાંબે’ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 1 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર શ્રેયસ તલપડેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ટ્રેલર શેર કરતાં તેણે ફિલ્મ વિશે લખ્યું, ‘સૌથી મોટી લીગમાં માત્ર એક ઓવર કરીને પહોંચી ગયો! વાહ પ્રવીણ તાંબે, શું છે તારી સ્ટોરી! શરૂ કરવામાં ક્યારેય મોડું થતું નથી, તેઓ કહે છે, ફક્ત જુસ્સો રાખો. ક્રિકેટના સૌથી અનુભવી નવોદિતની અનટોલ્ડ સ્ટોરી છે.

આ પણ વાંચો : UP Elections 2022: ભાજપ સાથે ‘બેવફાઈ’ મોંઘી પડી! સપામાં જોડાયેલા યોગી સરકારના ત્રણમાંથી બે મંત્રી પાછળ

Next Article