કરીના કપૂરની આ નણંદના 45 વર્ષે પણ નથી થયા લગ્ન, આટલા કરોડોની સંપત્તિની છે એકમાત્ર હકદાર!

|

Jul 24, 2021 | 3:53 PM

સૈફ અલી ખાન અને તેનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ પરિવારમાં એક એવું પાત્ર છે જેને કોઈ ઓળખાતું નથી. આજે આપણે વાત કરવાના છીએ સબા અલી ખાનની.

કરીના કપૂરની આ નણંદના 45 વર્ષે પણ નથી થયા લગ્ન, આટલા કરોડોની સંપત્તિની છે એકમાત્ર હકદાર!
Kareena Kapoor's sister-in-law Saba Ali Khan is a unmarried even at the age of 45

Follow us on

હિન્દી સિનેમા જગતમાં પટૌડી પરિવારનું ખુબ મોટું નામ રહ્યું છે. આ પરિવાર સાથે જોડાયેલ દરેક વ્યક્તિ હંમેશા ચર્ચામાં રહે છે. શર્મિલા ટાગોરથી લઈને તૈમુર અલી ખાન સુધી દરેક વ્યક્તિ હંમેશા ચર્ચામાં રહે છે. સૈફના ચારેય બાળકોની તસ્વીરો પણ ખુબ વાયરલ થતી રહે છે. પરંતુ આ પરિવારમાં એક મહિલા એવી છે જે ક્યારેય લાઈમ લાઈટમાં નથી જોવા મળતી. જી હા આ મહિલાની ચર્ચાઓ પણ તમે ભાગ્યે જ સાંભળી છે. ભાગ્યે જ કોઈએ નામ પણ સાંભળ્યું હશે. વાત છે શર્મિલા ટાગોરની નાની દીકરી સબા અલી ખાન. ચાલો તમને જણાવીએ તેના જીવન વિશે.

સિનેમાથી દુર રહે છે સબા

અભિનેત્રી શર્મિલા ટાગોરને ત્રણ બાળકો છે. સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને સબા અલી ખાન. સૈફ અલી ખાન અને સોહા અલી ખાનને તો સૌ જાણે જ છે. બંને બોલીવૂડથી જોડાયેલા છે. સૈફે બોલીવૂડની જ 2 અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા. જ્યારે સોહાએ કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે. તો વાત કરીએ સબા અલી ખાનની, સબા સિનેમા ઉદ્યોગથી સંપૂર્ણ દૂર છે. સબા બોલિવૂડના કાર્યક્રમો અથવા ફિલ્મ પાર્ટીઓમાં ક્યારેય જોવા મળતી નથી. સબા સૈફથી 5 વર્ષ અને સોહાથી 2 વર્ષ નાની છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Kareena Kapoor’s sister-in-law Saba Ali Khan

કરોડોની માલિક

સબા અલી ખાન ફેમિલી ફંક્શનમાં જ જોવા મળે છે. તેમજ તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. જ્યાં તે તેના પરિવારની તસવીરો પોસ્ટ કરતી રહે છે. સબાના વ્યવસાયિક જીવનની વાત કરીએ તો તે એક સફળ સ્ત્રી છે. તે જ્વેલરી ડિઝાઇનર છે અને તે પોતાનો બિઝનેસ ચલાવે છે. થોડા સમય પહેલા, સબાએ ડાયમંડ ચેઇન શરૂ કરી હતી. સમાચાર અનુસાર, સબા અલી ખાન 2700 કરોડની સંપત્તિની એકમાત્ર માલિક છે.

લાઈફ પાર્ટનર વિશે શું છે વિચાર?

સબાને એક વખત પૂછવામાં આવ્યું હતું કે લગ્નને લઈને શું પ્લાન છે. ત્યારે તેણે જણાવ્યું હતું કે હાલ તેના જીવનમાં કોઈ નથી જેની સાથે તે લગ્ન કરી શકે. તે હાલમાં પોતાની સાથે જ જીવવા માંગે છે. અને લાઈફ પાર્ટનરનો નિર્ણય તેણે અલ્લાહ પર છોડ્યો છે.

 

આ પણ વાંચો: The Kapil Sharma Show માં કામ મળતા જ સુદેશ લહેરીએ ખરીદી કાર, વિડીયોના અંતમાં જુઓ ‘ધમાકેદાર’ કાર

આ પણ વાંચો: એ બોલીવૂડ સ્ટાર્સ જેમણે પોતાની ભાભી કે સાળી સાથે ફિલ્મોમાં કર્યો રોમાંસ, આ જોડી તમારી પણ હશે ફેવરિટ

Published On - 3:24 pm, Sat, 24 July 21

Next Article