AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryan New Film: કાર્તિક આર્યન બનશે ‘શહેઝાદા’, ક્રિતી સેનન બનશે તેમની શહેઝાદી, જાણો ક્યારે આવશે ફિલ્મ?

જ્યારે આ ફિલ્મના મેલ લીડ કાર્તિક આર્યન છે, ત્યાં જ તેમની લવ ઈન્ટ્રસ્ટની ભુમિકા ક્રિતી સેનન (Kriti Sanon) ભજવશે. આ બીજી વખત હશે, જ્યારે બંને સ્ટાર્સ સ્ક્રીન શેર કરશે. આ પહેલા પણ બંને લુક્કા ચુપ્પી ફિલ્મમાં દેખાયા હતા

Kartik Aaryan New Film: કાર્તિક આર્યન બનશે 'શહેઝાદા', ક્રિતી સેનન બનશે તેમની શહેઝાદી, જાણો ક્યારે આવશે ફિલ્મ?
Kartik Aaryan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 7:58 PM
Share

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) એક પછી એક ફિલ્મોની શૂટિંગ ખત્મ કરવામાં લાગ્યા છે અને હવે તેના નવા પ્રોજેક્ટ ‘શહેઝાદા’ (Shehzada)નું શૂટિંગ 12 ઓક્ટોબરથી શરૂ થયું છે. જેની કેટલીક તસ્વીરો સામે આવી છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં એક મોટા સેટ પર શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન કાર્તિકની ફિલ્મના મેકર્સ સાથે એક તસ્વીર સામે આવી છે.

2022માં રિલીઝ થશે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે રોહિત ધવન દ્વારા નિર્દેશિત થનારી આ ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થશે. ફિલ્મના કલાકારો અને નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર શહેઝાદાનું પોસ્ટર શેર કરીને તેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, શાહીદ કપૂરની આગામી ફિલ્મ ‘જર્સી’ના નિર્માતા અલ્લુ અરવિંદ અને અમન ગિલની સાથે પ્રોડ્યુસ કરે છે. રોહિત ધવન સુપરસ્ટાર વરુણ ધવનનો મોટો ભાઈ છે.

મૂવીની સ્ટાર કાસ્ટ

જ્યારે આ ફિલ્મના મેલ લીડ કાર્તિક આર્યન છે, ત્યાં જ તેમની લવ ઈન્ટ્રસ્ટની ભુમિકા ક્રિતી સેનન (Kriti Sanon) ભજવશે. આ બીજી વખત હશે જ્યારે બંને સ્ટાર્સ સ્ક્રીન શેર કરશે. આ પહેલા પણ બંને લુક્કા ચુપ્પી ફિલ્મમાં દેખાયા હતા અને બંનેની કેમેસ્ટ્રી પણ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. ‘શહેઝાદા’ની બાકીની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં પરેશ રાવલ (Paresh Rawal), મનીષા કોઈરાલા (Manisha Koirala) રોનિત રોય (Ronit Roy), સચિન ખેડેકર (Sachin Khedekar) જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે.

આ સ્થળો પર શૂટિંગ કરવામાં આવશે

કહેવામાં આવી રહ્યું છે કે કાર્તિકની ફિલ્મ શહેઝાદાનું પ્રારંભિક શૂટિંગ શેડ્યૂલ મુંબઈ-દિલ્હીમાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મ ફેમિલી બેઝ્ડ હશે, જેના વિશે મેકર્સને ખાતરી છે કે દરેક વર્ગનો વ્યક્તિ આ ફિલ્મ જોઈ શકશે અને તેમને પણ આ ફિલ્મ ગમશે.

કાર્તિક પાસે ફિલ્મોની ભરમાર છે

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કાર્તિક આર્યન ‘ફ્રેડી’ (Freddy)માંથી આગામી ‘ભૂલ ભુલૈયા 2’ (Bhool Bhulaiyaa 2)માં જોવા મળશે.આ સિવાય ફિલ્મની નાયિકા અલાયા એફની અનુરાગ કશ્યપ સાથે એક શીર્ષક વગરની ફિલ્મ છે સાથે તેમની બકેટ લીસ્ટમાં એકતા કપૂર સાથેની ‘યૂ ટર્ન’ પણ શામેલ છે. અને સાથે જ કાર્તિક પાસે ફિલ્મ ‘ધમાકા’ (Dhamaka) પણ જોવા મળશે.

જેના વિશે તેઓ ઘણા ચર્ચામાં છે. શહેઝાદા સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હિટ ફિલ્મ અલા વૈકુંઠપુરમુલુની રિમેક છે. અલુ વૈકુંઠપુરમુલુ ‘ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં પૂજા હેગડે અલ્લુ અર્જુન સાથે મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મની દર્શકો તેમજ વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

આ પણ વાંચો :- Release Date: સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ‘અંતિમ’ની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો ક્યારે થિયેટરમાં કરશે ધમાલ

આ પણ વાંચો :- Dharmendraએ અત્યાર સુધી સંભાળી રાખી છે તેમની પહેલી કાર ફિયાટ, જાણો તેમણે કેટલામાં ખરીદી હતી આ કાર

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">